Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૧૮] સેલંકી કાલ
[ પ્ર.. ઉલ્લેખ છે. ૧૧૪ એ હાલનું વાતા. રાપર) છે ને ધૃતઘટી એ એની નજીકમાં આવેલું ગેડી છે. આમ ક૭—મંડલમાં ઉલિખિત ગામો પૈકી કેટલાંકને સમાવેશ. કચ્છ જિલ્લાના રાપર અને મુંદ્રા તાલુકામાં થાય છે.
સૌરાષ્ટ્ર પર સોલંકી રાજાઓનું શાસન કે આધિપત્ય હેવાને ઉલેખ અનેક અભિલેખામાં થયો છે, પરંતુ સુરાષ્ટ્રમંડલને નિર્દેશ ત્રણ અભિલેખમાં જ મળે છે. ભીમદેવ ૨ જાના સં. ૧૨૬૬(ઈ.સ. ૧૨૧૦)ના તામ્રપત્રમાં ૧૫ વામનસ્થલી(વંથળી)ને વડું મથક જણાવ્યું છે. સારંગદેવના વંચળી શિલાલેખમાં. પણ એવું જ ઉદ્દિષ્ટ લાગે છે. વિસલદેવના સં. ૧૩૧૫(ઈ.સ. ૧૨૫૯)ને શિલાલેખમાં ૧૬ ભૂમલિકા(ધૂમલી)ને ઉલ્લેખ છે, પણ એ લેખ રિબંદરમાં મળેલ છે. કર્ણદેવ ૨ જાને શિલાલેખ માંગરોળ(સેરઠ) માં મળે છે. ૧૧૭ આમ આ બધા. ઉલેખ જૂનાગઢ જિલ્લાને લાગુ પડે છે. ભરાણું(તા. જામનગર)ના સં. ૧૨૭૫ (ઈ.સ. ૧૨૧૯)ના શિલાલેખમાં ૧૮ “સૌરાષ્ટ્રદેશને ઉલ્લેખ છે. અર્જુનદેવના સમયના કાંટેલા(તા. પોરબંદર, જિ. જુનાગઢ)ના શિલાલેખમાં ૧૧૯ “સૌરાષ્ટ્ર તથા “સુરાષ્ટ્રના વહીવટી ક્ષેત્રને નિર્દેશ છે. અર્જુનદેવના ગિરનાર શિલાલેખમાં. પાહને સુરાષ્ટ્રને અને સારંગદેવના આમરણ(જિ. જામનગર) શિલાલેખમાં સૌરાષ્ટ્રદેશને અધિકારી કો છે. આ પરથી “સુરાષ્ટ્ર દેશમાં સમસ્ત સૌરાષ્ટ્ર દ્વીપકલ્પને સમાવેશ થતો હોવાનું ફલિત થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમંડલ નાગઢ-વંથળી પ્રદેશનું સૂચક હશે. માંગરોળના સં. ૧૨ ૨(ઈ. સ. ૧૧૪૬)ના શિલાલેખમાં ૧ મંગલપુર(માંગરોળ), ચોરયાવાડ(ચેરવાડ), વલજ(બળેજ) અને વામનસ્થલી, (વંથળી) ઉપરાંત લાઠિદ્રા-પથકને ઉલેખ આવે છે, તેનું વડું મથક માંગરોળ, તાલુકાનું લાઠોદરા છે.
મૂલરાજ ૧ લાના સમયમાં ભૂતામ્બિલી(ધૂમલી)માં રાણક બાષ્ઠલદેવ રાય કરતો હતો ત્યારે અગાઉનું “અપરસુરાષ્ટ્રામંડલ” હવે “નવસરાષ્ટ્રામંડલ” તરીકે ઓળખાતું હતું ને એની અંદરને ભૂતામ્બિલીની આસપાસના પ્રદેશ હવે “જેણુક દેશ” તરીકે ઓળખાતો. પૌર–લાલ (રિબંદર)નો સમાવેશ એમાં થતા.૧૧
સેલંકી-કાલના શરૂઆતના ભાગમાં પરમાર વંશના લેખમાં૧૨• મોહડવાસક-વિષયનો ઉલ્લેખ આવે છે; આગળ જતાં એ ૭૫૦ ગામોનું બનેલું મંડલ ગણાયું. એનું વડું મથક મેહડવાસક એ મોડાસા (જિ. સાબરકાંઠા) છે. આ વિષયનો સમાવેશ ખેટક-મંડલમાં થતે. ખેટકમંડલને ઉલ્લેખ સોલંકી વંશના અભિલેખામાં મળ્યો નથી, પરંતુ “લેખપદ્ધતિમાં “બેટધાર મંડલ'ને ઉલ્લેખ આવે છે. ૧૨ ૧ એની અંદર ચતુરત્તર(ચરોતર) તથા ચતુરાસિકા(રાસી)ને સમા--