Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ મું ] ભાષા અને સાહિત્ય
( ૨૮૫ શાંતરસથી પૂર્ણ છે. એમાં અનેક કથાઓ વગેરે છે. આ જિનચંદ્રસૂરિએ પ્રશસ્તિમાં જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિની ખૂબ પ્રશંસા કરી છે.
ચંદ્રપ્રભ મહત્તર : અભયદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભ મહત્તરે પોતાના શિષ્ય વીરદેવની પ્રાર્થનાથી “વિજયચંદચરિય” વિ. સં. ૧૧રહ(ઈ. સ. ૧૦૭૧)માં રહ્યું છે. આમાં આઠ પ્રકારની પૂજાના ફળનું વર્ણન આઠ કથાઓ દ્વારા કર્યું છે. કૃતિ સુંદર અને પ્રાસાદિક છે. આમાં ૧૦૬૩ ગાથા છે. | નેમચંદ્રસૂરિ : આ. નેમચંદ્રસૂરિ ઉદ્યોતનસૂરિના શિષ્ય આમદેવસૂરિના શિષ્ય હતા. સૂરિ થયા પહેલાં તેઓ “દેવેંદ્રગણિ” નામથી ઓળખાતા હતા. એ દેવેંદ્રગણિ નેમિચંદ્રસૂરિ)એ વિ. સં. ૧૧૨૯(ઈ. સ. ૧૦૭૩)માં અણહિલપાટમાં દેહફ્રેિં શેઠની વસતિમાં રહીને “ઉત્તરાધ્યયનસત્રની ૧૪૦૦૦ કપરિમાણ વૃત્તિ. રચી. વળી, એમણે “આખ્યાનકમણિકોશ'ની મહત્વપૂર્ણ રચના પ્રાકૃતમાં કરી છે. આને પ્રાકૃત કથાઓનો કોશ કહી શકાય. એમાં ૪૧ અધિકાર છે. એમણે “રત્નચુડ” નામની કથા રચવાને આરંભ ડિડિલપદ્રમાં કર્યો હતો અને એની પૂર્ણાહુતિચડાવલી(ચંદ્રવતી)માં કરી હતી. વીરજિનચરિત વિ. સં. ૧૧૪૧(ઈ. સ. ૧૦૮૫)માં ૩૦૦૦ શ્લોકપ્રમાણુ પ્રાકૃતમાં અણહિલવાડમાં રહીને રચ્યું હતું. | દેવભકસૂરિ : આ. અભયદેવસૂરિના શિષ્ય પ્રસન્નસૂરિના સેવક અને સુમતિવાચકના શિષ્ય ગુણચંદ્રગણિ, જેઓ આચાર્ય થયા પછી “દેવભદ્રસૂરિ'ના નામથી પ્રખ્યાત થયા, તેમણે વિ. સં. ૧૧૩૯(ઈ. સ. ૧૯૮૨)માં ૧૨૦૨૫, શ્લેક-પરિમાણ “મહાવીર–ચરિત” પ્રાકૃતમાં રચ્યું છે. આવડું મેટું મહાવીર સ્વામીનું ચરિત અન્ય કોઈ કવિનું જાણવામાં આવ્યું નથી. આ ચરિત આઠ પ્રસ્તાવોમાં વિભકત છે. એમાં ભિન્ન ભિન્ન છંદોના ઉપયોગથી થયેલી કાવ્યની મનહરતા એમનાં રાજા નગર વગેરેનાં વર્ણનમાં જોવાય છે. એમાં કેટલાંક પદ્ય અપભ્રંશમાં પણ છે. સંસ્કૃત અવતરણે પણ જોવાય છે. ત્રીજા પ્રસ્તાવમાં વિદ્યાધરની કથા હૃદયંગમ છે.
વળી, એમણે “કહારયણસ નામનો ગ્રંચ વિ. સં. ૧૧પ૮(ઈ.સ. ૧૧૨)-- માં ભરૂચમાં રહીને પ્રાકૃતમાં ૧૧૫૦૦ પ્રમાણુ રચે છે. કથાઓની આ મહત્વપૂર્ણ રચનામાં ૫૦ કથાનક છે, જે ગદ્ય અને પદ્યમાં અલંકારપ્રધાન પ્રાકૃત ભાષામાં લખાયાં છે. આ બધાં લૌકિક કથાનક અપૂર્વ છે, જે બીજે જોવામાં આવતાં નથી.
વળી, એમણે “પાર્શ્વના ચરિત', “અનંતનાથસ્તોત્ર “વીતરાગસ્તવ” ઉપરાંત દર્શનવિષયક “પ્રમાણુપ્રકાશ” નામનો નાનો ગ્રંથ રચ્યું છે.