Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ
ભરૂચનું બંદર
લગભગ ૧૬૦૦ કિ. મી.(૧,૦૦૦ માઈલ)ને વિશાળ સાગરકાંઠા ધરાવતા ગુજરાતનું સ્થાન જગતના નકશામાં એવી રીતે આવેલું છે કે એ પૂર્વના દૂર દૂરના દેશે સાથે સીધે જ દરિયાઈ સંપર્ક ધરાવી શકે. ગુજરાતના મુખકાર સમા દ્વારકાના કાંઠે પશ્ચિમ ભણી મેં રાખીને ઊભા રહીએ તે જમણા હાથે ઈરાનને અખાત, ડાબા હાથે એડનને અખાત અને નાકની દાંડીએ અરબસ્તાન આવે. બહેરીન, મસ્કત, એડન અને યેમેનને ગુજરાતનાં વિવિધ બંદરે સાથે અરબી સમુદ્ર દ્વારા સીધે વ્યવહાર પ્રાચીન સમયથી જળવાઈ રહ્યો છે. બેબિલેન, ઈજિપ્ત તથા પશ્ચિમના બીજા દેશો સાથેના ભારતભરના વ્યવહારમાં ગુજરાતનો સાગરકાંઠે વધુ અનુકૂળ આવેતો. ભારતનો ઉત્તર ભાગ, જે પ્રાચીન કાળમાં ઉત્તરાપથ કે આર્યાવર્ત તરીકે ઓળખાતે તે, સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવતો હતો. ગુજરાતનાં બંદર ઉત્તર ભારતની વધુ નજીક હોવાથી, ભારતના આંતરરાષ્ટ્રિય વ્યવહાર માટે દ્વારકા, ભરૂચ, ખંભાત અને સુરત પ્રાચીન સમયમાં મોખરાનું સ્થાન ધરાવતાં હતાં.
ભરૂચનું અસલ નામ “ભરુકચ્છ” હતું. એ આગળ જતાં “ભૃગુકચ્છ” નામે ઓળખાયું. “કચ્છ” એટલે “દરિયાકાંઠાને પ્રદેશ” એવો એક અર્થ છે. ભરૂચ વલભી અને ખંભાતની પેઠે “કોણમુખ” છે. જે સ્થળે જળમાર્ગો તેમજ સ્થળમાર્ગે જવાય તેને “કોણ(બે માર્ગનું)-મુખ' કહે છે. નર્મદાના કિનારે પાઘડીપને પથરાયેલા આ નગરને દરિયાઈ વ્યવહાર માટે સારી અનુકૂળતા સાંપડી છે. અમરકંટકથી નીકળતી નર્મદા ભરૂચ આગળ એક માઈલને પટવિસ્તાર કરે છે ને આગળ જતાં એ ખંભાતના અખાતને મળે છે. પાસેના અરબી સમુદ્રથી જગતનાં અન્ય બંદરો સાથેને દરિયાઈ માર્ગ ખુલે થાય છે. ઈ.સ. પૂર્વેના સમયથી ઇજિપ્ત, ચીન, અરબસ્તાન, યુરોપ, આફ્રિકા અને ઈરાન જેવા દેશો. સાથે ભરૂચના માલની લેવડદેવડ થતી. આજે જેમ મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર ગણાય છે તેમ પહેલાં ભરૂચ હિંદનું બારું ગણાતું. ઈ.સ. થી દોઢેક હજાર વર્ષ પૂર્વેની ઇજિપ્તની કબરમાંથી હિંદનું મલમલ મળ્યું છે, જે બારીગાઝા(એ વેળાના ભરૂચ)નું ગણાય છે. રેશમ, ચિનાઈ વાસણ, સ્પિકનાર્ડ, ડિલિયમ, મશરૂ, દારૂ, કાંસું, પરવાળાં, આયના, સુર, કેર, બુંદ (કૉફી), અફીણ,
સે. ૧૭