Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ મું ] સમકાલીન રાજે
[ ૧૯૩ ચોળ રાજાધિરાજ એના ભાઈ રાજેદ્ર સાથે ચડી આવ્યો, પરંતુ એને સોમેશ્વરે સારે પરાજય આપે. પણ પછીના હલ્લામાં સારે પરાજય સહન કર્યો. એ પછી પણુ વિગ્રહ ચાલુ હતો, અને એમાં સેમેશ્વરે આંધ્રમાંના ચાલુક્યોની પૂર્વીય શાખાના રાજરાજ પાસે પિતાનું આધિપત્ય રવીકારાવ્યું હતું. એક વાર એ લાટ અને ગુજરાત ઉપર ચડી આવ્યો હતો. લાટ તરફથી બારપના વંશજ ચાલુક્ય વત્સરાજ કે એના અનુગામી ત્રિલોચનપાલે અને ગુજરાત તરફથી ભીમદેવ ૧ લાએ સામનો કર્યો હતો. સેમેશ્વરે પિતાના સમર્થ સેનાપતિઓ સાથે માળવા ઉપર ચડાઈ લઈ જઈ મંડપ, ઉજજન અને રાજધાની ધારામાં લૂંટ ચલાવી હતી. ઈ. સ. ૧૫૫ માં કલચુરિ કર્ણ અને ચૌલુક્ય ભીમદેવ ૧ લાએ માળવાને કબજે લીધે હતા ત્યારે સોમેશ્વરે પિતાના પુત્ર વિક્રમાદિત્ય ૬ ઠ્ઠાને મોકલ્યો હતો, જેણે બંનેને હરાવી ભોજના અનુગામી જયસિંહને માળવા સોંપી દીધું હતું. એ પિતાના મોટા પુત્ર સમેશ્વર ૨ જાને ગાદી સોંપી ઈસ. ૧૦૬૮ માં મરણ પામે. શરૂનાં વર્ષોમાં એને એના નાના ભાઈ વિક્રમાદિત્ય ૬ ઠ્ઠા સાથે અથડામણ થઈ હતી. એમાં સસરાની મદદ લઈ વિક્રમાદિત્યે લડાઈઓ કરી હતી, પણ પછી સમાધાન કરી એ સોમેશ્વર પાસે આવી રહ્યો હતો. ચળ ઉપર વિજય મેળવ્યા પછી સોમેશ્વર ૨ જાએ ગુજરાતના ચૌલુક્ય કર્ણદેવની સાથે મળી, માળવાના જયસિંહ ઉપર ચડાઈ કરી માળવા કબજે કર્યું હતું, પરંતુ જયસિંહના અનુગામી ઉદયાદિત્યે ચૌહાણેની મદદથી માળવા પાછું હસ્તગત કરી લીધું હતું. છેલ્લાં વર્ષમાં બંને ભાઈઓ વચ્ચે અથડામણ થઈ હતી, તેમાં વિક્રમાદિત્યે સોમેશ્વરને કેદ પકડી ઈ. સ. ૧૦૭૬ માં સત્તાસૂત્ર ધારણ કર્યા હતાં. - ઈ.સ. ૧૦૮૮ માં વિક્રમાદિત્ય ૬ ઠ્ઠો છેક નર્મદા સુધી ધસી આવ્યો હતો. એણે લાટના પ્રદેશમાં લૂંટ ચલાવી હતી અને કર્ણદેવની સત્તાના ગુજરાતમાં કોઈ એક નગર બાળ્યું હતું. વિક્રમાદિત્ય ૬ કે વિદ્વાનોને પણ સંમાનતે હતો. વિકમાં દેવ-ચરિતકાર કાશ્મીરી કવિ બિલ્પણ અને યાજ્ઞવક્યરસૃતિની “મિતાફરા” ટીકાનો કર્તા વિજ્ઞાનેશ્વર વિક્રમાદિત્ય ૬ ના આશ્રિત હતા. એના મૃત્યુ પછી એને ત્રીજો પુત્ર સોમેશ્વર ૩ જે ઈ. સ. ૧૧૨૬ માં ગાદીએ આવ્યો. શિરપાદિ શાસ્ત્રને લગતા “માનસોલ્લાસ” કિંવા “અભિલક્ષિતાર્યચિંતામણિ” નામના સંસ્કૃત ગ્રંથની રચના આ સોમેશ્વર ૩ જાએ કરી હતી. એના પછી એને પુત્ર જગદેકમલ ઈ. સ. ૧૧૩૮ માં અને પછી એને મોટો ભાઈ તૈલ ૩ જે ઈ.સ. ૧૧૫ માં ગાદીએ આવ્યું. ઈ. સ. ૧૧૪૩ માં જગદેકમલે માળવા ઉપર સે. ૧૩