Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ મું ] સમકાલીન રાજ્ય
[ ૧૩૯ કવાતે ત્યાંની સત્તા અનાદર કરી ખંડણી આપવાનું બંધ કર્યું. અને કુમારપાલ ઉપરની આફતમાં એ મદદ માટે ગયે નહિ, પરંતુ સૌરાષ્ટ્રમાં એનું મોસાળ કે બીજા રાજવંશે એની મદદમાં નહોતા તેથી ફરી સેલંકીઓનું સાર્વભૌમત્વ સ્વીકારવું
પડયું.
રા’ કવાત કુમારપાલનાં સભ્યો સામે લડતાં માર્યો ગયો અને સેલંકીઓની. સત્તા નીચે એને પુત્ર રા' જયસિંહ ૧ લે સેરડની ગાદીએ આવ્યો. રાજ્યસિંહ ૧ (ઈ. સ. ૧૧૫૨-૧૧૮૦)
અહીં એવું જણાય છે કે પ્રભાસપાટણના પ્રદેશ ઉપર ચૌલુક્ય સત્તા હતી અને એના સંદર્ભમાં કુમારપાલની હૂંફથી ભાવબૃહસ્પતિએ સોમનાથના, મંદિરની ગઝનવીએ કરેલી ખરાબીની, નવા જીર્ણોદ્ધારના–મૂળ મંદિરથી દોઢેક ફૂટ ઊંચે લઈને મેરુપ્રાસાદના રૂપમાં મરામત કરી (ઈ. સ. ૧૧૬૮).
ઈ. સ. ૧૧૭૨ માં કુમારપાલના અવસાન પછી અજયપાલ ગાદીએ આવ્યા. અને ઈ. સ. ૧૧૭૬ માં એ ગુજરી ગયો એટલે સગીર કુમાર બાલ મૂલરાજ ગાદીનશીન થયો. એ સમયે રાજ્યના વાલી તરીકે ભેળા ભીમદેવ હતા. ઈ. સ. ૧૧૭૮ માં ગઝનીને મયુઝઝુદ્દીન છેક ગુજરાત ઉપર ચડી આવ્યા તે વખતે જે સામંતો એની મદદે પહોંચ્યા તેમાં રા' જયસિંહ પણ હતો, આ કારણે પાટણ અને. સેરઠ વચ્ચે મૈત્રી મજબૂત બની, એને કારણે સોલંકી ચડાઈઓ બંધ થઈ ભીમદેવને કન્યાની બાબતમાં આબુના જેતસી પરમાર સાથે મનદુઃખ થતાં એણે. આબુ પર ચડાઈ કરી ત્યારે રા' જયસિંહ એની મદદે ગયે, જયાં યુદ્ધમાં એ, મરાઈ ગયે (ઈ.સ. ૧૧૮૦). રા' રાયસિંહ (ઈ. સ. ૧૧૮૦-૧૧૮૪)
રા' જયસિંહ પછી એને પુત્ર રા' રાયસિંહ ગાદીએ આવ્યું, જે ઈ. સ. ૧૧૮૪ માં મરણ પામ્યો. રા' મહિપાલ ૨ જે (ઈ. સ. ૧૧૮૪-૧૨૧).
રા’ રાયસિંહ પછી એને પુત્ર ગજરાજ રા' મહીપાલ નામ ધારણ કરીને સેરઠને સત્તાધીશ બને. એના સેનાપતિ ચૂડામણિએ વાયવ્ય સરહદેથી ચડી આવેલા વત્સરાજને સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે પરાજય આપી માર્યો. ચૂડામણિની દૂફથી રા' મહીપાલની આકાંક્ષા તળગુજરાત સર કરવાની હતી. કુબુદ્દીન ઐબક આ અરસામાં ગુજરાત-સૌરાષ્ટ્રને રગદોળવા લાગ્યા હતા, પણ આમ છતાં ભીમદેવની સામે થવાની હિંમત કરી શકાઈ નહોતી. ચૂડામણિ પાટણ તરફ ન જતાં વત્સરાજના સાળાઓ આલા અને ઉદ્દલની રાજધાની મહેલા (વિંધ્ય) ઉપર ચડાઈ