Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું ] સામાજિક સ્થિતિ
[ ર૩ પિતા અને શ્વશુરના કુટુંબને દુર્ભાિવશાત ભિક્ષાટન કરતું જોઈ એકાકિની, અધોમુખી નીકળી ગઈ. અતિશય કંગાલ હાલતમાં ભીખ માગતી, દેવસ્થાન, મઠ, પ્રપા, સદાવ્રત વગેરેમાં નિવાસ કરતી એણે એક ચાહડને પગે લાગી એને આશ્રય. માગ્યો તથા એનું દાસીકર્મ કરવાનું સ્વીકાર્યું. ચેથા દસ્તાવેજને મજકૂર પણ આવે જ છે. એમાંની સ્વયમાગતા દાસી બાર વર્ષની અને મૃતભર્તૃકા છે. એમાંની વિગતોમાં વિશેષ એટલું છે કે મૂલ્યક્રતા દાસીને ગીરો મૂકી શકાય, દાનમાં. આપી શકાય, દ્રવ્ય કે વસ્તુના બદલામાં વેચીને વહાણે ચડાવી પરદેશમાં મેકલી. શકાય.૨૯ દસ અને બાર વર્ષની “સ્વયમાગતદાસી” વિશેના દસ્તાવેજ ઉપરથી અનુમાન થાય છે કે અરક્ષિત વ્યક્તિઓની નિરાધાર દશાને ગેરલાભ લેવાતા હશે. બીજી બાજુ એવી વ્યક્તિઓ માટે માત્રાજારિ વિના, પડી રહેવાનાં પણ કઈ સ્થળ નહતાં એ હકીક્ત છે.
“લેખપદ્ધતિ માં દાસવિયને કઈ દસ્તાવેજ નથી, જે છે તે દાસીવિયના જ છે. “બૃહસ્પતિસ્મૃતિ માં કહ્યું છે કે દાસીની માલિકી લેખ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. સંભવ છે કે દાસનાં વેચાણ-ખરીદી માટે દસ્તાવેજ આવશ્યક ન હેય.
સોલંકી કાલમાં વણેના જ્ઞાતિઓ-પેટાજ્ઞાતિઓમાં વિભાગ થઈ રહ્યા હતા એ આપણે જોયું. પિતાના સભ્યો ઉપર જ્ઞાતિઓનું બળ કેટલું ચાલતું અને પછીના સમયમાં બન્યું તેમ જ્ઞાતિઓ પિતાના સભ્યોને કોઈ અપરાધના કારણે બહિષ્કૃત કરી શકતી કે કેમ એ આપણે જાણતા નથી, પણ અપરાધી કે વંઠેલા. કુટુંબીજનને રાજ્ય દ્વારા બહિષ્કૃત કરાવવાને લગતે એક રસપ્રદ દસ્તાવેજ “લેખપદ્ધતિમાં છે. એ દસ્તાવેજનું શીર્ષક છે “કૃષ્ણાક્ષર-ઉજજવલાલર-વિધિ’ અને એને સારા નીચે મુજબ છેઃ૩ર સંઘવી પદમનો પુત્ર પૂનાક અન્યાયથી વિચરતો. હાઈ એનાં માતા-પિતા અને સંબંધીઓ પત્તનના આદિવાસીઓ સમક્ષ જાહેર કરે છે કે પૂનાકને આથી છાત્રાલરિત કરવામાં આવે છે. હવે પછી એણે કરેલા. કોઈ અન્યાય માટે એના સંબંધીઓ જવાબદાર ગણાશે નહિ.” (પછી પૂનાકના. સંભવિત અપરાધોની એક યાદી આપી છે, જે સૂચવે છે કે એ કઈ રીઢ. ગુનેગાર હશે.) “સંબંધીઓને પૂનાકના મરણનું સૂતક પણ નહિ લાગે. હવે કોઈ સંબંધી એને આશ્રય કે સહાય આપે તો એ આ “કાલાક્ષરિત’ પૂનાક કરતાં પણ અધિક ડગ્ય થાય. એ પૂનાક કરી સદાચારી થવા ઈચ્છતો હોય અને કુટુંબમંડળમાં આવવા ઈચ્છતા હોય તે પણ કુટુંબે પિતાની મુનસફીથી (નિવમનોફા) એને સ્વીકાર નહિ, પણ એનાં પિતા-માતા પક્ષના સર્વ સ્વ