Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
[ ૩૦૩ વિધિઓનું વર્ણન છે. આ વિષયેનો મર્મ ૮૪ ચક-યંત્રો દ્વારા સ્પષ્ટ કરવાને ગ્રંથાકારે પ્રયત્ન કર્યો છે.
દેવભદ્રસૂરિઃ પિતાના ગુરુ આ. પાર્ધચંદ્રસૂરિએ રચેલી “સંગ્રહણી' ઉપર આ. દેવભદ્રસૂરિએ વૃત્તિ રચી છે તેમજ સં. ૧૨૩૩(ઈ. સ. ૧૧૭૭)માં “ક્ષેત્રસમાસ ની વૃત્તિ પણ રચી છે. વળી સિદ્ધસેન દિવાકરે રચેલા “ન્યાયાવતાર” પર સિદ્ધર્ષિએ રચેલી વૃત્તિ પર આ આચાર્યો ટિપણ રચ્યું છે.
આ. ભદ્રેશ્વરસૂરિ : આ. વાદી દેવસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ તાર્કિક વિદ્વાન હતા. એમણે કોઈ સ્વતંત્ર ગ્રંથ રચ્ય હેય એમ જણાતું નથી, પણ આ. વાદી દેવસૂરિએ રચેલા “પ્રમાણુનયતા ક” પર રચેલી સ્વોપજ્ઞ વૃત્તિ રચવામાં તેઓ અને આ. રત્નપ્રભસૂરિ સહાયક હતા (ઈ. સ. ૧૧૭૭ લગભગ). આ. વાદી દેવસૂરિ એ બંને શિષ્યોનાં નામોને ખૂબ માનભેર ઉલ્લેખ કરે છે.
જિનપતિસૂરિ : આ. જિનપતિસૂરિએ “વાદસ્થલ” નામના ગ્રંથના ઉત્તરરૂપે “વિધિપ્રબોધવાદસ્થલ” નામનો ગ્રંથ રચે છે. આ આચાર્યો સં. ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭)માં કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી હતી. એમણે તીર્થમાલા, જિનવલભસૂરિકૃત “સંધપક” ઉપર બૃહ ટીકા અને જિનેશ્વરસૂરિકૃત “પંચલિંગી' પર વિવરણ રચી ચૈત્યવાસીઓ સામે ભારે ધ્રુજારો ઊભો કર્યો હતો.... એમણે આ ઉપરાંત ચિંતામણિપાર્શ્વ સ્તવ, અંતરીક્ષપાશ્વ સ્તવ, ચતુર્વિશતિજિનરતવવિરોધાલંકાર-મંડિતા સાવચૂરિકા, ઋષભસ્તુતિ વગેરે કૃતિઓ રચી છે.
રત્નપ્રભસૂરિઃ આ. ધર્મપ્રભસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિએ કુમારપાલના રાજ્યકાલ વિ. સં. ૧૧૯૯-૧૨૨૯)માં કેટલાંક કુલક પ્રાકૃતમાં સં. ૧૨૩૭ (ઈ. સ. ૧૧૮૧)માં રચ્યાં છે અને અંતરંગસંધિ' અપભ્રંશમાં રચી છે.
રત્નપ્રભસૂરિ આ. વાદી દેવસૂરિના શિષ્ય આ. રત્નપ્રભસૂરિ વિશિષ્ટ પ્રતિભાશાળી તાર્કિક કવિ અને લાક્ષણિક હતા. તેઓ પ્રાકૃત ભાષાના પણ અજોડ કવિ હતા. એમણે “પ્રમાણુનયતત્ત્વાલક” પર ૫૦૦૦ શ્લોકપ્રમાણુ “રત્નાકરાવતારિકા' નામની ટીકા રચી છે. અવતારિકાને પહેલે ફકર કાવ્યમય અનુપ્રાસરચના અને સુંદર ગદ્યશૈલીને નમૂન છે. ઈદ્રિયપ્રાકારિતાનું પ્રકરણ લગભગ ૧૦૦ સુંદર વિવિધ છંદોનાં પોમાં રચ્યું છે, જે એમના કવિત્વકૌશલને ખ્યાલ આપે છે. ઈશ્વરકર્તવનિરાસ વિષયમાં યિાના માત્ર બે પ્રત્યે તિ અને તે તેમજ આદિના માત્ર શિ, યા અને એ ત્રણ પ્રત્યયો અને ત, ૫, ૬, ૫, , , ૧, મ, મ, ય, ર, ૨, ૩ એ માત્ર ૧૩ વણે વાપરી એમની શબ્દચાતુરી દ્વારા