Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦ ] સેલંકી કાલ
[ પ્ર.. મહાકાવ્ય”માં છે. આ પક્વ મંત્રી તે જ છે કે જેના નામથી કવિ અમરચંદ્રસૂરિએ
પાનંદમહાકાવ્યની રચના કરી હતી.૧૦૩ એણે કેટલાંક સ્તોત્ર સંસ્કૃતમાં રહ્યાં છે, જે ઉપલબ્ધ નથી. એ સં. ૧૨૯૫( ઈ. સ. ૧૨૩૯)માં વિદ્યમાન હતો. • સુમતિગણિ (ઈ. સ. ૧૨૩૯) : આ. જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણિએ. જિનદત્તસૂરિકૃત “ગણધર-સાર્ધશતક’ પર સં. ૧૨૯૫ ઈ. સ. ૧૨૩૯)માં બૃહદુત્તિની રચના કરી છે. એમણે આ વૃત્તિને આરંભ ખંભાતમાં કર્યો હતે અને. પછી ધારાપુરી, નલકચ્છ તરફ વિહાર કરતાં અંતે મંડપદુર્ગ-માંડવગઢમાં એ પૂરી. કરી હતી....૪
આહલાદન દંડનાયકઃ ગલ્લકુલનો શ્રેણી અંબડ ભીમદેવને સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં મહામાત્ય હતો. એના સ્વર્ગવાસ પછી એને ભાઈ આહૂલાદન દંડનાયક થયો. એણે વસંતતિલકા છંદમાં યમકથી અલકત ૧૦ શ્લોકોનું એક પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યું છે. આ સિવાય બીજી કૃતિ જાણવા મળતી નથી. '
એ આ. વર્ધમાનસૂરિ પરમ ભક્ત હતા. એની વિનંતીથી આચાપ૫૦૦ શ્લેક-પ્રમાણુ “વાસુપૂજ્યચરિત'નું સંસ્કૃતમાં સં. ૧૨૯૯(ઈ. સ. ૧૨૪૩)માં. આહૂલાદનાંક કાવ્ય રચ્યું છે. એની પ્રશસ્તિમાં આહૂલાદને મંત્રીએ કરેલાં સુકતાની નોંધ આપી છે. આહૂલાદન દંડનાયકે સાચેરમાં વીરજિનમંદિરમાં અષભદેવની. તથા શારાપદ્રમાં આદિજિનના ચિત્યમાં પાર્શ્વનાથ, ચંદ્રપ્રભ, સીમંધર, યુગંધર, અંબિકા અને સરસ્વતીની પ્રતિમાઓનું સ્થાપન કરાવ્યું હતું. વટસર ગામમાં અને સંગમખેટક(સંખેડા)માં જિનમૂર્તિઓ સાથે ચિત્યને ઉદ્ધાર કર્યો હતો. અણહિલવાડમાં પોતાના ગુરુની વસતિનો પણ ઉદ્ધાર કર્યો, ઘણું પુસ્તક લખાવ્યાં. પાટણના વાસુપૂજ્ય જિનમદિરનો ઉદ્ધાર પણ એણે કરાવ્યો. ૫.
જિનપ્રભસૂરિ: આગમગથ્વીય આ. જિનપ્રભસૂરિએ સં. ૧૨૯૭ઈ. સ. ૧૨૪૧)માં અપભ્રંશભાષામાં “મદનરેખા-સંધિ” નામક રચેલી કૃતિ ઉપલબ્ધ થાય છે. આ સૂરિએ અપભ્રંશમાં અનેક કૃતિઓ શત્રુંજય ઉપર રહીને રચી છે. એમણે “જ્ઞાનપ્રકાશકુલક” “ચતુર્વિધભાવનાકુલ, “મણિચરિત’ ‘જીવાનુશાસ્તિસંધિ, “નેમિનાથરાસ” “યુગાદિજનકુલક “ભવિયચરિવું, “ભવિકુડ બચરિઉ”
સર્વત્યપરિપાટીદવાધ્યાય.” “સુભાષિતકુલક,” “શ્રાવકવિધિપ્રકરણ,” “ધમાધમવિચારકુલક” “વરસામિચરિઉ” (સં. ૧૩૧૬-ઈ. સ. ૧૨૬૦), “નેમિનાથજન્માભિષેક “મુનિસુવ્રતસ્વામિત્ર, “છપ્પનદિકકુમારી-જન્માભિષેક અને જિનરતુતિ' રચેલ છે. આ કૃતિઓ ઉપરાંત “ષટ્રપંચાશદિકકુમારિકારતવન, મહાવીરચરિત,’ ‘જ બૂચરિત' (સં. ૧૨૯૯-ઈ.સ. ૧૨૪૩), “મેહરાજવિજયોતિ,”