Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮] સેલંકી કાલ
[ પ્ર. તરીકે બિરદાવવામાં આવી છે. ૨૬ મદનવમ પછી યશોવર્મા ૨ જ, એને પુત્ર પરમદ (ઈ. સ. ૧૧૬૭ થી ૧૨૦૨), ત્રિલકવર્મા (ઈ. સ. ૧૨૦૫ થી ૧૨૪૭), વીરવ (ઈ. સ. ૧૨૬૧ થી ૧૨૮૬), ભેજવમ (ઈ. સ. ૧૨૮૮) અને હમીરવર્મા (ઈ. સ. ૧૩૦૮) એક પછી એક પુત્ર સત્તા ઉપર આવ્યા હતા. આમાંના પરમર્દીની પુત્રી નાઈકિદેવી મૂલરાજ ૨ જા કિંવા બાલમૂલરાજની માતા, અર્થાત અજયપાલની રાણી, હતી. ૨૨ અને
૨૩. દિને કલચુરિવંશ કલયુરિવશવાચક નામ છે અને એ “કટચુરિ” “કલયુરિ” “કાલચુરિ” કલય” અને “કલયુરિ’ એમ વિવિધ રીતે લખાતું હતું. મૂળમાં એ આર્યોતર શબ્દ છે અને તુર્કીમાં ઉચ્ચ હોદ્દો ધરાવનારા અમલદારને માટે વપરાતા શબ્દ સાથે સમાનતા ધરાવે છે. સમજાય છે એમ કે હૂણો અને ગુર્જરેની સાથેસાથ એ ભારતવર્ષમાં ઊતરી આવ્યા. પાછળથી માહિષ્મતીના પ્રદેશમાં સ્થિર થયા પછી એમણે પિતાને “હૈય' કહેડાવી કાર્તવીર્ય અર્જુનના વંશના હવાનું પ્રસિદ્ધ કર્યું હતું. આ લોકેએ છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં તો ઉત્તર મહારાષ્ટ્ર, ગુજરાતને પ્રદેશ, તેમજ માળવાના અમુક ભાગ પિતાની સત્તા નીચે લઈ લીધો હતો. ૨૨૭
આ પછી “ચેદિ' કિંવા “ડાહલ” મંડલમાં ઈ. સ. ૮૪ર માં કલચુરિ કક્કલ ૧લે ગાદીએ આવ્યો હતો. એની રાજધાની ત્રિપુરી (અર્વાચીન તેર, તા. જબલપુર, મધ્ય પ્રદેશ) હતી. એ પરાક્રમી હતો અને આસપાસના રાજવીઓ ઉપર પોતાનો કડપ જમાવવા શક્તિમાન થયો હતો. એણે તુરષ્કને પણ હંફાવ્યા હતા. એના પછી શંકરગણુ સત્તા ઉપર આવ્યો હતો. એ પણ પિતા જેવો જ પરાક્રમી હતો. એના પછી યુવરાજ ૧લે ગાદીએ આવ્યો હતો. કવિ રાજશેખરને આ કલયુરિ શાસક શંકરગણ સાથે પણ સારો નાતો હતો. યુવરાજદેવ ૧ લાને સંતોષ આપવા એણે “વિશાલભંજિકા” નાટિકા લખી હતી. યુવરાજ ૧ લા પછી એને પુત્ર લક્ષ્મણરાજ અને એના પછી નાનો ભાઈ યુવરાજ ૨ જે સત્તા ઉપર આવ્યા હતા. માળવાના મુંજે ચડાઈ કરી રાજધાની ત્રિપુરીનો છેડા સમયમાં કબજે કરી લીધો હતો. મુંજે કબજો છો ત્યારે નાસી ગયેલ યુવરાજ ૨ જે પાછો આવતાં, મંત્રીઓએ એને સત્તા ન આપતાં એના પુત્ર કોકકલ ૨ જાનો રાજ્યાભિષેક કર્યો. એના સમયમાં કલચુરિઓએ સત્તા અને યશની સંપ્રાપ્તિ કરી. આ કક્કલ ૨ જે ગુજરાત ઉપર ચડી આવ્યો હતો અને ચૌલુક્ય મૂલરાજને હાર આપી હતી. . એના પછી એને પુત્ર ગાંગેયદેવ ઈ. સ. ૧૦ ૧૯ પૂર્વે સત્તા ઉપર આવ્યો