Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૯ મું 1 રાજ્યતંત્ર
(૨૧૫ હેવાનું સૂચવાયું છે એ યથાર્થ લાગે છે.૮૭ આગળ જતાં, તેરમી સદીમાં, એની અંદર માત્ર પથક હેવાનું માલુમ પડે છે. વદ્ધિ અને ગંભૂતા વિભાગ પણ પછી પચક તરીકે જ દેખા દે છે.૮૮ સોલંકી વંશનાં દાનશાસનમાં સહુથી વધુ ઉલ્લેખ આ બે પેટા વિભાગનાં ગામોના આવે છે.
ગંભૂતા-પચકનું વડું મથક ગંભૂતા મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલું ગાંભુ છે, જે પુષ્પાવતી નદીના દક્ષિણ તટ પાસે વસેલું છે. મોઢેરો એની દક્ષિણપશ્ચિમે આવેલું છે. ગંભૂતા પથમાં જણાવેલાં ગામ ચાણસ્મા તાલુકામાં ખારી-પુષ્માવતી-રૂપેણ નદીના પ્રદેશમાં આવેલાં છે. ગંભૂતા-પથકમાં ચાણસ્મા તાલુકાની ઉત્તરે આવેલા પાટણ તાલુકાના દક્ષિણપૂર્વ ભાગ(જેમાં સંડેર આવેલું છે)ને તથા સિદ્ધપુર તાલુકાને દક્ષિણ પશ્ચિમ ભાગ(જેમાં સૂનક અને ડાભી આવેલાં છે)ને પણ સમાવેશ થતો હશે એવું સૂચવાયું છે, પરંતુ એ ગામોનો સમાવેશ વિષય–પથકમાં થતું હોય એ વધુ સંભવિત છે. - વહિંપથક ગંભૂતાપથની પશ્ચિમે તથા દક્ષિણ-પશ્ચિમે હતા, ભૌગોલિક દષ્ટિએ આ પ્રદેશ હાલ “વઢિયાર’ તરીકે જાણીતો છે. આ પથકનું વડું મથક મંડલી હતું, જ્યાં મૂલરાજ ૧ લાએ મૂલેશ્વરનું મંદિર બંધાવ્યું હતું. મંડલી અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકામાં આવેલું માંડલ છે, જે વીરમગામની ઉત્તરપશ્ચિમે આવેલું જૂનું નગર છે. હાલ વીરમગામ છે ત્યાં ઘૂસડી નામે ગામ હતું, ત્યાં રાણા લવણુપ્રસાદના પુત્ર રાણું વીરમે વીરમેશ્વરનું મંદિર બંધાવ્યું હતું.૯૧ આગળ જતાં ઘૂસડી આ કારણે “વીરમગામ’ તરીકે જાણીતું થયું લાગે છે. આ ગામ વહિંપથકના દક્ષિણ ભાગમાં હતું. એની દક્ષિણ-પશ્ચિમે લીલાપુર નામે ગામ ભીમદેવ ૨ જાની રાણી લીલાદેવીના નામે વર્યું હતું ને એમાં ભીમેશ્વર તયા લીલેશ્વરનાં મંદિર બંધાયાં હતાં.૯૧ સલખણુપુર રાણું લવણપ્રસાદે પિતાની માતા સલખણદેવીના નામે વસાવેલું ને ત્યાં પિતાના નામે આનલેશ્વરનું તથા માતાના નામે સલખણેશ્વરનું મંદિર બંધાવેલું. એ ચાણસ્મા તાલુકાના દક્ષિણપશ્ચિમ ભાગમાં આવેલું હાલનું શંખલપુર હાઈ વહિંપના ઉત્તર ભાગમાં આવેલું ગણાય. શંખલપુરની પાસે આવેલા બહુચરાજી ગામને બહિચર ગ્રામ તરીકે ઉલ્લેખ આવે છે.૬૩ આમ વૃદ્ધિ પથકમાં ચાણસ્મા તાલુકાના પશ્ચિમ ભાગથી માંડીને એની દક્ષિણે વિરમગામ તાલુકા સુધીના વિસ્તારનો સમાવેશ થતો.૯૪
અણહિલવાડની ઉત્તરે વાલૌય-પથક હતું, જેનો ઉલ્લેખ ભીમદેવ ૨ જાના એક તામ્રપત્રમાં થયે છે.૫ એમાં જણાવેલુ એ પથકનું ગામ મહેસાણા - જિલ્લાના પાટણ તાલુકામાં વોહો નદીના દક્ષિણ કાંઠે આવેલું બાલવા હેઈ શકે ૯૬