Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮૦ ]
સોલંકી કાલ
[ .
પ્રશમરતિ” પ્રકરણ ઉપર ૧૫૦૦ શ્લેક-પ્રમાણ વિવરણ પાટણમાં ભણશાળી ધવલના પુત્ર યશોનાગના ઉપાશ્રયમાં રહીને સં. ૧૧૮૫(ઈ. સ. ૧૧ર૯) માં રચ્યું છે. ૧૮ વળી એ જ વર્ષમાં ૫૦૦ શ્લેષ્મમાણ ક્ષેત્રસમાસ-વૃત્તિ” અને “જબૂર દ્વિીપસંગ્રહણી-વૃત્તિ” પણ રચી છે.
સૂરાચાર્યઃ સૂરાચાર્ય ચિત્યવાસી દ્રોણાચાર્યના શિષ્ય હતા. પૂર્વાશ્રમમાં તેઓ દ્રોણાચાર્યના ભાઈ સંગ્રામસિંહના પુત્ર મહીપાલ નામે હતા એટલે ભત્રીજા મહીપાલને દ્રોણાચાર્યે દીક્ષા આપી, એમને ભણાવી–ગણાવી “સુરાચાર્ય' નામથી પ્રસિદ્ધિ આપી.
સૂરાચાર્ય શબ્દ, પ્રમાણુ અને સાહિત્યશાસ્ત્રના પારગામી વિઠાન હતા. એમની પાસે કેટલાયે મુનિઓ અધ્યયન કરતા હતા.
માળવાના રાજા ભોજની વિદ્વત્સભાને પરાજય કર્યો હતો અને ભજવ્યાકરણની રચનામાં ભૂલ બતાવી ભેજને આશ્ચર્યાન્વિત કર્યો હતો તેથી જ એમના ઉપર ક્રોધે ભરાયો હતો.૧૯ પછી તે ધનપાલની સૂચનાથી સૂરાચાર્ય ગુપ્ત રીતે ધારામાંથી વિહાર કરી પાટણ પહોંચી ગયા હતા.
સુરાચાર્યું કષભદેવ અને નેમિનાથના ચરિતરૂપે “ઋષભ-મિ કાવ્ય 'નામે દ્વિસંધાનકાવ્યની સં. ૧૯૦(ઈ. સ. ૧૦૩૪)માં રચના કરી છે.
ધનેશ્વર મુનિઃ આ. જિનેશ્વરસૂરિ અને આ. બુદ્ધિસાગરસૂરિના શિષ્ય જિનભસૂરિ, જેઓ આચાર્ય થયાં પહેલાં ધનેશ્વર મુનિના નામથી ખ્યાત હતા, તેમણે વિ. સં. ૧૯૫(ઈ. સ. ૧૦૩૯)માં ચાવલી(ચંદ્રાવતી)માં “સુરસુંદરી' નામે કથાગ્રંથ ૨૫૦૦ ગાથા પરિમાણમાં મોટી બહેન સાથ્વી કલ્લામણમતિના આદેશથી રમે છે. આ કથા ૧૬ પરિચ્છેદમાં વિભક્ત છે અને આમાંનાં ઉપમા, દ્વેષ, તેમજ રૂપકથી વિભૂષિત વર્ણન ઉત્તમ કાવ્યકોટિનાં છે. રસના વૈવિધ્યમાં કવિએ પિતાનું અનેખું કૌશલ બતાવ્યું છે. એકંદરે આ એક પ્રેમકથા છે. આમાં પિતાની પ્રિયતમાના લાંબા વિરહ પછી વિદ્યાધરનું લગ્ન થયાની વાત આવે છે. આમાં આંતરકથાઓ પણ ઘણું છે.
શાંતિસુરિ: થારાપદ્રગથ્વીય આ. શાંતિસૂરિ રાજા ભીમદેવ ૧લાના સમયમાં કવિ અને વાદી તરીકે વિખ્યાત હતા. એમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પર પ્રમાણભૂત “શિષ્યહિતા” નામક વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદથી પૂર્ણ સમર્થ ટીકાગ્રંથ છે. આમાં પ્રાકૃત અંશ વિશેષ હોવાથી એ “પાઈયટીકા” નામથી પણ ઓળખાય છે. આ સિવાય એમણે ' જીવવિચાર પ્રકરણ” અને “ચત્યવંદન-મહાભાષ્યગ્રંથ પણ રચ્યા છે.