Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ પ્ર.
૩૦૬ ]
સેલંકી કાલ છે. આ બંને પ્રકરણ ઉપર આ. બાલચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકાઓ રચી છે.
વળી, કવિ આસડે મેઘદૂતકાવ્યટીકા, “શ્રુતબેધટીકા,' “જિનસ્તુતિ-સ્તોત્ર' તેમજ “વૃત્તરનાકર' નામક છંદોવિષયક ગ્રંચ ઉપર “ઉપાધ્યાયનિરપેક્ષા' નામક વૃત્તિ પણ રચી છે. ઉપર્યુક્ત બે પ્રકરણ સિવાય એના બીજા ગ્રંથ મળતા નથી. કવિ આસડને પુત્ર રાજડ પણ સારો વિદ્વાન હતો. કવિઓએ એને “બાલસરસ્વતી ની પદવી અર્પણ કરી હતી.
રત્નસિંહસૂરિ આ. ધર્મસૂરિના શિષ્ય આ. રત્નસિંહસૂરિએ પ્રાકૃતમાં ૩૭ જેટલાં કુલકોની રચના કરી છે ૭૨ ૧. આત્મહિતકુલક, ૨. આત્માનુશાસનકુલક . આત્માનુશાસ્તિકુલક, ૪. ઉપદેશકુલક, ૫. ગુરાધનકુલક, ૬. જિતેંદ્રવિજ્ઞપ્તિકલક, ૭. ધર્માચાર્યબહુમાનકુલક, ૪. પરમસુખકાત્રિશિકા, ૯. પર્યતારાધનાકુલક, ૧૦. મનોનિગ્રહભાવનાકુલક, ૧૧. શ્રાવકવર્ધાભિગ્રહકુલક, ૧૨. સંવેગામૃતપદ્ધતિ, ૧૭. સંગરંગમાલા વગેરે નામો મળે છે. એમને સમય ઈ. સ. ૧૧૯૩ આસપાસને જાણવામાં આવ્યો છે.
માનતુંગસૂરિઃ પૂર્ણિમાગચ્છના માનદેવસૂરિના શિષ્ય આ. માનતુંગસૂરિ સં. ૧૨૫ (ઈ. સ. ૧૧૯૪)માં વિદ્યમાન હતા. એમણે “સિદ્ધજયંતીચરિત” નામક ગ્રંથ પ્રાકૃતમાં રચે છે. એના ઉપર એમના શિષ્ય મલયપ્રભસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. આ ગ્રંથની મૂળ ગાથાઓ ૨૮ છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસાનીકની પુત્રી, શતાનીકની બહેન અને ઉદયનની ફેઈ હતી. એણે ભ. મહાવીરને જીવ અને કર્મ વિશે અનેક પ્રશ્ન કર્યા હતા. ભ. મહાવીરના સમયમાં નિગ્રંથ સાધુઓને વસતિ દેવાના કારણે એ સર્વપ્રથમ શઆતરીના રૂપે પ્રસિદ્ધ થઈ હતી. આ જયંતીએ ભ. મહાવીર પાસે દીક્ષા લઈ આત્મકલ્યાણ કર્યું હતું.
પ્રભાચંદ્રગણિઃ પ્રભાચંદ્રગણિએ ચંદ્રકુલના ભાનુપ્રભસૂરિ ઉપર વડોદરાથી વિજ્ઞપ્તિરૂપે રચના કરી છે (ઈ. સ. ૧૧૯૪). આનું તાડપત્રીય એક જ પત્ર મળે છે, બીજાં પત્ર મળતાં નથી, છતાં આ એક પત્ર ઉપરથી એમની વિદ્વત્તાને પરિચય મળે છે. એ પત્ર પ્રાસાદિક આલંકારિક ગદ્યને નમૂનો છે. એમની આ રચના કાદંબરી કે તિલકમંજરીનું સ્મરણ કરાવે છે. એ વિજ્ઞપ્તિપત્ર ચિત્રો વડે અલંકૃત હશે.
પૂર્ણપાલ ઉપાધ્યાય (ઈ. સ. ૧૧૯૬): ઉપા. પૂર્ણપાલે આ. મુનિરનસૂરિએ રચેલા “અમમસ્વામિચરિત”નું સંશોધન કર્યું હતું. | મુનિરત્નસૂરિ પર્ણમિકચ્છના સમુદ્રપુરિના શિષ્ય મુનિરત્નસૂરિએ સંસ્કૃતમાં “મુનિસુવ્રતસ્વામિચરિત' સં. ૧૨૫ (ઈ. સ. ૧૧૯૬)માં રચ્યું છે,