Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ર૬ર ] સેલંકી કાલ
[ પ્ર. જીન એવાં સારાં બનાવતા કે એ વખતના ગુજરાતમાં વસતા યુરોપિયને ભરૂચથી એ માલ મંગાવતા. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે અહીંના ઘણા કસબી ચાલ્યા. ગયા. સ્વસ્થ પરિસ્થિતિમાં કેટલાક પાછા આવ્યા ત્યારે તેઓ રેશમી તથા સુતરાઉ સજની (રજાઈ) બનાવવાનો નો કસબ લેતા આવ્યા. આજે પણ ભરૂચની સૂજનીઓ પરદેશ પહોંચે છે. મુરિલએ એ કસબને જાળવી રાખ્યો છે.
ઈ.સ. ૧૮૫૨ માં અમદાવાદના ઉદ્યોગપતિ શ્રી રણછોડલાલ છોટાલાલે, ભરૂચમાં સૂતરનું પ્રથમ કારખાનું રૂપિયા ચાર લાખના ભડળથી શરૂ કરેલું, પરંતુ પાછળથી એ બંધ કરવું પડ્યું અને એમણે અમદાવાદમાં એ ઉદ્યોગ સ્થાપ્યા. ભરૂચમાં નંખાયેલું કારખાનું સારી રીતે ચાલ્યું હોત તો એને પગલે. અનેક મિલે ભરૂચમાં શરૂ થઈ હતી અને એની સિકલ બદલાઈ ગઈ હત.
બ્રિટિશ અમલની શરૂઆતમાં કાપડ અને ની નિકાસના કારણે ભરૂચ ધીકતું, બન્યું. એની શેરીઓ પરદેશીઓથી ઊભરાવા લાગી. એ વેળા ભરૂચ બંદરે દર વર્ષે ૧૫૦ થી ૨૦૦ ટનની શક્તિ ધરાવતાં ૪૦,૦૦૦ જેટલાં વહાણોની અવરજવર થતી. ખજૂર, નાળિયેર, મેંગલોરી નળિયાં, પથ્થર, કાંદા અને મીઠું એ બધી ચીજોની આયાત થતી. આસોથી ફાગણ માસની મસમમાં બસરા અને ઈરાકથી લગભગ ૫૦૦ વહાણ મારફતે ત્રણ કરોડ કિ.ગ્રા. ખજૂર ભરૂચ બંદરે ઊતરીને. રેલવે મારફતે રાજસ્થાન, મધ્ય ભારત અને ગુજરાતનાં શહેરોમાં રવાના થતું. એક વહાણમાં એકથી સવા લાખ નાળિયેર ભર્યા હોય, એવાં સેંકડો વહાણો. મારફતે ૧૦ થી ૧૨ કરોડ નાળિયેર મલબાર અને ગોવાથી અહીં આવતાં. ભરૂચ. જિલ્લાની મુખ્ય બે પેદાશ કપાસ અને લાંગ હેઈ, રૂની ગાંસડીઓ મુંબઈ અને લાંગ છેક મલબાર લગી પહોંચતી. મલબારના સાહસિક મેમણ અને મોપેલા વેપારીઓને ભરૂચ બંદર સાથે ધમધોકાર વેપાર ચાલતો હતો.૧૧ આ ઉપરાંત કપાસિયા, કઠોળ, છોટાઉદેપુર વિસ્તારનાં ઈમારતી લાકડાં અને કોલસા એ સર્વ ચીજો ભરૂચથી સૌરાષ્ટ્રનાં વિવિધ બંદરોએ જતી, તો તેલ, મગફળી, સિંગાળ, એ ચીજો સૌરાષ્ટ્રનાં બંદરેથી ભરૂચ આવતી.
અહીંથી અરબરતાન અને ઇજિપ્ત જનારાં વહાણ માર્ચમાં ઊપડી સપ્ટેમ્બરમાં પાછાં આવતાં, તે ઈરાની અખાતમાં જનારાં વહાણ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જઈએપ્રિલમાં પાછાં ફરતાં. મોટાં વહાણ બનાવવાનો પણ અહીં ઉદ્યોગ ચાલતો.૧૨ એ. વહાણના ઉદ્યોગમાં પાછળથી પારસીઓ સંકળાયેલા હતા. વહાણ બનાવનારા વાડિયા કહેવાતા. આજે પણ ભરૂચમાં “વાડિયા' અટક ધરાવનારાં પારસી કુટુંબ વસે છે.
ઈ. સ. ૧૯૩૯ થી ૧૯૪૪ ના બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન રેલવે વેગનની