Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૭૦ ] સેલંકી કાલ
[ પ્ર. દેશ્ય શબ્દ મળે છે - ના, ઠા, ક્રિમણ, યુગ, લ , ગુલ વગેરે.
આવા દેશ્ય શબ્દનું મૂળ મળી આવતું નથી. એ માત્ર સાહિત્યમાં વહેતી રીતે રૂઢ સ્વરૂપમાં પ્રયોજાયા છે. એનો અર્થ પણ મોટે ભાગે વાક્યના સંદર્ભ ઉપરથી પકડી શકાય. આમ આ સાહિત્ય શબ્દકેશની દષ્ટિએ વિપુલ શબ્દસંગ્રહ કરવાનું સાધનરૂપ પણ છે. એકલા હેમચંદ્ર દેશીશબ્દસંગ્રહ જેવો કેશગ્રંથ આપીને આપણા ભાષાશાસ્ત્રને સમૃદ્ધ બનાવવાને રતુત્ય પ્રયત્ન કર્યો છે.
આવા દેશ્ય શબ્દોમાંથી કેટલાક ગુજરાતી ભાષામાં પણ આવ્યા છે ને વધુ વિકાસ પામી ગુજરાતીકરણ પામ્યા છે. સાહિત્ય
પ્રસ્તુત કાલમાં પાટણ અને આનંદપુર (વડનગર) વિદ્યાર્ક હતાં. આનંદપુર વેદપાઠી બ્રાહ્મણોનું ધામ હતું. આ સમયમાં બ્રાહ્મણ વિદ્વાન ઘણા થયા છે, બહુ ઓછા વિદ્વાનોએ ગ્રંથરચનાઓ કરી છે. કેટલાક વિદ્વાનોનાં નામ મળે છે તેઓમાં રાજા મૂળરાજ ૧ લા ને સમયમાં વચ્છાચાર્ય અને દીર્ઘચાય નામે હતા, --જેમને દાનશાસનો અપાયાં હતાં. એમાં આ બંનેને સર્વવિદ્યાનિધાન જણાવ્યા છે.
નગર તરીકે પ્રસિદ્ધિ પામેલા આનંદનગર(વડનગર)ના બ્રાહ્મણેમાં ગુલેચાકુલને સેલ નામે બ્રાહ્મણ પંડિતરત્ન ગણાતે હો તે મૂલરાજ ૧ લાને રાજપુરોહિત બ ને ખૂબ ખ્યાતિ પામે. એના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થતા રહ્યા. સોલને પુત્ર લલ્લશમાં ચામુંડરાજ રાજપુરોહિત હતો. એને પુત્ર મુંજ દુર્લભરાજ પુરોહિત બન્યો. એનો પુત્ર સોમ ભીમદેવનો પુરોહિત થયો. સોમને પુત્ર આમશર્મા કર્ણદેવનો પુરોહિત થયો. એને પુત્ર કુમાર (૧ લો) જયસિહદેવનો માનીતો હતો. એ પછી આમિગ, કુમાર (૨ ) અને સોમેશ્વર ભીમ ૨ જાના પુરોહિત હતા. સેમેશ્વરના પિતા કુમારે સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) માં આ. મુનિરત્નસૂરિએ રચેલા “અમસ્વામિચરિત'નું સંશોધન કર્યું હતું.
આ જ કુમાર કવિ ભીમદેવ ર જાના સમયમાં સં. ૧૨૫૫ ના અરસામાં ગુજરાતને વરિષ્ઠ ન્યાયાધીશ હતો એ વાત “અમસ્વામિચરિતના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. સોમેશ્વરે કીર્તિકૌમુદી’ અને ‘સુરત્સવ’એ બે મહાકાવ્ય, “ઉઘાઘરાધવ' નામે નાટક વગેરે ગ્રંશે રચીને મહાકવિ તરીકેની કીર્તિ પ્રાપ્ત કરી.
સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ શ્રી ભાવબૃહસ્પતિ મનાથમાં મઠાધીશ