Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૪ ] સેલંકી કાલ
[પ્ર. ઈ. સ. ૧૧૭૭) તથા અપભ્રંશ “નેમિનાથ ચરિત'ના આધારે ડે. ઉમાકાંત શાહે બતાવ્યું છે કે ચૌલુક્યના તમામ સિક્કાઓ અને રાજકીય મુદ્રાઓ ઉપર લક્ષ્મીની આકૃતિ હતી.૨૯ “ચંદ્રપ્રભચરિત'ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે વિમલશાહને પિતા મંત્રી વીર ચૌલુક્ય રાજાઓની ટંકશાળનો ઉપરી હતું. શ્રીમાલની ટંકશાળ વિશે અનેક આધારભૂત ઉલ્લેખ મળે છે.૩૦ “પ્રભાવચરિત' અનુસાર મેધાવી શિષ્ય મુનિચંદ્રના નિવાસ માટે શાંતિસૂરિએ પાટણમાં ટંકશાલાની પાછળ આવેલા એક મકાનમાં વ્યવસ્થા કરી હતી. (“વાદિવેતાલશાંતિરિચરિત' બ્લેક ૮૬)-આ સર્વ પ્રમાણે બતાવે છે કે પરરાષ્ટ્રિય નાણું ગુજરાતનાં બજારો અને નાણાવટમાં સારા પ્રમાણમાં પ્રચલિત હોય તો પણ ચૌલુક્ય રાજાઓએ પિતાના સિક્કા પડાવ્યા હતા; એ સિક્કાઓની પ્રાપ્તિનો પ્રયત્ન એ સમયનાં વસવાટનાં સ્થળોમાં ઉખનનો દ્વારા કરવાની જરૂર છે. માળવાના પરમારના સમૃદ્ધ રાજ્યના અનેક સિક્કાઓનાં નામ “દ્રવ્ય પરીક્ષામાં તથા અભિલિખિત અને સાહિત્યિક સાધનોમાં છે, પણ એ રાજયના એકેય સિક્કાની પ્રત્યક્ષ પ્રાપ્તિ હજી થઈ નથી એ ઘટના સોલંકી કાલના સિક્કાની વિરલતા સાથે સરખાવવા જેવી છે.
સાહિત્યિક અને ઉકીર્ણ સાધનોમાંથી કેટલાક પ્રચલિત સિકકાઓનાં નામ મળે છે. નિષ્ક, બિસ્ત, ક્રમ, ભાગક, રૂપક, કાકિણ, કાર્લાપણ, પણ, પ્રસ્થ, શર્ષ એ સિકકાઓના ઉલ્લેખ “થાશ્રય” અને એની ટીકામાં છે. ૧ “પ્રબંધચિંતામણિમાં નિષ્ક, કમ્મ અને વિપકના તથા અભિલેખમાં કમ્મ, વિશપક, રૂપક અને કાર્લાપણના ઉલ્લેખ છે. ૨ હેમટંકા-સુવર્ણટંકાનો ઉલ્લેખ “પ્રબંધકોશ” (પૃ. ૧૦૯) આદિમાં છે. આ ઉદાહરણાત્મક ઉલ્લેખ છે, મૂલા સાધનેમાંથી સંપૂર્ણ તારણ નથી, પણ વ્યવહારમાં નાનામોટા સિક્કાઓનો વ્યાપક પ્રચાર તે એ ઉપરથી સિદ્ધ છે.
શ્રીધરાચાર્યના “ગણિતસાર' ઉપર સં. ૧૪૯(ઈ.સ. ૧૩૯૩) માં રાજકીર્તિમ લખેલી જૂની ગુજરાતી ટીમમાંથી નાણાં અને તેલમાપનાં કોષ્ટક નીચે પ્રમાણે મળે છે. (પાટણના એક મોઢ વણિક કુટુંબનાં બાળકોના પઠન માટે એ હરતપ્રત લખાયેલી હોઈ એની વ્યવહારુ ઉપયોગિતા રપષ્ટ છે.)૨૩ નાણાં (૧) ૨૦ વરાટક (કડી) = ૧ કાકિણું (૨) ૨૦ કોડી = ૧ વિપક ૪ કાકિણી = ૧ પણ
૫ વિશેપક = ૧લેહડિG ૧૬ પણ = ૧ પુરાણ
૪ હડિઉ = ૧રૂપક પ રૂપક = ૧ કમ્મ