Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મું].
સમકાલીન રાજ્યો
[ ૧૭૧. (૧) માળવાની શાખા
ઈ. સ. ૯૪૨(વિ. સં. ૯૯૮)માં ચૌલુક્ય મૂલરાજે અણહિલપુર પાટણમાં ગાદી સ્થાપી ત્યારે માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજવંશના સામંત સયક(રજા)ની સત્તા ખેટકમંડલ(મધ્ય ગુજરાત) ઉપર હતી.૧૫૦ પરમાર વંશના આ સીયકની. સત્તા ઈ. સ. ૯૪૭(વિ. સં. ૧૦૦૩) સુધી તે હજી માળવા ઉપર નહોતી, કેમકે માળવા તે આ સમયે કનોજના મહેદ્રપાલ ૨ જાની સત્તા નીચે હતું, ૧૫૧ જયારે સાયક(૨ ) મોહડવા કોમેડાસા) વિષયનાં બે ગામ આનંદનગરના બ્રાહ્મણોને ઈ. સ. ૯૪૯(વિ. સં. ૧૦૦૫) માં અર્પણ કરે છે ત્યારે માળવાને શાસક લાગતો નથી. ૧૫ર એ “હર્ષ” નામ ધારણ કરી, ઉપરી સત્તાની સામે થઈ માન્યખેટના રાષ્ટ્રટ બોટિંગદેવ(ઈ. સ. ૯૬૭-૯૭૨)ને વિનાશ કરે છે ત્યારે માલવ- નરેંદ્ર” થઈ ચૂક્યો છે. સીયક ૨ જે ઈ. સ. ૭૦(વિ. સં. ૧૦૨૬) સુધી તો ખેટકમંડલ પર સત્તા ધરાવતો હતો જ.૧૫૩ સીયક ર ા પછી માળવાની તેમજ ખેટકમંડલની સત્તા એના મોટા પુત્ર વાપતિરાજ મુંજના હાથમાં ઈ. સ. ૯૭૪(વિ. સં. ૧૦૩૦)માં આવી એવું અગાઉ ધારવામાં આવેલું, પરંતુ મુજે કઈ ગુર્જરેશને લડાઈમાં મેવાડના રાજાની સાથે નસાડી મૂક્યો તે “ગુજરેશ'' મુંજની પહેલાં ઉજજનનો જે ગુર્જર-પ્રતીહાર શાસક હતો તે છે, નહિ કે
મૂલરાજ.૧૫૪
મુંજનું મૃત્યુ ઈ. સ. ૯૯૫(વિ. સં. ૧૦૫૧)માં તૈલપને હાથે થયું અને. એની ગાદીએ એને નાનો ભાઈ સિંધુરાજ આવ્યો ત્યારે મૂલરાજે બારમ્પને હરાવી લાટ ઉપર સત્તા જમાવી લીધી હતી.૧૫૫ પરંતુ પશ્ચિમી ચાલુક્યોએ લાટને. કબજો મેળવી ત્યાં બારપના પુત્ર ગેગિરાજને પિતાની ગાદી પાછી અપાવી.
સિંધુરાજ ઈ. સ. ૧૦૧૧(વિ. સં. ૧૦૬૭)માં મરણ પામે ત્યારે એને પુત્ર ભોજદેવ ગાદીએ આવ્યા. લાટનો સુરાદિત્ય અને નાંદીપુરને વત્સરાજ ભોજના સામંત હતા.૧૫૬ ભોજે કોઈ “ગુર્જર ને પરાભવ કર્યો હતો, ૧૫૭ પણ એ દુર્લભરાજ હતો કે ભીમદેવ ૧ લે હતો એ કહેવું મુશ્કેલ છે. બાકી ભીમદેવ, ૧ લાના રાજ્યકાલમાં ભેજની સાથે એકંદરે મીઠાશવાળો સબંધ હતો. ભીમદેવ અને ચેદિન લક્ષ્મીકણું ભેજના પ્રદેશ ઉપર ચડી ગયા એ દરમ્યાન જ મરણું પામે અને લક્ષ્મીક ધારાની લૂંટ ચલાવી. ભેજનું મરણ વિ. સં. ૧૦૯૯૧૧૧૨(ઈ. સ. ૧૦૪૩-૧૦૫૬)ની વચ્ચેના ગાળામાં થયું અને એના પછી એના. ઉત્તરાધિકારી તરીકે એને નાનો ભાઈ જયસિંહ આવ્યો. ભીમદેવ ૧ લાને એની. સાથે કઈ અથડામણ થઈ જાણવામાં આવી નથી. જયસિંહનું મૃત્યુ વિ. સં.