Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨ સુ ]
ભાષા અને સાહિત્ય
[ ૨૭૩
સુવિહિત આચાર્યે ઉપાશ્રયમાં અમુક સમય વિતાવીને સાહિત્યિક રચના કરતા રહેતા અને સાથેાસાથ પેાતાના શિષ્યોને આગમવાચના, તર્ક, લક્ષણ, અને સાહિત્યનું અધ્યયન કરાવતા રહેતા, જે પ્રવૃત્તિ બૌદ્દોના નાલંદા વિદ્યાપીટનુ સ્મરણ કરાવે છે. ગમે તે વિદ્વાનને પાટણ આવીને વિદ્યાનેાના પરિચયની છાપ મેળવવાની લાલચ રહ્યા કરતી. પાટણના પંડિતાની વિદ્યાકસેાટીમાંથી પસાર થયેલી વ્યક્તિ વિદ્વાન તરીકે સત્ર સમાન પામતી એથી જ અન્યત્ર વિદ્યાધ્યયન કરતા મુનિએ ધામિ`ક કે વિદ્યાકીય બહાને એક વાર આ ક્ષેત્રમાં આવતા અને પાંડિત્યનું પ્રશસાપત્ર મેળવતા. તેઓ જનાનાં કેંદ્રસ્થાનેામાં રહીને રચનાએ કરતા અને વિષ્ટિ પતિ પાસે એનુ સંશાધન કરાવતા.
જૈનાચાžએ જોકે સાહિત્યપ્રવૃત્તિને આરંભ પ્રાકૃત ભાષા દ્વારા કર્યાં, પણ સમય જતાં સંસ્કૃત, અપભ્રંશ અને દેશી ભાષાએમાં પણ એમણે રચનાએ કરી. એમાં કેટલાક વિદ્વાનેાએ તેા સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં રચના કરી છે, તેા સ ંસ્કૃત અને પ્રાકૃત કે સ ંસ્કૃત અને દેશી ભાષામાં વિવિધ પ્રકારની એક જ વિદ્વાનની રચનાએ પણ પ્રાપ્ત થાય છે. વળી, એમણે સાહિત્યના લલિત તેમજ શાસ્ત્રીય અધા જ પ્રકારેામાં સફળ રચનાઓ કરી છે. અહીં વિંતરનિઝને અભિપ્રાય નોંધવા ઉપયાગી થઈ પડશે : ‘ ભારતીય સાહિત્યના એક પણ પ્રદેશ એવા નથી, જેમાં જૈનોનું વિશિષ્ટ સ્થાન ન હોય. સૌથી વધારે તે એમણે વિપુલ કથાસાહિત્ય સર્જ્યું`` છે, એમણે મહાકાવ્યા અને સુદીર્ધાં કથાનકો લખ્યાં છે, નાટકો અને તેાત્રોની રચના કરી છે. કેટલીક વાર ઉચ્ચ સાહિત્યિક કાવ્યરચનાઓ દ્વારા અલકૃત સંસ્કૃત કવિતાના સર્વાંચ્ય લેખા સાથે સ્પર્ધા કરી છે, અને શાસ્ત્રીય વિષયાના ઉત્તમ ગ્રંથ આપ્યા છે.'પ
આવા વિદ્વાનેમાં વાદી-દેવસૂરિ, રત્નપ્રભસૂરિ, હેમચ'દ્રસૂરિ, દેવભદ્રસૂરિ, અમરચંદ્રસૂરિ, નરચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ (ખીજા) અને ઉદયપ્રભસૂરિ જેવા ઉચ્ચ કોટિના સાહિત્યિક વિદ્યાનેાનાં નામ આપી શકાય.
આ કાલમાં ગૃહસ્થ વિદ્વાને પણ મળી આવે છે. તેઓમાં કેટલાક તે મંત્રીઓ જેવા હાફેદાર હતા, છતાં એમની વિદ્યાપ્રિયતાને લીધે એમણે ઉચ્ચ કોટિની રચનાઓ આપી છે. એ વિદ્વાને પૈકી ૫. ધનપાલ, કવિ શ્રીપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, યશઃપાલ, આસડ, કુમારપાલ રાજા, ચંડપાલ, દુČભરાજ, જગદેવ, વાગ્ભટ અને વસ્તુપાલ વગેરે પ્રસિદ્ધ વિદ્વાના થઈ ગયા છે.
સા. ૧૮