Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
[ રર૩
નાખ્યા હતા, પરંતુ યાત્રાળુઓ પાસેથી કંઈ કર લેવાની મનાઈ કરી હતી. ઊલટું, આબુ પર ચડતા કે ઊતરતા યાત્રાળુની કંઈ ચીજ ખવાય તે આબુના ઠાકુરોએ એની નુકસાની આપવાની હતી. ૧૫૧
મેહરાજપરાજય” પરથી જાણવા મળે છે તેમ સુરાના વેચાણમાંથી પણ રાજ્યને ઘણું આવક થતી.૧૫ર
અપુત્ર પુરુષનું મૃત્યુ થતાં એની મિલક્ત રાજ્ય તરફથી જપ્ત કરી લેવામાં આવતી ને એમાંથી રાજ્યને ઘણું આવક થતી. ૧૫૩
જમીનની બાબતમાં હિરણ્ય(રેકર્ડ) તથા ભાગના રૂપમાં અપાતા મહેસૂલ ઉપરાંત ફૂલ ફળ બળતણ વગેરેના રૂપમાં અવારનવાર ચીજો પૂરી પાડવામાં આવતી. આને “ગ” કહેતા.૧૫૪ * વળી અપરાધો માટે લેવાતા દંડમાંથી પણ રાજ્યને ઠીક ઠીક આવક
થતી. ૧૫૫
અમુક વસ્તુઓનાં ખરીદ-વેચાણ પર જુદા જુદા દરે કર લેવાતા.૧૫૬ પત અને દસ્તાવેજો
લેખપદ્ધતિમાં જુદા જુદા પ્રકારનાં ખત અને દસ્તાવેજોના નમૂના આપવામાં આવ્યા છે, જેમાંના ઘણું સં. ૧૨૮૮(ઈ. સ. ૧૨૪૨)ના હઈ સોલંકી કાલને લાગુ પડે છે. દાનને લગતાં રાજશાસનના તે અનેક તામ્રપત્રરૂપે ખરા નમૂના મળેલા છે. જ્યારે રાજા કેઈને એના પર પ્રસન્ન થઈ કેઈ દેશ કે ગામ બક્ષિસ આપે ત્યારે એને માટે જે બક્ષિસનામું લખી આપવામાં આવતું તેને
ભૂર્જ પત્તલા (ભૂfપદ) કહેતા.૧૫૭ વણજારને એક સ્થાનથી બીજે સ્થાન જવા દેવાની પરવાનગીને ખતને “દેશોત્તાર” કહેતા.૧૫૮ ગ્રામપટ્ટક, સમકરપટ્ટક અને ઉદગ્રામપટ્ટકનો ઉલેખ ઉપર થઈ ગયો છે. રાજહુંડિકા(રાજહુંડી)માં જણાવેલી રકમ પહેલાં ઉઘરાવેલા પિત્તક(રાજકેશમાં મોકલાવેલી મહેસૂલની રકમ)માંથી ચૂકવવામાં આવતી.૧૫૯ મકાનના કાયમી પટ્ટાને “ગુપ્તપટ્ટક' કહેતા.૧૦ પંચકુલ તરફથી કોઈ વ્યક્તિને અમુક ગામ મુકરર કરેલી વાર્ષિક આવકની ઉચ્ચક રકમે આપવામાં આવતું ત્યારે “ઉત્તરાક્ષર” નામે ખત કરવામાં આવતું. ૧૫૧ અધિકારીની નવી નિયુક્તિને લગતા તને “નિરૂપણા” કહેતા. એમાં અધિકારીની બદલી કરવાની હોય તો જુના અધિકારીને પિતાના સ્થાનનો ચાર્જ એ નવા અધિકારીને ગણું આપવાનું ફરમાવવામાં આવતું ને વધારાની નિમણુક હોય તે એના ઉપરીને એની પાસે નિમાયેલા કર્મચારીને આપવાની રકમ વગેરેને લગતી