Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રરર ] સેલંકી કાલ
[ પ્ર. કરાતી હોઈ જમીનમાલિકે પંચકુલને ૨૧૬ કર્મો કમિશન પેટે ને ૪૦ કશ્મ પર ચૂરણું ખર્ચ પેટે આપવાના હતા. વળી ચડાવો, મળ, માંગલીયક (માંગલિક પ્રસંગને વેરે) અને ચોરા અંગે દેશાચાર પ્રમાણે જે રકમ પડે તે પણ આપવાની હતી. ઉપરાંત એણે પોતાની હદમાં આવતા માર્ગ જાળવવાને હતો.૧૪૪
પંચકુલે મહામંડલેશ્વરને વર્ષે અમુક સરખી(કાયમી) અને ઊધડી(ઊચક) રકમ આપવાની રહેતી. એને લગતા ખતને “સમકરપદક-ઉદ્ધપટ્ટક’ કહેતા.૧૪૫
ઘણી વાર સમસ્ત ગામમાં સરખા પ્રકારની જમીન પર સરખા દરે મહેસૂલ આકારાતું; દા. ત. કાયમી કરવાળી જમીન પર વિશાપક(વીઘા) દીઠ ૨૪ કમ્મ, પિચી સમથલ જમીન પર વિશપક દીઠ ૨૦ કમ્મ, સમથલ પડતર જમીન પર વિપક દીઠ ૧૬ કમ્મ અને પડતર જમીન પર વિશપક દીઠ ૧૦ દ્રમ્મ. ગાડાં છેડવાની જગા કે ગોચરની જમીન માટે મહેસૂલનો દર ઘણે છે હતો. ખેડ માટેના બળદોના ગેચર માટે કંઈ મહેસૂલ લેવાતું નહિ. ચામડાની ચોરી વગેરે ગુનાઓ માટે પણ દંડની જુદી જુદી રકમ મુકરર કરવામાં આવતી. આને લગતા ખતને “ગ્રામસંસ્થા” કહેતા. એ સંસ્થા (વ્યવસ્થા) પ્રમાણે દેશનાં સર્વ ગામોના કર ઉઘરાવાતા.૧૪
જમીનને કબજો હોય, પણ એને લગતું હુકમનામું ન હોય તો એની માલિકી શંકાસ્પદ ગણાતી ને એવી જમીન ડૂલ થતી. એને “હલિકા” કહેતા. પિતાની -જમીનને ડહલિકામાંથી છોડાવવી હોય તો હકદારે ધર્માધિકરણ(અદાલત)માં જઈ -પ્રમાધિકારીઓ(ન્યાયાધીશા)ની આગળ વૃદ્ધજના સાક્ષીનિવેદન આપીને શ્રીકરણ દ્વારા ડોહલિકા-મુક્તિનો લિખિત હુકમ મેળવવો પડત. ૧૪૭
રાજાના આદેશને ભંગ કરનાર ગામ-માલિકનાં ગામ જપ્ત કરવામાં
આવતાં.૧૪૮
| મહેસૂલના અન્ય પ્રકારોમાં મંડપિકા(માંડવી) પર લેવાતા શુલ્ક(જકાત)નો ઉલેખ અનેક અભિલેખોમાં થયું છે. એમાં જુદા જુદા પ્રકારની ચીજો માટે જુદા જુદા દરે જકાત લેવાતી. એની પહોંચ અપાતી તેને “માર્ગાક્ષર' કહેતા.૧૪૯
કેટલીક વાર અમુક સ્થાને જનાર યાત્રિકે પાસે યાત્રાવેરો લેવાતો. સેમનાયની માત્રાએ જતા યાત્રિકે પાસે બાહુલેડ પાસે કર લાખને કર લેવાતો તે રાજમાતા મયણલ્લદેવીએ સિદ્ધરાજ પાસે રદ કરાવ્યો હતો. ૧૫° સારંગદેવના સમયના આબુના શિલાલેખમાં જણાવ્યા મુજબ વિમલ-વસતિ તથા તેજપાલ-વહિના મંદિરના નિભાવ માટે અને કલ્યાણકના ઉત્સવ માટે સ્થાનિક વેપારીઓ પર અમુક લાગા