Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાલકી કાલ
[ પ્રશ્ન
૨૨ ]
એમ જણાય છે કે બૃહત્કલ્પસૂત્રની વૃત્તિ લખતાં લખતાં જ આ. મયગિરિનું અવસાન થયું હશે. ‘ જંબૂદીપ-પ્રાપ્તિ ' પરની એમની વૃત્તિ નાશ પામી હાવાનું વિધાન સત્તરમા સૈકાના ટીકાકાર પુણ્યસાગર અને શાંતિ, કયુ છે,૪૬ પણ એ વૃત્તિની પ્રતિ જેસલમેરના ભંડારમાંથી મળી આવી છે. તત્ત્વાર્થ સૂત્ર ઉપર પણ એમણે વૃત્તિ રચી હતી, જે આજે ઉપલબ્ધ નથી.
જિનવલ્લભસૂરિ : આ. અભયદેવસૂરિના શિષ્ય આ. જિનવલ્લભસૂરિને આ. દેવચંદ્રસૂરિએ આચાર્ય પદવી આપી હતી. તેએ આગમ અને સાહિત્યના વિદ્વાન હતા. તેઓ ક્રાંતદી વિચારક હતા. એમણે પાંચને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણા કરી હતી. આ. જિનવલ્લભસૂરિએ અનેક ગ્રંથાની રચના કરી છે : ૧, પિંડવિશુદ્ધિ પ્રકરણ, ૨. ગણુધરસા શતક, ૩. આમિકવસ્તુવિચાર, ૪. કર્માદિ વિચારસાર, ૫. સંઘપટ્ટક, ૬. ધર્મશિક્ષા, ૭. વધુ માનસ્તવ, ૮. વિવિધ ચિત્રાત્મક સ્તેાત્રો વગેરે. આ. જિનવલ્લભસૂરિના શિષ્ય રામદેવે વિ. સં. ૧૧૭૩(ઈ. સ. ૧૧૧૭) માં રચેલા ‘બડસ્તિકાવચૂણિ 'નામક ગ્રંચમાં જણાવ્યું છે કે આ. જિનવલ્લભ સૂરિએ વિ. સં. ૧૧૬૪(ઈ. સ. ૧૧૦૮)માં પેાતાનાં સઘળાં ચિત્રકાવ્ય ચિતાના વીરપ્રભુના મંદિરમાં ભીંત પર ઉત્કીર્ણ કરાવ્યાં હતાં, એ મદિરના દ્વારની બંનેે બાજુએ ‘ધર્મ શિક્ષા' અને ‘સધપટ્ટક' ગ્રંથ કાતરાવ્યા હતા.
શાંતિસૂરિ : આ. નેમિચંદ્રસૂરિના શિષ્ય આ. શાંતિસૂરિએ પેાતાના શિષ્ય મુનિચંદ્રની પ્રાર્થનાથી સં. ૧૧૬૧(ઈ. સ. ૧૧૦૫)માં ‘પૃથ્વીચદ્રચરિત’ નામક ગ્રંથ પ્રાકૃતમાં ૭૫૦૦ Àાકપ્રમાણ રચ્યા છે.
મલધારી હેમચદ્રસૂરિ : રાજા કર્ણદેવે જેમને મલધારી ’ બિરુદ આપ્યું હતું તે હ પુરીય ગચ્છના આ. અભયદેવસૂરિના શિષ્ય હૅમચંદ્રસૂરિ નામે હતા. રાજશેખરસૂરિ પોતાની પ્રાકૃત દ્વચાશ્રયમહાકાવ્ય' પરની વૃત્તિ( વિ. સ. ૧૩૦૭– ઈ. સ. ૧૨૫૧ )ની પ્રશસ્તિમાં જણાવે છે કે હેમચદ્ર પૂર્વાશ્રમમાં પ્રદ્યુમ્ન નામે રાજસચિવ હતા અને એમણે ચાર પત્નીઓને ત્યજીને આ. અભયદેવસૂરિના ઉપદેશથી દીક્ષા લીધી હતી. દીક્ષિત-અવરથામાં એમના ઉત્તમ ચારિત્ર્યને જોઈ તે રાજા સિદ્ધરાજ જયસિંહે એમના ઉપદેશથી પાતાના રાજ્યમાં ૮૦ દિવસનુ અભારિપત્ર લખી આપ્યું હતું. વળી, એમના ઉપદેશથી જિનચૈત્યનાં શિખરાને સાનાના કળશ-દડાથી શણગારવામાં આવ્યાં હતાં. રાજા સિદ્ધરાજ એમનુ વ્યાખ્યાન સાંભળવા સ્વયં આવતા હતા.૪૭ મલધારી આ. હેમચંદ્રે અનેક ગ્રંથ રચ્યા છે, જે લગભગ એક લાખ શ્લોકનું પરિમાણ ધરાવે છે. તેમાં મુખ્ય ૧. જીવસમાસ વિવરણ (વિ. સ. ૧૧૬૪-ઈ. સ. ૧૧૦૮ ), ૨. ભવભાવના
: