Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧ મું]. પરિશિષ્ટ
[ ૨૬૫ ૪. ઉમાશંકર જોશી, “ પુરાણોમાં ગુજરાત,” પૃ. ૧૫૨-૧૫૩ 724. A. S. Altekar, op. cit., pp. 33 ff. 4. Forbes, Rasmala ( New Edition ), Vol. I, p. 245 ૬. ભો. જ. સાંડેસરા, “ઈતિહાસ અને સાહિત્ય,” પૃ. ૨૫ ૭. એ વેળા ભરૂચનાં મોટાં અને ઊંચાં મકાન યુરોપના એ સમયનાં સારાં શહેરોનાં
મકાને સાથે સરખાવાય એવાં હતાં એમ એક ઇતિહાસકાર નેધે છે. એ વેળા ભરૂચમાં ઊંચી જાતના રેશમને સારો વેપાર હતો, પણ પોર્ટુગીઝ લશ્કરના સરદાર ડી. મેનીઝીસે એનો એ ભારે નાશ કર્યો કે પોર્ટુગીઝ ઇતિહાસમાં એ “મેનીઝીસ
ભરૂચી” નામે પ્રસિદ્ધ થયો. ૮. એ વખતની ભરૂચની સમૃદ્ધિને એક દાખલો નેધપાત્ર છે. શાહજહાં સામે બળવો
થયે ત્યારે ગુજરાતના શાહજાદા મુરાદ બક્ષે વેપારીઓ પાસેથી ઉછીનાં નાણાં લીધાં હતાં તે મહેસૂલમાંથી પાછાં આપવાનો હુકમ એણે લખી આપેલો, એમાં ખંભાત બંદરની આવકમાંથી રૂ. ૧,૫૦,૦૦૦ અને ભરૂચ બંદરમાંથી રૂ. ૭૫,૦૦૦, સુરતના વેપારી શાંતિદાસ ઝવેરીના પુત્ર માણેકચંદને આપવા એમ લખેલું હતું-(“મીરાતે
અહમદી,” પૃ. ૨૪૬). ૯. આ અરસામાં ભરૂચની વાર્ષિક પર બે લાખ રૂપિયાની ગણાતી. બંદર ખાતાને
ઉપરી નૌકાધ્યક્ષ “મીર બહેરી” તરીકે ઓળખાતો. એના તાબામાં કાનૂન (જકાત ઉઘરાવનાર), મુશરીફ, તહસીલદાર (જકાત વસૂલ કરનાર), ઘોડેસવાર અને યાદાની નિમણૂક થતી. કાનૂનગો અને અન્ય હોદ્દેદારો પોતાની કામગીરીના મહેનતાણું બદલ આવકની ચોથાઈ રકમ કાપીને રાજ્યની તિજોરીમાં ભરતા. અનાજ નીરખનાર “વીણ”, મીઠા ખાતાને ઉપરી “હીંડીઆ” અને મીઠું માપનાર “મપારા” કહેવાતો. આજે ભરૂચનદભાગોમાં “વીણ”, “ડી” અને “મપારા”
અટક ધરાવતાં કુટુંબ છે. 20. Bombay Gazetteer, Vol. II, P1. I : Broach, p. 438 ૧૧. ભરૂચથી નદી તરફના જે દરવાજેથી મલબાર અને મક્કા જવાનાં વહાણ ઊપડતાં
તે મલબારી કે મક્કી દરવાજા તરીકે આજે ઓળખાય છે. ૧૨. ગુજરાતના સુલતાન મહમૂદ ત્રીજાએ ૧,૫૦૦ જેટલાં ગુરાબ જાતનાં લડાયક વહાણું
ભરૂચ, સુરત, ઘોઘા, ખંભાત અને દમણમાં બનાવવા હુકમ કરેલો (M. S. Commissariat, Studies in the History of Gujarat, p. 14 ).