Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦ મું] સામાજિક સ્થિતિ
[ ર૩૧ વિરોધમાં કહ્યું કે “અમારાં પુનર્લગ્ન પહેલાં ગઠવ્યા પછી તમારી પુત્રીનું પુનર્લગ્ન કરો.” આથી જગએ પિતાની પુત્રીના પુનર્લગ્નને વિચાર છોડી દીધે. આ પ્રસંગ દર્શાવે છે કે તત્કાલીન વણિક સમાજમાં વિધવા-પુનર્લગ્ન નિર્વાહ્ય હેવા છતાં વ્યવહારમાં બને ત્યાંસુધી એને ત્યાજ્ય ગણવામાં આવતું.
લગ્નવિચ્છેદ અથવા છૂટાછેડા સમાજના અમુક વર્ગોમાં પ્રચલિત હશે જ. ચૌલુક્યકાલમાં રચાયેલા “લેખપદ્ધતિ' નામના ગ્રંથમાં લેખ અચવા દસ્તાવેજોના નમૂના છે અને એમાંના ઘણા તો પ્રત્યક્ષ અમલમાં આવેલા ખરેખરા લોખ હોય એમ જણાય છે. “ઢૌકનપત્ર” અથવા લગ્નવિચ્છેદને એક લેખ પણ એમાં છે. લેખન સારાનુવાદ આ પ્રમાણે છે: “શ્રીપત્તનમાં મહામાત્ય શ્રી અમુક મેહર શ્રી ચાંઈઆકને ઢીકનપત્ર આપે છે કે મેહર લૂણીઆકુટુંબમંડળ એકત્ર કરીને પિતાની પુત્રી ચાંઈક પાસેથી છોડાવી છે. એ પછી તે દિવસે કુટુંબસમવાય સહિત મેહર ચાંઈઆકે આત્મીય સ્વજન લેકની જાણપૂર્વક આભીર ધઉલીઆકને ઢીકન-વ્યવહારથી પોતાની પુત્રી આપી છે. ૧૧ ઢીકનપત્ર રાજકુલમાંથી મેળવ્યું છે. હવે કાલાંતરે પણ પૂર્વ કાલનાં પતિપત્નીએ એકબીજાનું મુખ જેવું નહિ. સં. ૧૨૮૮ વર્ષે વૈશાખ સુદિ ૧૫ સેમ. મતું.” લગ્નવિચ્છેદને આ એક વિરલ જને દસ્તાવેજ છે. લગ્નવિચ્છેદના બંને પક્ષકારે “મેર” જાતિના, પણ એ પૈકી સ્ત્રીનું પુનર્લન આભીર જાતિના પુરુષ સાથે કરવામાં આવ્યું છે. સામાન્યતઃ બને છે તેમ, આ બધો વિધિ જ્ઞાતિની પંચાયત સમક્ષ કરવામાં આવ્યું છે, તે પણ આ “ઢૌકનપત્ર” પાટણમાં રાજકુલમાંથી લેવામાં આવ્યું છે. કાં તો આભીર કે રબારી જેવી મેર જ્ઞાતિ પણ એ સમયે ત્યાં હોય અથવા સેરઠમાં સેલંકીઓનું આધિપત્ય થયા પછી ત્યાંના મેર લોકેમાંથી અમુક સૈનિક તરીકે અથવા અન્ય વ્યવસાય અંગે પાટણમાં આવીને વસ્યા હેય. મેર જાતિનો આ બેંધપાત્ર પ્રાચીન ઉલ્લેખ છે,
પરંપરાગત મૂલ્યને કારણે કુલાંગનાનું નૈતિક ઘારણ સામાન્યતઃ ઊંચું હતું, પણ ઉચ્ચ ગણાતા સમાજમાં પણ નૈતિક ખલનની ઘટનાઓ નેંધાયેલી છે. વાઘેલા રાણા લવણુપ્રસાદની પત્ની મદનરાશીએ પિતાના ઘરભંગ થયેલા બનેવી દેવરાજનું ઘર માંડયું હતું અને પોતાના બાળક પુત્ર વિરધવલ સાથે એ ત્યાં રહેતી હતી. લવણુપ્રસાદ દેવરાજનો વધ કરવા ગયો હતો, પણ દેવરાજનો વિરધવલ પ્રત્યે નેહ જોઈ વેરભાવ છોડી એને સત્કાર સ્વીકારી પાછો ફર્યો હતો. વીરધવલને અપર પિતા દેવરાજથી સામણ, ચામુંડ વગેરે ભાઈઓ થયા, જેઓ વિરપરુ તરીકે જગતમાં પ્રખ્યાત થયા. અમુક સમય પછી વિરધવલ માતાના