Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ ~
૧૩૨ ].
લકી કાલ વસાવી, ત્યાં રાજધાની બનાવી આસપાસનો પ્રદેશ હસ્તગત કરી રાજ્ય ચલાવવા લાગે. ૧૧ એના સં. ૧૨૩૧ (ઈ. સ. ૧૧૭૫)માં થયેલા અવસાને એને પુત્ર રત રાયધણ સત્તા ઉપર આવ્યું, એના સમયમાં જ લોકેએ થડ ઉપદ્રવ મચાવેલે, પણ તેઓને તાબે કરી એણે રાજય નિષ્કટક કરેલું. એ સં. ૧૨૭૧ (ઈ. સ. ૧૨૧૫)માં અવસાન પામતાં એનો પુત્ર ઓઠા ગાદીએ આવ્યો. એના સમયમાં પણ જતોએ તોફાન કરેલું, પરંતુ બારામાં જામ ગજણ સત્તા ઉપર હતો તેના પુત્ર હાલાની મદદથી જતને કાબૂમાં લીધા.
ઓઠોજી સં. ૧૩૧૧(ઈ. સ. ૧૨૫૫)માં મરણ પામતાં એને પુત્ર ગાહેબ સત્તાધીશ બને. આના સમયમાં જતોએ માથું ઊંચકેલું, પણ બારાના ગજણના. પુત્ર જિયોને પુત્ર અબડો ગાજીને ત્યાં હતો અને જોરાવર હતો એટલે એણે. જતેને દબાવી દીધા.
ગાજીનું સં. ૧૩૪૧(ઈ. સ. ૧૨૮૫)માં અવસાન થતાં એને પુત્ર વેહેણુજી સત્તા ઉપર આવ્યો.
એણે અબડાને રજા આપતાં અબડો ખુશીથી છોડી ગયો અને પિતાના નાના. ભાઈની સાથે રહી અબડાસા અને મોડાસા નામે પછીથી જાહેર થયેલા તે તે. પ્રદેશમાં બેઉ ભાઈ સ્વતંત્ર રીતે સત્તા ભોગવવા લાગ્યા.
વેહેણછ સં. ૧૩૭૭ (ઈ. સ. ૧૩૨૧)માં મરણ પામતાં એનો પુત્ર મૂળવો. સત્તા ઉપર આવ્યું. વેહેણજીના સમયમાં જ અણહિલપુર પાટણને અલાઉદ્દીન ખલજીની ફોજે કબજે લઈ ગુજરાતમાંથી રાજપૂત-સત્તા નાબૂદ કરી નાખી તેથી કચ્છ ઉપર હવે ગુજરાતના સોલંકી-વાઘેલાઓની સત્તા રહી નહોતી. એ સમયે જાડેજાઓની મુખ્ય સત્તા લાખિયાર વિયરોમાં રાજધાની રાખી ચાલુ રહી હતી,
જ્યારે અબડાસામાં અને મોડાસામાં અબડે અને એના નાના ભાઈ મેડની સત્તા હતી. અબડાસાની રાજધાની અબડાના દાદાના વખતથી બારામાં હતી અને એ જ અબડાસાની પણ હોવાની શક્યતા છે.
૩. ભદ્રેશ્વરનું પડિયાર રાજ્ય વિરધવલના સમયમાં ભદ્રેશ્વરમાં ભીમસિંહ પડિયારની સત્તા હતી. એના દરબારમાં સામંતપાલ, અનંગપાલ અને ત્રિલોકપાલ એ નામના ત્રણ નકર હતા. તેઓ પ્રથમ વિરધવલ પાસે નોકરી માટે ગયેલા, પણ મોટા દરમાયા માગતાં વિરધવલે પાનનું બીડું આપી વિદાય કર્યા હતા. વોરધવલે ભદ્રેશ્વરમાં માથું ઊંચકીને રહેલા ભીમસિંહને પોતાની આણ સ્વીકારવા કહેણ મોકલ્યું હતું, પણ