Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૭૨ ] સેલંકી કાલ
[ પ્રછે. આ લેખ લક્ષ્મીધરની કાવ્યપ્રતિભાનો પરિચય કરાવે છે. લક્ષ્મીધરે “ભગવત્રામકૌમુદી' ગ્રંથ રચે છે. એને પુત્ર અનંતાચાર્ય વેદ-વેદાંગને પારગામી. વિદ્વાન હતું.
ત્રિપુરાંતપ્રશસ્તિ ને કતાં ધરણીધર સંસ્કૃત ભાષાના જાણકાર હોવાનું એ પ્રશસ્તિથી જણાય છે.
વંથળીમાંથી વાઘેલા-સોલંકી સારંગદેવને એક ઉકીર્ણ લેખ મળે છે. તેને કર્તા શ્રીધર વડનગરને વતની હતો. એ લેખની રચના ઉચ્ચ કેટિનું કવિત્વ બતાવે છે. એ લેખથી માધવ નામના એક વિદ્વાનને પરિચય પણ મળે છે.
આ સિવાય ગણદેવી પ્રશસ્તિ ન કર્તા ચંદ્રસૂરિ સારો વિદાન હોવાનું જણાય છે. વળી “ખંભાત પ્રશસ્તિ અને કર્તા સામ, અચલેશ્વરને કાવ્યમય શિલાલેખ રચનાર વેદશમ, કુમારપાલનો કિરાડુ લેખ રચનાર નરસિંહ, ભીમદેવ ૨ જાની પ્રશસ્તિ રચનાર પ્રવરકીતિ અને અર્જુનદેવના સમયને કાંટેલામાંથી મળેલ. અભિલેખ લખનાર હરિહર સંસ્કૃત ભાષાના સારા કવિ હોય એમ એમણે રચેલી તે તે પ્રશસ્તિથી પ્રતીત થાય છે.
કવિ સંમેશ્વર, સુટ કવિ, કવિ હરિહર, મદન કવિ, નાનાક પંડિત વગેરે વિઠાને વાઘેલા–સેલંકી કાલમાં થયા. ઘણું કવિ મંત્રી વસ્તુપાલના આશ્રિત હતા.
નાગર કવિ નાનાક નગર (આનંદપુર) પાસે આવેલા ગુંજા ગામનો વતની હતા. એ દાદિ શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, વ્યાકરણ (ખાસ કરીને કાતંત્ર) રામાયણ, મહાભારત, સાહિત્ય, શાસ્ત્રો, કાવ્ય, છંદ, નાટક, અલંકારશાસ્ત્ર વગેરેમાં નિષ્ણાત હતો.
કૃષ્ણ નામના પંડિતે “કુવલયાધચરિત’ રચેલું. એ “અષ્ટાવધાની” હાઈ બાલસરસ્વતી” તરીકે ઓળખાતો. ગણપતિ વ્યાસે વીસલદેવે કરેલા ધારાધ્વસ વિશે મહાપ્રબંધ રચેલે. આ બંને કવિઓએ નાનાકની એકેક પ્રશસ્તિ પણ રચી છે.
યશોધર નામને ગૌડ બ્રાહ્મણ પંડિત જનાગઢમાં થઈ ગયો, જેણે આયુવેંદના રસશાસ્ત્ર પર “રસપ્રકાશ-સુધારક” નામે ગ્રંથ રચ્યો છે. જૈન કવિઓ અને વિદ્વાને
આ સમયમાં જેને માટે પાટણ ધર્મતીર્થ અને વિદ્યાતીર્થ પણ હતું. ગુજરાતમાં ધોળકા, આશાપલ્લી, ભરૂચ અને ખંભાત જેવાં જૈનોનાં કેંદ્રસ્થળ હતાં. પાટણમાં ચૈત્યવાસી પંડિત ચૈત્ય સાથે સંલગ્ન પસાળામાં સ્થિર રહીને અને