Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૭૬ ]
સેલંકી કાલ
[ પ્ર.
વાદમાં ક્રમશઃ નિર્બલતર, નિર્બલ, સબલ અને સબલતર એમ ઉત્તરોત્તર પક્ષને રસ્થાન આપી તત્કાલીન બધા વાદોને વિરતારપૂર્વક સંગ્રહ કર્યો છે. છેવટે સબલતમ અનેકાંતવાદના પક્ષને ઉપસ્થિત કરી એ વાદનું શ્રેષ્ઠત્વ સ્પષ્ટ કર્યું છે. આ સિવાય પ્રમાણ, પ્રમેય આદિ વિષય ઉપર એ જ ક્રમે વ્યાખ્યાન કર્યું છે. આવા દાર્શનિક સાહિત્યની રચનાથી તેઓ “તપંચાનન” અને “ન્યાયવનસિંહ” જેવાં બિરદોથી ખ્યાતિ પામ્યા છે.
આ અભયદેવના શિષ્ય ધનેશ્વસૂરિ માલવપતિ મુજ(ઈ. સ. ૯૭૨-૭૪ થી ૯૯૩-૯૮)ની સભામાં માન્ય વિદ્વાન હતા.
પ્રદ્યુમ્નસૂરિઃ ચંદ્રગચ્છમાં થયેલા આ. બુદ્ધિસાગરસૂરિના શિષ્ય આ. પ્રદ્યુમ્નસૂરિ ઈ. સ.ની દસમી શતાબ્દીમાં થયા છે. એમણે “મૂલશુદ્ધિ પ્રકરણ” અપર નામ “સ્થાનક પ્રકરણ” નામે ગ્રંચ પદ્યમાં રચ્યો છે. આમાં ગુરુને ઉપદેશ, સમકૃવશુદ્ધિ તથા જિન-પ્રતિમા અને પૂજન-વિષયક વિધિનું વર્ણન કર્યું છે. આ પ્રકરણ ઉપર એમના શિષ્ય આ. દેવચંદ્રસૂરિએ સં. ૧૧૪૬(ઈ. સ. ૧૦૮૯)માં ટીકા રચી છે, જેમાં અનેક કથાઓ દ્વારા ગ્રંથના આશયને વિશદ કર્યો છે.
દેવગુપ્તસૂરિ : ઊકેશગચ્છના દેવગુપ્તસૂરિએ ૧૩૭ પ્રાકૃત ગાથાઓમાં નવય–પયરણ” નામક ગ્રંચની રચના કરી છે. સૂરિ થયા પહેલાં એમનું નામ જિનચંદ્રગણિ હતું. આમાં મિથ્યાત્વ, સમ્યફવ, શ્રાવકનાં બાર વ્રત અને સંલેખના વિષયના ૧ યાદશ, ૨ યતિભેદ, ૩ યત્પત્તિ, ૪ દોષ, ૫ ગુણ, ૬ યતના, ૭
અતિચાર, ૮ ભંગ અને ૯ ભાવના-આ નવ પદો દ્વારા નવ-નવ ગાયાઓમાં વિચાર કરે છે.
સ્વયં દેવગુપ્તસૂરિએ સં. ૧૦૭૩ માં આ ગ્રંથ ઉપર સ્વપજ્ઞ ટીકા રચી છે, જેનું નામ “શ્રાવકાનંદકારિણી છે. આમાં કેટલીયે કથાઓ આવે છે.
આ સિવાય દેવગુપ્તસૂરિના પ્રશિષ્ય અને સિદ્ધસૂરિના શિષ્ય તથા બીજા સિદ્ધસૂરિના ગુરભાઈ યશોદેવસૂરિએ વિ. સં. ૧૧૬૫માં એક વિવરણ રચ્યું છે. દીક્ષા સમયે વિવરણ કારનું “ધનદેવ” નામ હતું. પણ ટીકાનું વિસ્તૃત સ્પષ્ટીકરણ આ વિવરણમાં છે. આમાં અનેક દાર્શનિક અને ચાચિક વાતો આલેખાઈ છે. આ વિવરણનું ચક્રેશ્વરસૂરિએ સંશોધન કર્યું હતું. ૯૫૦૦ શ્લેકપ્રમાણ આ વિવરણમાં વસુદેવસૂરિને નિર્દેશ છે. આ વસુદેવસૂરિએ “ખંતિકુલય” નામક કૃતિ રચી છે.
ઉલ્વટ : આનંદપુર-વડનગરનો નિવાસી વલ્વેટને પુત્ર મહાપંડિત ઉધ્વટ