Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૦૬ ]
સાલકી કાલ
[ 31.
હાથે કિરાડુની શાખા સ્થપાઈ. એના ઉદયરાજ અને એને સામેશ્વર, જે સિદ્ધરાજના સામંત હતા.
કુમારપાલના સમયમાં પણ એ સામતપદે ચાલુ હતા.૧૮૭ જોધપુરપ્રદેશમાં આવેલા કિરાડુના આ પરમાર રાજવીએ સિદ્ધરાજની સહાયથી ઈ. સ. ૧૧૪૨ (વિ. સં. ૧૧૯૮ ) માં કાઈ ‘ સિદ્ધપુર ’ના કબજો મેળવ્યા હતા અને કુમારપાલની હૂ થી ઈ. સ. ૧૧૪૯(વિ. સ. ૧૨૦૫) માં પોતાનું રાજ્ય સ્થિર કર્યું હતું. એણે ઈ. સ. ૧૧૬૨(વિ. સં. ૧૨૧૮) માં જેસલમેર અને જોધપુરના પ્રદેશમાંથી અનુક્રમે તલુકાટ અને નવસર—એ એ કિલ્લા હસ્તગત કર્યાં હતા અને ત્યાંના સત્તાધીશ જાજક ઉપર કુમારપાલની આણ વરતાવી હતી. નફૂલના ચૌહાણુ આહશે. શેડા સમય માટે કરાડુના કબજો લીધા, પર ંતુ પછીથી સામેશ્વરે એ પાછું હાથ કરી લીધું હતું. ૧૮૮ ભિન્નમાલ અને કિરાડુના પરમારાનું પછી શું થયું એ વિશે કાંઈ માહિતી મળતી નથી.
(૬) જાલોરની શાખા
વાતિ મુંજને પુત્ર ચંદન જાલેારની પરમાર શાખાના સ્થાપક હતા૧૮૯ એમ કહેવામાં આવે છે, પણ એ શકય નથી. વાતિ મુંજને સંતાન નહાતુ અને એણે ભેજને વારસ નીમ્યા હતા. ભાજ નાના હોવાથી એના પિતા સિંધુરાજે સત્તા હાથ કરી હતી, એટલે ચંદનનેા પિતા વાતિરાજ જુદો છે અને એ ઘણું કરીને આમુના ધરણીવરાહની શાખાના હોવાની સંભાવના છે. ૧૯૦ ચંદન પછી દેવરાજ, અપરાજિત, વિજ્જલ, ધારાવર્ષાં અને વીસલ ૭ મે ક્રમે ગાદીએ આવેલા. વીસલની રાણી મેલરદેવીના જાલારના વિ. સ’. ૧૧૪૪( ઈ. સ. ૧૦૮૭)ને લેખ મળે છે તેની સાથે ઉપરની વંશાવલી મળે છે. આ વંશમાં છેલ્લે રાજા કુંતપાલ થયા, જેણે ખારમી સદીના ઉત્તરાર્ધમાં નહૂલના ચૌહાણ કીર્તિપાલને જાલેરનું રાજ્ય સાંપી દીધું. ૧૯૧
૨૦. ચૌહાણ વ‘શા
'
ચાહમાન કે ચૌહાણના મૂળ પુરુષની ઉત્પત્તિ પશુ આપ્યુ ઉપર અગ્નિકુંડમાંથી થઈ હતી એવી કિંવદંતીને કોઈ પણ પ્રકારનુ અતિહાસિક ખળ અત્યાર સુધી મળ્યું નથી. પરમાર ' શબ્દ જે પ્રમાણે સંસ્કૃત હવાનું માની લેવામાં આબુ' છે તે પ્રમાણે ચાહમાન શબ્દનુ પણ છે. કોઈ સાથ શબ્દ અદ્યાપિ જાણવામાં આવ્યા નથી. “હમ્મીર મહાકાવ્ય' પ્રમાણે મૂળ ચાહમાન ’પુરુષનું
.
"
સંસ્કૃત ભાષામાં આવે
પૃથ્વીરાજવિજય ' અને અવતરણ ‘ સૂક્ષ્મ ’માંથી
t