Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ પ્ર.
૨૪]
સોલંકી કાલ ભારતના અન્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ એ સમયમાં ગુલામીની. પ્રથા હતી. દાસ-દાસી અર્થાત ગુલામ ખરીદતાં, વેચાતાં, દાનમાં અપાતાં અને ધન મળતાં મુક્ત પણ કરાતાં. કૌટિલ્યના “અર્થશાસ્ત્ર'માં તથા સ્મૃતિઓમાં એને લગતાં વિધાન છે. સંસ્કૃત “યાશ્રય” કાવ્ય (૪-૯૨)માં ત્રણ સુંદર સ્ત્રીઓ અથવા છસાત જુવાનેના બદલામાં ખરીદાતા ઘડાને ઉલેખ છે. ૨૭ દાસીના વેચાણના રીતસરના દસ્તાવેજ અથવા એના નમૂના “લેખપદ્ધતિમાંથી મળે છે તેમાંથી પહેલા બેનું શીર્ષક “દાસીપત્રવિધિ” છે, જ્યારે બીજા બેનું શીર્ષક “રવયમાગતદાસીપત્રવિધિ” એવું છે. દાસ-દાસીની પ્રથા વિશે અનેક વિગતે એમાંથી જાણવા મળે છે. બધા દસ્તાવેજોમાં સં. ૧૨૮૮ ના વૈશાખ સુદ ૧૫ની તિયિ છે. પહેલા દસ્તાવેજમાં કહ્યું છે કે પરરાષ્ટ્ર ઉપર ધાડ પાડવામાં આવી ત્યારે રાણા પ્રતાપસિંહે પકડેલી સોળ વર્ષની ગૌરવર્ણ પyતી નામે દાસીને. માથે ઘાસ મૂકીને ચૌટામાં વેચી અને એ વ્યવહારક આસધરે રાણા પ્રતાપસિંહને પ૦૪ વીસલપ્રિય દ્રશ્ન આપીને દાસીકર્મ માટે જાહેર રીતે ખરીદી, માટે હવે પછી આ દાસીએ વ્યવહારકના ઘરમાં ખાંડવું, દળવું, લીંપણ કરવું, કચરો કાઢવો, ઈધણ લાવવાં, પાણી ભરવું, જાજરૂ સાફ કરવું, દોહવું, વવવું, છાસ લાવવી, ખેતરમાં નીંદવું–કાપવું વગેરે બધું કામ અકુટિલ બુદ્ધિથી કરવું. દાસીને એના. માલિકે વૈભવનુસાર ભેજન આચ્છાદનાદિ વગર માગ્યે આપવું, વેચનારખરીદનાર બંને પક્ષની તથા ચાર રક્ષપાલની સહીઓ અને નગરવાસીઓની સાક્ષીઓ દસ્તાવેજમાં છે. બીજા દસ્તાવેજમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર ઉપર રાણા વીરધવલે આક્રમણ કર્યું ત્યારે પકડાયેલી ગૌરવણું, સુલક્ષણા, સોળ વર્ષની અમુક નામની દાસીને રાજ અમુકે ૬૦ દ્રશ્નના મૂલ્યથી વેચી છે. દાસીનાં કર્તવ્ય અગાઉના દસ્તાવેજમાં છે તેવાં જ વર્ણવેલાં છે. આમાં વેચનારના અને દાસીના નામને બદલે “અમુક” એવો ઉલ્લેખ છે તથા (અગાઉના દસ્તાવેજમાં નિર્દિષ્ટ, પ૦૪ દ્રશ્મની તુલનાએ) માત્ર ૬૦ દ્રમ્મમાં દાસીઓનું વેચાણ નોંધાયું છે એ ઉપરથી અનુમાન થાય છે કે મહારાષ્ટ્ર ઉપરના આક્રમણ સમયે ઘણું સ્ત્રીઓ પકડાઈ હશે અને એમના વેચાણ માટે દસ્તાવેજને સામાન્ય ખરડો તૈયાર થયો હશે, જેમાં નામે પછીથી મૂકવામાં આવ્યાં હશે. દાસીનું મૂલ્ય ઘટવાનું પણ એ કારણ હશે. : “સ્વયમાગતદાસીપત્રવિધિ ' એ શીર્ષક નીચેના પહેલા દસ્તાવેજો સાર નીચે પ્રમાણે છે: મહીતટ પ્રદેશમાં સિરનાર ગામના જગડ રાજપૂતની સંપૂરી. નામે દસ વર્ષની પુત્રી એ પ્રદેશમાં દુષ્કાળ પડતાં તથા ફેઓનું આક્રમણ થતાં,