Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
[ ૨૧૩ એટલે દેશાધિપ અને “ગ્રામઠકકર' એટલે ગ્રામપતિ.૫ “લાપિક' એટલે વાટમાં સંભાળ રાખનાર વળાવિયે, જેને “વલાપિકા ”(વળામણ) નામે મહેનતાણું આપવામાં આવતું. ૭ “મહંતક” એટલે મહેતે (કારકુન કે ગુમાસ્ત. ૮)
બૃહદાજિક” એટલે જોડેસવાર પિલીસ અધિકારી. ૮ “નિયામક” એટલે પરવાનાવાળી ચીજોને જવા દેનાર અધિકારી.૭૦ કેટલીક વાર ગામને મુખ્ય અધિકારી “બલાધિકૃત” હોત.૭૧ “શીલપત્ર’ના ઉદાહરણમાં “અધિકારી” અને
ખેતમંત્રી ને ઉલ્લેખ આવે છે.૭૨ “અધિકારી ને ઉલ્લેખ બુદ્ધવર્ષના સંજાણુ તામ્રપત્રમાં પણ આવે છે, અહીં એને અય મહેસૂલી અધિકારી થાય છે.?
દાનમંડપિકાને લગતા ખતના ઉદાહરણમાં માંડવી, પથાકીયક અને ઉપરનહીંડીયાને ઉલેખ આવે છે.૭૪ માંડવી(જકાત લેવાની જગ્યા)એ દાણ લેવા માટે ખાસ અધિકારી રહેતો. “પકીયક’ માર્ગ પરનો વેરો ઉઘરાવતે. “ઉપરહીંડીયા” કારનો નિરીક્ષક હતો.૭પ વળી “દેકર' નામે પણ એક ગ્રામ-અધિકારી હત ૭૬ પંચકુલ
શ્રીકરણ, વ્યાકરણ આદિ કરણના મહામાત્ય સાથે કે દંડનાયક સાથે કેટલીક વાર પંચકુલને ઉલેખ આવે છે. કેટલાક અભિલેખમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર મંડલના અભિલેખમાં, સ્થાનિક વેચાણ તથા વહીવટના સંદર્ભમાં પંચકુલને ઉલેખ આવે છે.૭૮ એમાં એ પંચકુલ મુખ્ય સભ્યના નામે ઓળખાય છે; જેમકે અભયસિંહ-પ્રભૂતિ પંચકુલ કે પેથડ-પ્રભૂતિ પંચકુલ ૯ પંચકુલ મૂળમાં પાંચ અધિકારીઓનું રચાતું; પંચકુલના સભ્યને “પંચકુલિક” (પાળી) કહેતા.
થાનિક વહીવટમાં પંચકુલ અનેક પ્રકારની ફરજ બજાવતું; દા. ત. અપુત્રિકાધન જપ્ત કરવાનો રિવાજ હતો ત્યારે એ કામ પંચકુલને સોંપાતું. પંચકુલ જરૂર પચ્ચે સિનિને એકત્ર કરતું, મહેસૂલ કે યાત્રાવેરો વસૂલ કરતું, બાંધકામની દેખરેખ રાખતું, જીવહિંસાની મનાઈના પાલનનું ધ્યાન રાખતું, રાજરસોડાની દેખરેખ રાખતું.૮૧
પંચકુલની રાજા વડે નિયુકિત થતી.૦૨ વહીવટી વિભાગે અને પેટા વિભાગે
સોલંકી રાજયમાં તળ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત મારવાડ, મેવાડ અને પશ્ચિમ ભાળવાને સમાવેશ છે. આટલા વિશાળ રાજ્યના વહીવટ માટે એને અનેક વહીવટી વિભાગે તથા પેટા વિભાગોમાં વિભક્ત કરવામાં આવતું.