Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાલ કી કાલ
૨૦૮ ]
સાસતા
પ્રબળ રાજાએ આસપાસના રાજાઓને પેાતાનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડતા ને એ સામા લાગ આવ્યે સ્વતંત્ર થવા પ્રયત્નશાલી રહેતા. કેટલીક વાર વિાધી સામંતને પદભ્રષ્ટ કરી, એની જગ્યાએ એના કુટુંબના કોઈ અન્યને સ્થાપવામાં આવતા. કેટલીક વાર સામંત પર દેખરેખ રાખવા દંડનાયક, મંડલેશ્વર કે તત્રપાલની નિયુક્તિ કરવામાં આવતી. વફાદાર સામતા યુદ્ધમાં પેાતાના અધિપતિને સક્રિય મદદ કરતા. સામતા અધિપતિને દ્રવ્યરૂપે તથા ભાગરૂપે કઈ વાર્ષિક(સાંવત્સરિક) ખંડણી આપતા. અ
રાજયસ
[ 31.
પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનેા મુખ્ય ધર્માં ગણાતા. પાતાના રાજ્ય પર આક્રમણ થતાં રાજા એ આક્રમણને સબળ સામનેા કરતા ને શત્રુસૈન્યનું પ્રાબલ્ય જોતાં સામના કરવા શકય ન લાગે તે જ એમાં પાછી પાની કરતા. મહત્ત્વાકાંક્ષી રાજા પોતાના રાજ્યના વિસ્તાર કરવા તથા આસપાસનાં રાજ્ગ્યા પર પેાતાનું આધિપત્ય પ્રવર્તાવવા પ્રવૃત્ત રહેતા. રાજ્યના વહીવટ માટે મેટા નાના અધિકારીએની નિમણૂક કરતા ને પ્રજા પર વિવિધ કરવેરા નાખ્તા. દુકાળમાં જમીન-મહેસૂલ માફ કરતા.૭ અન્યાયી કરવેરા કે રિવાજ દૂર કરવા માટી આવક પણ જતી કરતા. પાતાનાં પ્રજાજનેાના હિત માટે એ કામના ભેદભાવ ન રાખતા.
રાજા બ્રાહ્મણા, મદિરા અને દેરાસરાને આર્થિક પ્રાત્સાહન આપતા. એને ભૂમિદાન કરી એનાં તામ્રશાસન કરાવી આપતા. રાજધાનીમાં તથા અન્ય મહત્ત્વનાં સ્થળાએ મદિરાને છણેણંદાર કરાવતા ને નવાં મંદિર બંધાવતા. જળાશયા અને ક્લિા પણ ખંધાવતા. કવિએ તથા વિદ્વાનેાને પ્રત્સાહન આપતી વિદ્યા તથા સાહિત્યની પ્રવૃત્તિને ઉત્તેજન આપતા. ઉદ્યોગ ધધા તથા વેપારવણજને ઉત્તેજન આપી રાજ્યની આર્થિક સંપત્તિ વધારતા.
મહામાત્ય
રાજાના અધિકારીઓમાં મહામાત્ય સહુથી ઉચ્ચ સ્થાન ધરાવતા. ઘણા અભિલેખામાં તે તે સમયના રાજાના નિર્દેશ પછી તે તે સમયના મહામાત્યને પણ નિર્દેશ આવે છે. રાણા વીરધવલના રાજ્યમાં મહામાત્ય વસ્તુપાલ તથા તેજપાલ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવતા. મહામાત્યા શ્રીકરણાદિ કરણા(અધિકરશે!)ના સવ' મુદ્રા વ્યાપાર ( મુદ્રાધિકાર સાથેના વ્યાપાર ) સંભાળતા.૯
રાજ્યના વિવિધ કરણ
રાજ્યના વહીવટ માટે રાજ્યતંત્રને વિવિધ કરણેા (અધિકરણે!) કે ખાતાંઓમાં