Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૪ ] સેલંકી કાલ
[પ્ર. આપે છે. કાવ્યના પ્રત્યેક સર્ગને અંતે અમરચંદ્ર કવિ-રચિત પાંચ પાંચ શ્લેક આપેલા છે, જેમાં પ્રથમ ત્રણ શ્લોકમાં વસ્તુપાલની પ્રશંસા, ચેથામાં અરિસિંહ કવિની કાવ્યચાતુરીની પ્રશંસા અને એ ચાર લેક અમરચંદ્ર કવિ-રચિત હોવાનું પાંચમા પદ્યમાં જણાવવામાં આવ્યું છે. અમરચંદ્રસૂરિના કલાગુરુ અરિસિંહ હતા એમ “ચતુર્વિશતિ પ્રબંધમાં જણાવ્યું છે. અમરચંદ્રસૂરિએ વસલદેવ રાજા સાથે અરિસિંહને પરિચય કરાવી આપ્યો હતો અને એ વતુપાલની વિદ્વત્સભામાં કવિ તરીકે આદરપાત્ર બન્યો હતો. એ વાયડગચ્છીય આ. જિનદત્તસૂરિનો પરમ ભક્ત અને પરમાઈત હતા. અમરચંદ્રસૂરિએ રચેલી “ કાવ્યકલતાનાં કેટલાંક સૂત્ર આ અરિસિંહે રચેલાં છે. જહણ કવિ પિતાની “સૂક્તિમુક્તાવલીમાં અરસી ઠકકરનાં કેટલાંક સૂક્તિ-પદ્ય આપે છે તે આ અરિસિંહનાં હોવાનો પૂરો સંભવ છે.
અમરચંદ્રસૂરિ (ઈ. સ. ૧૨૨૪ લગભગ): સંસ્કૃત સાહિત્યમાં આ. અમરચંદ્રસૂરિ “વેણીકૃપાણ” નામથી પ્રસિદ્ધ છે.૮૯ તેઓ વાયડગછીય આ. જિનદત્તસૂરિના શિષ્ય હતા. કવિ અરિસિંહ ઠક્કુર પાસેથી એમને સિદ્ધ સારસ્વત મંત્ર મળ્યો હતો. એની આરાધનાથી તેઓ સિદ્ધ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. એમણે વીસલદેવની સભામાં બ્રાહ્મણ વિદ્વાની પ્રેરણાથી “બાલભારત ની રચના કરી હતી. અલંકારશાસ્ત્રના “કાવ્યકલ્પલતા” નામના ગ્રંથ ઉપર “કવિશિક્ષા' નામની વૃત્તિની એમણે પિતે રચના કરેલી છે. એના પર “પરિમલ” નામની ૧૧૧૨ શ્લેક-પ્રમાણુ વૃત્તિ મળી આવી છે, જે હજી સુધી પ્રગટ થઈ નથી. એમણે જ રચેલી “કલ્પલતામંજરી-વૃત્તિ” હજી સુધી મળી આવી નથી. શુભ વિજયજી નામના વિદ્વાને સં. ૧૬૬૫(ઈ. સ. ૧૬૦૯)માં “કાવ્યકલ્પલતા' પર મકરંદ' નામની વૃત્તિ ૩૧૯૬ શ્લેકપ્રમાણે રચેલી છે. એમના રચેલા આ બાલભારત” અને “કાવ્યકલ્પલતા” ગ્રંથ જૈનેતર વર્ગમાં પણ આદરપાત્ર બનેલા છે. આ “કાવ્યકલ્પલતાની લોકપ્રિયતાથી પ્રેરાઈને દેવેશ્વર નામના વિદ્વાને એના અનુકરણરૂપે સંક્ષેપમાં “કાવ્યકલ્પલતા” નામનો ગ્રંથ રચ્યો છે. કવિ અમરચંદ્રસૂરિએ “છંદેરનાવલી,” “સ્વાદિશબ્દસમુચ્ચય” અને “પદ્માનંદ મહાકાવ્ય” નામના ગ્રંથ રચ્યું છે. “પદ્માનંદકાવ્ય” પાટણના પ્રસિદ્ધ મંત્રી પા વણિકની વિનંતીથી રહ્યું છે, જેમાં તીર્થકરેનાં ચરિત્રનું વર્ણન છે. એમના “સુક્તાવલી” અને
કલાકલાપ” નામક ગ્રંથને ઉલ્લેખ “ચતુર્વિશતિપ્રબંધમાં આવે છે. આમ તેઓ અલંકાર, છંદ, વ્યાકરણ ને કાવ્યકલા વિષયના પારંગત વિદ્વાન હતા. એમની રચનાશલી સરલ, મધુર અને સ્વાભાવિક છે. તેઓ શીઘ્રકવિ હતા. મંત્રી વરતુપાલ કવિ એમની કાવ્યલાને ઉપાસક હતા.