Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
-૧૭૨ ] સોલંકી કાલ
[પ્ર. ૧૧૧૬(ઈ.સ. ૧૦૬) લગભગમાં થયું અને એના ઉત્તરાધિકારી તરીકે ભજનો એક બીજો ભાઈ ઉદયાદિત્ય આવ્યો. જયસિંહ અને ઉદયાદિત્ય બંનેના હાથમાં માળવાના ગુમાઈ ગયેલા ભાગ હજી આવ્યા નહોતા.૧૫૭
ઉદયાદિત્ય પછી એના બે પુત્ર–લક્ષ્મદેવ અને નરવમાં એક પછી એક ગાદીએ આવ્યા. આ દરમ્યાન સિદ્ધરાજ જયસિંહ ગાદીએ આવ્યા. નરવર્મા (વિ. સં. ૧૧૫૧૧૯૦=ઈ. સ. ૧૦૯૪-૧૧૩૩)ના સમયમાં ત્યારે સિદ્ધરાજ પિતાની માતા મીનળદેવી સાથે સોમનાથની યાત્રાએ ગયો હતો ત્યારે નરવ ગુજરાત ઉપર ચડી આવ્યો હતો, પરંતુ જયસિંહના એક પ્રધાન સાંત મહેતાએ એને કુનેહથી પાછો વાળ્યો હતો. આ યાત્રામાંથી પાછો આવ્યા પછી જયસિંહ માળવા ઉપર ચડી ગયો હતો અને ધીમે ધીમે માળવાને કેટલાક પ્રદેશ દબાવી -નરવર્માને હરાવ્યા હતા. વિ. સં. ૧૧૯ (ઈ. સ. ૧૧૩૩)માં નરવર્માનું મૃત્યુ થયું અને એનો પુત્ર યશવમ ગાદીએ આવ્યો. આની સાથે પણ સિદ્ધરાજની લડાઈઓ સતત ચાલુ હતી. અંતે વિ. સં. ૧૧૯૨(ઈ. સ. ૧૧૩૬)માં થશે- વર્માને કેદ કરી માળવાને ગુજરાતની સાથે ભેળવી દેવામાં આવ્યું. • થશે" વર્માને પુત્ર જયવર્મા માળવાના ખંડિયા રાજા તરીકે ચાલુ રહ્યો હોય ને એના
નાના ભાઈ અજયવર્માએ એની પાસેથી એને પ્રદેશ ખૂંચવી લીધું હોય એવું ' લાગે છે. જયવર્માના પુત્ર લક્ષ્મીવર્માએ “મહારાજકુમાર' સંજ્ઞાથી નાની શાખા - શરૂ કરી, જે ત્રણેક પેઢી ચાલી જણાય છે.૧૬૧ અજયવર્મા પછી એને પુત્ર વિંધ્યવર્મા આવ્યો. ભીમદેવ ૨ જાના સમયમાં ગુજરાતની નબળી પડતી સત્તાને ધ્યાનમાં લઈ વિવર્માએ માથું ઊંચક્યું હતું, પરંતુ એમાં એનો પરાજય
. વિંધ્યવર્મા પછી એને પુત્ર સુભટવર્મા ગાદીએ આવ્યો તે પણ ગુજરાત ઉપર ચડી આવ્યો. સુભટવ પછી એને પુત્ર અર્જુનવર્મા ગાદીએ આવ્યું તેને ભીમદેવ ૨ જાના એક સામંત જયંતસિંહ સાથે સામને થયેલે, જેમાં એને વિજય પ્રાપ્ત થયો હતો. ૧૬૩ એ સં. ૧૨૭૫(ઈ.સ. ૧૨૧૯)માં મરણ પામે ત્યારે માળવાના મેટા ભાગને જૂનો પ્રદેશ ગુજરાતની ધૂંસરીમાંથી • છોડાવવા શક્તિમાન થયા હતા. એ નિર્વશ મરી જતાં એના પછી “મહારાજકુમાર’ શાખાના ઉદયવર્માને ના ભાઈ દેવપાલ માળવાની ગાદીએ આવ્યું.
એના પછી એને પુત્ર જયસિંહદેવ,ને એ સં. ૧૩૧૪(ઈ. સ. ૧૨૫૮)માં મરી જતાં -એને નાનો ભાઈ જયવર્મા ર જે ગાદીએ આવ્યું. સંભવતઃ આ બેમાંથી એક “ઉપર વિસલદેવ વાઘેલાએ વિજય પ્રાપ્ત કર્યો હતો, જેમાંથી શક્યતા છે જયસિંહદેવ ઉપર વિજય મેળવ્યાની છે. ૧૪૪ એના પછી અર્જુનદેવ, પછી એને