Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
[ ર૧૯૯
વેશ થતો. એ પેટા વિભાગમાં પેટલાઉદ્ર(પેટલાદ) આવેલું હતું. વિનયચંદ્રસૂરિની “કાવ્યશિક્ષા (૧૩ મી સદી)માં પેટલાઉદ્રને ચતુરત્તર(ચરોતર) સમૂહનું વડું મથક જણાવ્યું છે ૧૨૨ “લેખપદ્ધતિમાં ખેટકાધાર-પથકને પણ ઉલ્લેખ છે.૧૨૩ ખેટક મંડલનું વડું મથક એ હાલનું ખેડા છે. આમ આ મંડલમાં ખેડા જિલ્લાને. તથા ઉત્તરપૂર્વે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાનો સમાવેશ થતો. - કર્ણદેવનાં નવસારી તામ્રપત્રોમાં લાદેશની અંતર્ગત નાગસારિકા-વિષયને. ઉલ્લેખ થયો છે. ૧૨૪ આ વિષયનું વડું મથક નાગસારિકા એ નવસારી (જિ. વલસાડ) છે. આ વિષયની અંદર તલભદ્રિકા-૩૬ નામે પેટા વિભાગ હતો. એમાં. જણાવેલાં ગામ વલસાડ જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં છે. તલભદ્રિકા એ નવસારી તાલુકાનું તેવાડા હોઈ શકે. ત્રિલોચનપાલના તામ્રપત્રમાં લાટ દેશના ધિલીશ્વર કે વિલીશ્વર પથકને, એની અંદર આવેલા ૪૨ ગામોના સમૂહને. અને એરથાણ-૮૦૦ ને નિર્દેશ આવે છે. ૧૨૫ આમાંનું એરથાણ સુરત જિલ્લાના એલપાડ તાલુકાનું એરથાણ હોવાનું સૂચવાયું છે, પરંતુ એ પલસાણા તાલુકાનું એરથાણ હેય એ વધુ સંભવિત છે.૧૨ આમ લાટ દેશનો ઉલ્લેખ આવે છે એ પરથી ત્યારે એ વહીવટી દષ્ટિએ લાટ-મંડલ ગણાતું હોવું સંભવે છે. પથકનું વડું મથક ધિલીશ્વર કે વિલ્લીશ્વર ઓળખી શકાયું નથી.
લાટ-મંડલને વિસ્તાર દક્ષિણે નવસારીથી આગળ થોડે સુધી જ હશે, કેમકે સંયાન(સંજાણુ)-મંડલ પર આ કાલ દરમ્યાન શરૂઆતમાં ઉત્તર કેકણના શિલાહાર વંશની અને એ પછી ગોવાના કદંબવંશની સત્તા પ્રસરી હતી.૧૩૬ગણદેવીના શક વર્ષ ૯૬૪(ઈ. સ. ૧૦૪૨)ના શિલાલેખ પરથી સૂચિત થયું છે કે ત્યાં કદંબ રાજા ષષ્ટ ૨ જાએ મંપિકા(માંડવી) કરાવી હતી. ૨૪આ એ અનુસાર લાટ-મંડલ ત્યારે અંબિકા નદી સુધી ગણાતું લાગે છે.
નાંદિપુરના રાજા ત્રિવિક્રમપાલે નાગસારિકામંડલમાં વાટપદ્રક-વિષયમાં વૈશ્વામિત્રી તટે નાગસારિકા-મંડલની અંતર્ગત અષ્ટગ્રામ-વિષય, જે ૫૦૦ ગામોને સમૂહ હતો, તેમાં સામંત નીમીને નદિપુર-વિષયમાંના ગામનું દાન આપેલું. ૧૨૭ આ પરથી નાગસારિકા(નવસારી) મંડલની અંદર વટપદ્ર(વડોદરા)-વિષય, અષ્ટગ્રામ-વિષય અને નંદિપુર-વિષય હોવાનું માલૂમ પડે છે. નંદિપુર એ નાંદોદ(જિ. ભરૂચ) છે. અષ્ટગ્રામ એ અગ્રામ (તા. નવસારી) હોવું જોઈએ. આ પરથી નાગસારિકા-વિષય ઉત્તરમાં છેક વડોદરા સુધી વિસ્તરતો જણાય છે. - પરમાર ભેજના સમયના તિલકવાડા તામ્રપત્રમાં સંમિખેટકમંડલનો ઉલ્લેખ એ છે. ૧૨૮ એનું વડું મથક સંગમખેટક એ હાલનું સંખેડા (જિ. વડોદરા)