Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પર મું ] ભાષા અને સાહિત્ય
[ ર૭૯ - કવિ ઇંદ્ર ઃ જેનોના દિગંબર મતના કવિ ઈદ્ર “રત્નમંજરીકથા” નામે સુંદર ગ્રંથ રચ્યો છે, જેમને કવિ સેડલે પિતાના મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. એમનું ઉપર્યુકત કાવ્ય હજી મળ્યું નથી.
કાયસ્થ કવિ સેઢલ (ઈ. સ. ૧૦૨૬ થી ૧૦૫૦) ચૌલુક્ય રાજા ભીમદેવ ૧ લા ના સમયમાં ગુજરાતનો દક્ષિણ ભાગ “લાટનામે ઓળખાતે હતે. એના પર દક્ષિણના ચાલુક્ય રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. એ લાટ દેશની રાજધાનીનું નગર ભરૂચ હતું. ત્યાં વિદ્યાપ્રેમી અને કવિઓનો પ્રેરણાદાતા વત્સરાજ નામે રાજા હતા. એ રાજાની રાજસભાને મુખ્ય વિદ્વાન સોઢલ નામે કવિ કાયસ્થ વંશનો હતો. એણે બાણની “કાદંબરી' ની શૈલીએ “ઉદયસુંદરી’ નામે સરસ કવિત્વપૂર્ણ ગદ્યબદ્ધ ચંપૂકયા રચી છે. ૧૫
કથાના આરંભમાં કવિએ પિતાના વંશને પરિચય આપતાં વલભીમાંથી પિતાના કાયસ્થ કુળની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કેટલીક વિગતો આપી છે અને “ઉદયસુંદરી કથા’ની એક કથાની પદ્ધતિએ રચના કરી છે.
કવિ કોંકણ પ્રદેશના શિલાહારવંશીય રાજાઓના પરિચયમાં આવતાં એમની સભામાં પણ સારો સત્કાર પામે હતો.
કવિના ગાઢ મિત્રો પૈકી એક ચંદનાચાર્ય, જેમણે અશોકવતીકથા' નામક ગ્રંથ રચ્યો છે અને બીજા જેમને નાગાર્જુન રાજાએ ખગ્ગાચાર્ય'ના બિરુદથી પ્રસિદ્ધિ આપી હતી તે વિજયસિંહસૂરિ, એ બંને વેતાંબર જૈનાચાર્ય હતા. એ સિવાય કવિ મહાકીર્તિ, જે ત્રણ ભાષાને વિદ્વાન હતા, અને “રત્નમંજરી'ને નિર્માતા દ્ધ કવિ-બંને દિગંબર જૈન હતા, તેમને કવિ સાદર ઉલ્લેખ કરે છે.'
શિલાલેખેના આધારે આ ચંદૂકથાને ઈ. સ. ૧૦૨૬ થી ૧૦૫૦ના સમય વચ્ચે મુકી શકાય. ૧૭
હરિભદ્રસુરિ બૃહગચ્છના માનદેવસરિ અને એમના શિષ્ય જિનદેવ ઉપાધ્યાયના શિષ્ય હરિભદ્રસૂરિએ પાટણમાં જયસિંહદેવના રાજ્યમાં આશાવર સનીની વસતિમાં રહીને “બંધસ્વામિત્વ” નામક કર્મગ્રંથ પર ૬૫૦ શ્લેકપ્રમાણ વૃત્તિ સં. ૧૧૭૨(ઈ. સ. ૧૧૧૬)માં રચી છે. એ જ વર્ષમાં પાટણમાં આશાપુરવસતિમાં રહીને જિનવલ્લભરિના “આગમિકવસ્તુવિચારસાર' (ષડશીતિ) ગ્રંથ પર ૮૫૦ શ્લોક-પ્રમાણ વૃત્તિ રચી છે. એ વર્ષમાં પ્રાકૃતમાં “મુનિપતિચરિત' પર ગાથામાં રચ્યું છે. વળી, પ્રાકૃતમાં “શ્રેયાંસનાથચરિત ૬૫૮૪ ગાથામાં જયસિંહદેવના રાયકાલમાં રચ્યું છે. એમણે ઉમાસ્વાતિએ રચેલા