Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ મું ]
રાજ્યતંત્ર
[૨૧૦
ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું બાલવા હોઈ શકે. આમ દંડાહી–પથકનો વિસ્તાર મહેસાણા-વીસનગર તાલુકાથી માંડીને કડી-કલેલ તાલુકાના ઉત્તર ભાગ સુધી હેવાનું માલૂમ પડે છે.
દંડાહી-પથકની દક્ષિણપૂર્વે ચાલીસા-પથક હતો. એને ઉલ્લેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૮૩(ઈ.સ. ૧૨૨૭) ના દાનપત્રમાં થયો છે. એમાં જણાવેલાં વડસર તથા ચુયાંતિજ ગામ કલોલ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલાં છે ને બાજુનું એક ગામ કલેલ તાલુકાની પૂર્વે આવેલા દસક્રોઈ તાલુકા(જિ. અમદાવાદ)ના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલું છે. ૧° આ પથકનું વડું મથક ચાલીસા કડી તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું ચલાસણ હોવાનું સૂચવાયું છે, પરંતુ ચાલીસા” નામ ચાલીસ ગામની સંખ્યા પરથી પડ્યું હોય એ વધુ સંભવિત છે.
આ પથકના સૂચિત વિસ્તાર પરથી સારસ્વતમંડલ ઉત્તરપશ્ચિમે બનાસ નદી સુધી, પૂર્વે સાબરમતી નદી સુધી, ઉત્તરે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા સુધી, દક્ષિણપૂર્વે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકા સુધી, દક્ષિણે મહેસાણા જિલ્લાના કડી-કલેલ તાલુકાઓ સુધી અને દક્ષિણ પશ્ચિમે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકા સુધી વિસ્તૃત હોવાનું માલુમ પડે છે. ટૂંકમાં, એમાં હાલના મહેસાણા જિલ્લાનો ઘણેખર ભાગ સમાઈ જતે તે ઉપરાંત આજુબાજુના જિલ્લાઓના સમીપવર્તી ભાગોને પણ સમાવેશ થતો. અચૅ મંડલ
કચ્છ પ્રદેશને વહીવટ કચ્છમંડલ તરીકે થતો. આ મ ડલને ઉલ્લેખ ખાસ કરીને ભીમદેવ ૧ લાનાં દાનશાસનમાં થયો છે. ૧૧૨ સં. ૧૦૮૬(ઈ.સ. ૧૦૩૦)ના દાનપત્રમાં ઘડહકિકા-૧૨ નામે પેટા વિભાગને પણ ઉલ્લેખ છે. ઘડહડિક એ ગેડી(તા. રાપર) હોઈ શકે, અલબત્ત ગેડીને સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના શિલાલેખમાં વૃતઘટી” કહી છે. ઘડહડિકા-૧ર માં જણાવેલાં સ્થળ ઓળખી શકાતાં નથી. એવી રીતે સં. ૧૦૯૩(ઈ.સ. ૧૦૩૭)ને દાનપત્રમાં જણાવેલું સહસચાણા ગામ પણ ઓળખાતું નથી. ૧૧અ એની સાથે જણાવેલું વેકરિયા હાલનું વેરા (તા. રાપર તેમજ તા. માંડવી) હોઈ શકે. જભગન ગામનું દાન જણાવતું સં. ૧૧૧(ઈ. સ. ૧૦૬૧)નું દાનપત્ર ભદ્રેશ્વર(તા. મુંદ્રા)માં મળ્યું છે. એમાં જણાવેલાં સ્થળ પણ ઓળખી શકાયાં નથી.
સિદ્ધરાજ જયસિંહને સં. ૧૧૫(ઈ. સ. ૧૧૩)ના શિલાલેખમાં પ્રાયઃ કચ્છમંડલનો અને ભદ્રેશ્વર વેલાકુલબંદર)નો ઉલ્લેખ આવે છે. ૧૧૩ અજુનદેવના સં. ૧૩૨૮(ઈ.સ. ૧૨૭૨)ના શિલાલેખમાં વૃતઘટી વિભાગના રવ રામને