Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૬ ]
સાલફી કાલ
[ પ્ર.
આ
ટુભમાં છે. પરિચ્છેદના અંતે કેટલાંક પદ્ય અન્ય છંદોમાં રચામાં છે. ગ્રંથમાં અપાયેલાં ઉદાહરણ સ્વરચિત જણાય છે. આમાં કેટલાંક પદ્ય પ્રાકૃતમાં પશુ છે.
આ ગ્રંથ ઉપર ૧૩ થીયે અધિક વિદ્વાનેએ ટીકા રચી છે. એ બધા ટીકાકારે આ સમય પછીના છે. ટીકાકારેામાં કેટલાક જૈનેતર પણ છે.
હેમચંદ્રસૂરિ : આ. અજિતદેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ નાત્રેય-નેમિદ્વિસંધાન કાવ્યની રચના કરી છે અને એના ઉપર વિષમ પદાની ટીકા પાતે જ રચી છે (ઈ. સ. ૧૧૨૪ લગભગ). આમાં પ્રત્યેક શ્લાક ઋષભદેવ અને નેમિનાથના ચરિત્ર ઉપર પ્રકાશ પાડે છે. એનું સંશાધન મહાકવિ શ્રીપાલે કરૂં હતું.
યશશ્ચંદ્ર કવિ : રાજા સિદ્ધરાજ જયસિંહના અધ્યક્ષપણા હેઠળ વિ. સં. ૧૧૮૧(ઈ. સ. ૧૧૨૫ )માં થયેલા શ્વેતાંબર અને દિગંબર આચાર્યાં વચ્ચેના વાદવિવાદનું વર્ણન કરનારું પંચાંકી ‘મુદ્રિત કુમુદચંદ્ર નાટક ' ધવશીય યશશ્ચંદ્ર નામના કવિએ રચ્યું છે. એમાં સૂચવેલાં પાત્રા અને વર્ણવેલું કથાવસ્તુ લગભગ અતિહાસિક છે. કવિ યશશ્ચંદ્રના પિતા પદ્મચંદ્ર અને દાદા ધનદેવ પણ મહા વિદ્વાન હતા, પરંતુ એ બંનેની કોઈ કૃતિ મળતી નથી. કવિ યશશ્ચંદ્ર પોતાને અનેક પ્રશ્નધાના કર્તા તરીકે જણાવે છે. ‘મુદ્રિતકુમુદચંદ્ર નાટક ’ના ઉલ્લેખથી જણાય છે કે એણે એ મહાકાવ્ય અને ચાર નાટક રચ્યાં હતાં.૫૭ એમાંથી એક ‘ મુદ્રિતકુમુદચંદ્ર ' અને બીજું · રાજિમતીપ્રમેાધ નાટક ' મળી આવે છે. આ પાછલામાં નેમિનાથ અને રાજિમતીના વિવાહપ્રસ’ગનું અને નેમિનાથે લગ્ન ન કરતાં મુનિપણું ધારણ કરવાનું તેમજ રાજિમતીએ પણ સાધ્વી બની ગિરનાર ઉપર સાધના કરવા જવાનું પૌરાણિક વસ્તુ વશ્તિ કર્યું છે. એ સિવાયનાં એ નાટક અને એ મહાકાવ્યપ૮ મળતાં નથી, છતાં મુદ્રિતકુમુદચંદ્ર નાટક ' અને ‘ રાજિમતીપ્રમાધ નાટક ’ ઉપરથી એની યશસ્વી કવિ તરીકેની પ્રતિભાના ખ્યાલ આવે છે.પ૯
"
t
"
વિજયસિ'હસૂરિ : સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાલમાં વિદ્યમાન આ. વિજયસિંહરિએ વિ. સં. ૧૧૮૩( ઈ. સ. ૧૧૨૭)માં શ્રાવકપ્રતિક્રમણસૂત્ર' પર ૪૫૦૦ શ્લોકપ્રમાણુ ચૂર્ણિની રચના કરી છે.
.
આમ્રદેવસૂરિ : આ. આદેવસૂરિ આ. જનચંદ્રસૂરિના શિષ્ય હતા. એમણે આ. નેમિચંદ્રસૂરિએ રચેલા ́ આખ્યાનક મણિકાશ ' પર વિ. સ. ૧૧૯૦ (ઈ. સ. ૧૧૩૪)માં ધોળકામાં સિદ્ધરાજના રાજ્યકાલમાં ૧૪૦૦૦ ક્લાકપ્રમાણ વૃત્તિ રચી છે. આ વૃત્તિ પણ પ્રાકૃતમાં છે. ટીકાકારે ક્યાંક કયાંક ગદ્યના ઉપયાગ કર્યાં છે. કેટલાંક આખ્યાન અપભ્રંશમાં છે. વચ્ચે વચ્ચે સંસ્કૃતના અનેક