Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩ ]
સમકાલીન રાજ્યો
[ ૧૦૫
એના વંશજ પાસેથી જાલેરના રાવ લુંભાએ ઈ. સ. ૧૩૧૧ ( વિ. સ. ૧૩૬૮) આસપાસ આપ્યુ તથા ચંદ્રાવતી છીનવી લઈ પરમારનું મૂળ ઉખેડી નાખ્યું અને ત્યાં ચૌહાણ સત્તા સ્થાપિત કરી. ૧૮૧
(૩) વાગડની શાખા
<
રાષ્ટ્રકૂટાના પ્રતિનિધિ તરીકે નિમાયેલા ઉપેદ્ર કૃષ્ણરાજના ખીજા પુત્ર ડંબરસિંહથી એ વંશની બીજી શાખા ડુંગરપર-વાંસવાડાના ભીલી પ્રદેશ વાગડ ’માં ચાલી, જ્યાં અણાને રાજધાની બનાવવામાં આવી હતી. એના પછી ધનિક, ચચ્ચ અને કકદેવ થયા. આ કકદેવ સીયક ૨ જાના સમયમાં કર્ણાટકના રાજા ખાર્કિંગદેવની સાથે લડતાં માર્યાં ગયા હતા.૧૮૨ એના પુત્ર ચંડપ અને એને
સત્યરાજ.
સત્યરાજ પછી લિબરાજ, મંડલિક, ચામુંડરાજ, વિજયરાજ-એટલા જાણવામાં આવ્યા છે. અણાનાં પ્રાચીન મ ંદિરના અવશેષામાંથી મળતી માહિતી પ્રમાણે એક સમયે અ`ણા સમૃદ્ધ નગર હતું. ચૌલુકયકાલીન શિલ્પસમૃદ્ધિ ત્યાંનાં ભગ્ન મદિરામાં આજે પણ એની પ્રાચીન ભવ્યતાની આછી ઝાંખી કરાવી જાય છે. ઈ. સ. ૧૧૭૯(વિ. સં. ૧૨૩૬) પૂર્વે` જ વિજયરાજના વારસા પાસેથી વાગડને પ્રદેશ મેવાડના રાજવીઓએ ઝૂંટવી લીધા અને પરમારાને વાગડમાં અંત આવ્યા.૧૮૩
(૪–૫) ભિન્નમાલ અને કિરાડુની શાખા
આયુ-ચંદ્રાવતીના પરમારવશના સંસ્થાપક સિંધુરાજના પુત્ર દુઃશલને હાથે ભિન્નમાલમાં પરમાર-શાખા સ્થપાઈ હતી. અગિયારમી સદીનાં શરૂનાં વર્ષામાં દુઃશલની પછી આવેલા દેવરાજે શાકંભરીના ચૌહાણુ દુલ'ભરાજના હાથમાંથી (પશ્ચિમ) મરુમંડલ લઈ લીધું.૧૮૩ દેવરાજા વિ. સ’. ૧૦પર(ઈ. સ. ૯૯૬)ના એક લેખ જાણવામાં આવ્યા છે.૧૮૪ દેવરાજના પૌત્ર કૃષ્ણદેવરાજને ભીમદેવ ૧ લાએ કોઈ કારણે કેદ પકડયો હતેા તેને નડૂલના ચૌહાણ ખાલપ્રસાદે છેાડાવ્યે હતા એમ નેધાયું છે.૧૮૫ આ જ કૃષ્ણદેવરાજ તે આણુના પૂર્ણ પાલનેા નાનેા ભાઈ કૃષ્ણરાજ 'છે અને આયુ-ચદ્રાવતી મુખ્ય શાખામાં રહેવા દઈ એણે જ મારવાડના કરાડુની પરમારની પણ શાખા શરૂ કરી એમ કહેવામાં આવે છે; પરંતુ આ બેઉ વાતને મેળ બેસતા નથી, કેમકે કૃષ્ણરાજ ૨ જોતા ધંધુકના જો પુત્ર છે, એ ભિન્નમાલના દેવરાજતા પૌત્ર નથી.૧૮૬
આ કૃષ્ણદેવરાજા એક પુત્ર જયતસિંહ હતા. એના બીજા પુત્ર સારાજના