Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬૪ ] સાલકી કાલ
[ પ્રવિ. સં. ૧૩૧૮ થી ૧૩૩૧(ઈ. સ. ૧૨૬૨ થી ૧૨૭૫) નિશ્ચિત હોઈ વિસલે એ ગાળામાં અર્જુનદેવના સંતોષનું કાર્ય કર્યું સંભવે. વાઘોડિયાના પાળિયામાં, એને “પ્રભુ કહે છે, એ ત્યાં એને કેઈ અધિકાર માત્ર સૂચવે છે. અને એ સમય વાઘેલા–સોલંકી વીસલદેવના સમયમાં પડે છે. અર્જુનદેવના સંતોષનું કારણ પકડાતું નથી, પરંતુ તુરુષ્કાની સાથે લડતાં વીસલ મરાયાનો પ્રસંગ પકડાય છે.૧૨૭ વીસલના અવસાનના કારણે સારંગદેવ (વિ. સં. ૧૩૩૧ થી ૧૩૫૩ઈ. સ. ૧૨૭૫ થી ૧૨૯૬)ના રાજ્યકાલ દરમ્યાન જત્રસિંહ “મહારાજકુંવર * તરીકે વિ. સં. ૧૩૪૭ (ઈ.સ. ૧૨૯૦)માં જોવા મળે છે. આ સમય સુધી. જેસલનું અસ્તિત્વ સ્પષ્ટ છે.
પૂર્વ પુરુષ ચાચિગદેવ “મહારાજકુલ” તરીકે નંદપદ્રમાં (સામંત) રાજા. હતે એ તે જત્રસિંહના દાનશાસનથી સ્પષ્ટ છે. એક ચાચિગદેવ ભીમદેવ ૨. જાના સમયમાં એના પાદપદ્રોપજીવી તરીકે “રાણક”ની પદવી ધરાવતો તળાજા નજીકના ટીંબાણું ગામના મેહરરાજ જગમલના સં. ૧૨૬૪(ઈ. સ. ૧૨૦૮)ના. તામ્રશાસનમાં જોવા મળે છે. ૧૨૮ સુરત્સવમાં સોમેશ્વરે ઈ. સ. ૧૨૦૯ પૂર્વે સોલંકી રાજાએ કુમાર નામના સેનાપતિને માળવાના વિધ્યવર્માને કાબૂમાં લેવા મોકલે તે સમયે સાથે ચાચિગદેવ ગયો હોય તે વિંધ્યવર્મા રણભૂમિ છોડીને નાસી જતાં એનું ગોગાસ્થાન નામનું નગર ભાંગી એના રાજમહેલને સ્થાને કૂવો ખોદાવ્યાનું નોંધ્યું છે. ૧૨૯ એ કાર્યમાં ચાચિગદેવે મહત્વનો ભાગ ભજવ્યો હોય અને એના બદલામાં ભીમદેવ તરફથી નંદપદ્રના પ્રદેશનું સામંતપદ એને મળ્યું હોય, તો જૈત્રસિંહ વંશને આરંભ ચાચિગદેવથી કરે છે એ બંધ બેસી શકે. એ નવા વંશનો આરંભ તેથી ઈ. સ. ૧૨૦૮ પછી નજીકનાં વર્ષોમાં થયો હોય.
સોઢલે તે કઈ મંડલેશ્વરને હરાવ્યું છે. લાટની ચાલુક્ય શાખા (૨)ના રામદેવના ભત્રીજા વીરસિંહદેવનો પુત્ર કર્ણદેવ ઈ. સ. ૧૨૨૦માં હયાત હતો,૧૩૦. જ્યારે વીરસિંહદેવનું જ્ઞાત વર્ષ ઈ. સ. ૧૧૭૯ છે એ જોતાં, સંભવ છે કે, સોઢલને આ કર્ણદેવ સાથે અથડામણ થઈ હોય અને એમાં વિજય મ હેય અને એ સમય પણ ઈ. સ. ૧૨૨૦ પછીને હેય.
જેસલને “મહીમંડલમંડન' કહ્યો છે. ઈ. સ. ૧૨૯૦ માં હજી જૈત્રસિંહ મહારાજકુંવર’ હેઈ જેસલ હયાત છે, એટલું જ નહિ, સામંત રાજા પણ હોવા વિશે શંકા નથી. અને આ વિશેષણ પણ “પૃથ્વીમંડલના અલંકારરૂપથી વિશેષ કશું કહેતું નથી. હકીકતે જેસલના દીર્ધ રાજ્યકાલમાં અથડામણ થઈ છે. તે “યાદવરાજ સાથે,૧૩ અને એમાં પણ મોટો પુત્ર વીસલ યશભાગી સમ