Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[ગ
૨૧૬ ]
લકી કાલ આ પથકમાં પાટણ તાલુકા ઉપરાંત સિદ્ધપુર તાલુકાના ઉત્તર ભાગને પણ સમાવેશ થતો હશે.
વાલય-પથકની પૂર્વે આવેલ ધાણદાહાર-પથક એ સારસ્વતમંડલના ઉત્તર ભાગમાં આવેલે પથક છે. એને ઉલેખ ભીમદેવ ૧ લાના પાલનપુર તામ્રપત્રમાં થયે છે.૮ આ પથકનું વડું મથક ધાદા એ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પૂર્વ ભાગમાં આવેલું હાલનું ધાણધા છે. આ પથકમાં પાલનપુર તાલુકા ઉપરાંત ડીસા તાલુકાનો સમાવેશ થતો હશે. ધાણદા અગાઉ આહારનુંય વડું મથક હશે, તેથી પથક “ધાણદાહાર ” નામે ઓળખાતો હશે.
આ પથકની દક્ષિણે વિષય-પચક નામે પથક હતો. એને ઉલેખ ત્રિભુવનપાલના દાનપત્રમાં થયો છે. ૧૦૦ વિષય પથકમાં આવેલાં ભાષર અને એની આસપાસનાં ગામો પૈકી ઘણાંખરાં ગામ સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમી આવેલાં છે. ૧૦૧ કુમારપાલના સં. ૧૧૯૯ ઈ. સ. ૧૧૪૩)ના અપ્રસિદ્ધ દાનપત્રમાં જણાવેલું વિષય-પથકમાંનું મૂણવદ ગામ પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલું મર્દ લાગે છે, આથી વિષય–પચક પાટણ તાલુકાના દક્ષિણ પૂર્વ ભાગમાં, સિદ્ધપુર તાલુકાના દક્ષિણ ભાગમાં અને વિસનગર તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું ગણાય. આ પથકનું વડું મથક જાણવા મળ્યું નથી. કર્ણદેવ ૧ લાના સં. ૧૧૪૮(ઈ. સ. ૧૦૯૨)ના દાનપત્રમાં જણાવેલા આનંદપુર–૧૨૬ વિભાગમાં સિદ્ધપુર-પાટણ તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલાં ગામને સમાવેશ થતો હેર એ વિભાગ આગળ જતાં વિષય-પથકમાં ફેરવા લાગે છે. તો એનું વડું મથક આનંદપુર(વડનગર) હોઈ શકે. મૂળમાં આનંદપુર વિષય હશે તે પથક થતાં “વિષય-પથક” તરીકે પ્રચલિત થયે હશે.
વિષય-પથકની દક્ષિણે વહી-પથક હતિ. ૧૦૩ એને ઉલેખ ભીમદેવ ૨ જાના સં. ૧૨૫૬ (ઈ. સ. ૧૨૦૦)ના તામ્રપત્રમાં તેમજ ત્રિભુવનપાલના તામ્રપત્રમાં થયા છે.૧૪ પહેલા તામ્રપત્રમાં જણાવેલાં કડાગ્રામ અને એની આસપાસનાં અભિજ્ઞાત ગામ તથા મહિસાણા(મહેસાણા) ગામ હાલના વીસનગર તાલુકાના દક્ષિણ ભાગમાં અને મહેસાણા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલાં છે ૧૫ ત્રિભુવનપાલના તામ્રપત્રમાં જણાવેલાં રાજપુરિગ્રામ અને એની આસપાસનાં ગામ કડી તાલુકાના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલાં છે. મહાપુરિસરિય'ની સ. ૧૨૭ (ઈ. સ. ૧૧૭૧)ની તાડપત્રીય પ્રતિની પ્રશસ્તિમાં જણાવેલું પાલાઉદ્ર ગ્રામ મહેસાણાની નજીક આવેલું હેઈ દંડાવ્ય (દંડાહી) પથકની અંતર્ગત લાગે છે. ૧૦૭ “લેખપદ્ધતિમાં દદાહીમ (દંડાહી) પથકમાં જણાવેલું બાલૂઆ૮ કલેલ તાલુકાના