Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું] આર્થિક સ્થિતિ
[ ૨૪૫ વિશેષ સંગઠિત બની હશે એમ અનુમાન કરવાનું કારણ છે; તે જ પછીના સમયમાં મહાજનનું પ્રાબલ્ય સમજાવી શકાય. સારંગદેવ વાઘેલાના સમયની વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં માળીઓની શ્રેણી( માળ)નો ઉલ્લેખ છે. અને એ શ્રેણીમનાથના મંદિરમાં પ્રતિદિન ૨૦૦ કમળ અને કરેણનાં ૨૦૦૦ પુષ્પ આપશે એવું વિધાન છે.” આવી અનેક શ્રેણીઓ સાથેના રાજ્યના સંબંધેની દૃષ્ટિએ “શ્રેણિકરણ” જેવું સરકારી ખાતું અસ્તિત્વમાં હોય એ સંભવિત છે. ૨૧ “વર્ણકસમુચ્ચય'માં એક સ્થળે મંત્રીને “સમસ્ત મહાજન-પ્રધાન” કહ્યો છે૨૨ એ રાજ્યવહીવટમાં મહાજનોને જે અવાજ હશે તેનું સૂચક છે.
ગુજરાતનું રાજય વેપારી દષ્ટિએ આબાદ હતું અને દેશવિદેશ સાથે અનેક વિધ આર્થિક સંબંધ હતા. એમ છતાં સોલંકીઓના સિક્કા હજી સુધી ખાસ મળ્યા નથી એ આશ્ચર્ય જેવું છે. પ્રબંધમાં તથા “લેખપદ્ધતિ” આદિ સાધનોમાં મળતા ભીમપ્રિય, કુમારપાલપ્રિય, લૂણસપ્રિય,૨૩ વિશ્વમલપ્રિય-વીસલપ્રિય૨૪ આદિ દ્રમ્મના ઉલ્લેખ મળે છે અલાઉદ્દીન ખલજીની દિલ્હીની ટંકશાળના ઉચ્ચ અધિકારી ઠફકર ફેરની પ્રાકૃત “દ્રવ્ય પરીક્ષા ”(૧૩ મા સૈકાને અંત કે ૧૪મા સૈકાને આરંભ)ના “ગુજરી મુદ્રા” પ્રકરણ(પૃ. ૨૭-૨૮)માં ગુર્જરપતિ રાજાઓની બહુવિધ મુદ્દાઓનાં વિવિધ નામ (જુનવરાયાનં વિઠ્ઠમુ વિવિ. નામાડું) આપવામાં આવ્યાં છે; એમાં કુમરપુરી (કુમારપાલની), અજયપુરી (અજયપાલની), ભીમપુરી (ભીમદેવની), લાવણસાપુરી (લવણુપ્રસાદની), અર્જુનપુરી (અર્જુનદેવની મુદ્રાઓ અને સારંગદેવ નરપતિની મુદ્રાઓ તથા તેઓના વજન વગેરેને ઉલેખ છે. આ પરથી અનુમાન થાય છે કે તે તે રાજા પિતાના સિક્કા પડાવતો હશે. લખનૌ મ્યુઝિયમમાંના સેનાના બે સિદ્ધરાજ-નામાંકિત અણઘડ સિક્કા, જે ખરેખર ચૌલુક્ય સિદ્ધરાજના હોય તે, એના માલવવિજય પ્રસંગે પાડવામાં આવ્યા હશે, એમ કેટલાક વિદ્વાનો માને છે. પ્ર. હેડીવાલાના સંગ્રહમાંના કેટલાક નાના સિક્કાઓ ઉપર “શ્રીમરાજયસિંહ” એવા અક્ષરો વાંચી એ સિદ્ધરાજ જયસિંહના હેવાનું શ્રી ગિરજાશંકર આચાર્યો સૂચવ્યું હતું. ૨૫ ઝાંસી પાસે પંડવાહાથી મળેલા કેટલાક સિકકાઓ ઉપર “સિદ્ધરાજ’ એવા અક્ષર વંચાય છે. મહેસાણા પાસેના પિલવાઈમાંથી ચાંદીના ઘાટીલા સિક્કા મળ્યા છે તેઓની ઉપર “શ્રીમજ જયસિંહ” એવા અક્ષર હોઈ એ સિદ્ધરાજ જયસિંહના હેવા સંભવ છે. ૨૭ કુમારપાલ—નામાંકિત કેટલાક સિક્કા ગુજરાત બહારથી મળ્યા છે તે ચૌલુક્ય કુમારપાલના સંભવે છે અને પ્રવાસીઓ કે વેપારીઓ દ્વારા એ બહાર ગયા હોય એમ બને.૨૮ હરિભદ્રસૂરિકૃત પ્રાકૃત “ચંદ્રપ્રભયરિત' (સં. ૧૨૩૩,