Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ સું ]
ભાષા અને સાહિત્ય
[ ૩૦૧૨
હોય એમ જણાય છે, પણ એ હજી સુધી મળી આવ્યું નથી. એમની ત્રીજી કૃતિ ‘ વિલાસવતી નાટિકા અપૂર્ણ સ્થિતિમાં મળે છે.
'
મહેંદ્રસૂરિ : આ. હેમચદ્રસૂરિના શિષ્ય આ. મહેદ્રસૂરિએ પોતાન. ગુરુએ રચેલા ‘· અનેકાસ ંગ્રહ ' નામના કાશત્ર થ ઉપર ‘અનેકાર્ય કરવાકર-કૌમુદી' નામની ટીકા સ. ૧૬૧૪(ઈ. સ. ૧૧૫૮)માં રચી છે.
'
શ્રીચ દ્રસૂરિ : ચદ્રગચ્છના આ. સર્વદેવસૂરિના સંતાનીય આ. જયિસ ંહુસૂરિના શિષ્ય આ દેવેદ્રસૂરિના શિષ્ય શ્રીયદ્રસૂરિએ સ. ૧૨૧૪(ઈ.સ. ૧૧૫૮)માં પાટણના શ્રેષ્ઠી સેમેશ્વરના કુટુંબીએની પ્રાર્થનાથી પ્રાકૃતમાં ‘ સહ્યું. કુમારચરિઉ ' નામક ૮૦૦૦ ક્ષેાકપ્રમાણ ગ્રંથની રચના કરી છે. આમાં કર્તાએ શરૂઆતમાં પ્રાચીન આચાર્યોમાં હરિભદ્રસુરિ, સિદ્ધ મહાકવિ, અભયદેવસૂરિ, ધનપાલ, દેવચંદ્રસૂરિ, શાંતિસૂરિ, દેવભદ્રસૂરિ અને મલધારી હેમચંદ્રસૂરિની કૃતિએના ઉલ્લેખપૂર્વક એમની વિદ્વત્તાને અજલિ આપી પ્રશ'સા કરી છે.
દુર્લભરાજ મંત્રી ઃ દુલ ભરાજ કુમારપાલના સમયે સ. ૧૨૧૬(૯. સ. ૧૧૬૦)માં મંત્રી હતા. એણે ‘ સામુદ્રિકતિલક ' નામે ગ્રંથ રચ્યા છે. એમાં હાથની રેખાઓનું સુંદર વિવેચન કર્યુ છે. આ ગ્રંથમાં એના પુત્ર જગદેવે એને સહાયતા કરી હતી. એણે આ ઉપરાંત ‘ ગજપરીક્ષા ’, ‘ગજપ્રબંધ ’, ‘તુર ંગપ્રબંધ ’ અને ‘ પુરુષ-સ્ત્રી-લક્ષણ' નામના ગ્રંચ રચ્યા હતા.
જગદેવ મંત્રી ઃ રાજા કુમારપાલના મંત્રી દુલભરાજના પુત્ર કવિ જગદેવ મંત્રીએ ‘ રવપ્નશાસ્ત્ર ' નામક ગ્રંથની રચના સ. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦) લગભગમાં કરી છે. આ ગ્રંથ મે અધ્યાયેામાં વિભક્ત છે. પહેલા અધ્યાયમાં ૧૫૨ લેાકેામાં શુભ સ્વપ્નનાં ફળા વિશે વન છે, જ્યારે ખીજા અધ્યાયમાં ૧પ૯ ક્ષેાક છે, જેમાં અશુભ સ્વપ્નાનાં કળાનું વિવેચન કર્યુ છે.
પ્રહલાદન કવિઃ પેાતાના નામ ઉપરથી પ્રહૂલાદનપુર( પાલનપુર )ની સ્થાપના કરનાર પ્રહ્લાદન, જે ધારાવવ`દેવ( ઈ. સ. ૧૧૬૩ થી ઈ. સ. ૧૨૪૩ )ને ભાઈ હતા તે, પેાતે સંસ્કૃતને! મહા વિદાન હતા. એની એકમાત્ર કૃતિ - પા પરાક્રમ વ્યાયાગ ' એની પ્રગલ્ભ વિદ્વત્તાને પરિચય આપે છે.
હરિભદ્રસૂરિ : આ. શ્રીચદ્રસૂરિના શિષ્ય આ. હરિભદ્રસૂરિ સ ંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના વિશારદ કવિ હતા. એમણે મંત્રીધર પૃથ્વીપાલની વિનંતિથી ચોવીસે તીર્થંકરનાં ચિરત્રાની રચના દ્વારા જૈન વાઙમયની વિશિષ્ટ સેવા કરી છે. એમણે પ્રાકૃતમાં રચેલાં ચરિત્રા પૈકી ચંદપહુચરિય, મન્નિનાહચર્ય અને નેમિનાહરિય મળી આવે છે. એ ત્રણેનું શ્લાપ્રમાણ ૨૪૦૦૦ થાય છે. એમાં