Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રાજ્યો
[ ૧૬૯ (૩) ડુંગરપુરને રાવલ
આ પૂર્વે સ્પષ્ટ થયું છે કે નહૂલના ચૌહાણ રાજા કીધુએ મેવાડ ઉપર ચડાઈ કરી, ગુજરાત સાથે યુદ્ધ કરી, સામે તેની જાગીરો ઝૂંટવી લઈ નબળા પડેલા સામંતસિંહ પાસેથી મેવાડની સત્તા ઝૂંટવી લીધી ત્યારે સામંતસિંહ મેવાડની સત્તામાંથી બચી ગયેલા (ડુંગરપુર-વાંસવાડાના) વાગડ પ્રદેશમાં ગયો અને ડુંગરપુરને રાજધાની કરી ત્યાં રાજ્ય કરવા લાગ્યા.૧૪૪ ડુંગરપુર જિલ્લાના બોરેશ્વર મંદિરના વિ. સં. ૧૨૩૬(ઈ. સ. ૧૧૭૯)ના લેખથી એ સમયે સામંતસિંહની વાગડ ઉપર સત્તા સ્પષ્ટ સમજાય છે.
આ પછીના છઠ્ઠા વર્ષ વિ. સં. ૧૨૪૨(ઈ. સ. ૧૧૮૫)ના ઢેબર સરોવર નજીકના વીરપર (ગાલેડા) ગામમાંથી મળેલા લેખમાં ગુજરાતના ભીમદેવ ૨ જાના સામંત ગૃહિલવંશના મહારાજાધિરાજ અમૃતપાલની સત્તા, વટપ્રદ્રક(વાગડના વડોદરા)માં રાજધાની હતી એ રીતે, સમગ્ર વાગડ ઉપર હતી. અર્થાત ગુજરાતી સત્તાએ સામંતસિંહને ઉખેડી નાખી ગૃહિલવંશના અમૃતપાલને સત્તાધારી બનાવ્યો. સામંતસિંહનું શું થયું એ વિશે પછી જાણવામાં આવ્યું નથી, અને ઈ. સ. ૧૧૯૬ સુધી તો હજી ભીમદેવની સાર્વભૌમ સત્તા વાગડ ઉપર હેવાનું જાણવા મળ્યું છે.૧૪૫
એક કઈ સહિડદેવ વાગડની સત્તા ઉપર હોય એ પ્રકારના લેખ સં. ૧૨૭૭ (ઈ. સ. ૧૨૨૦)ને મળે છે, જેમાં એના પિતાનું નામ નથી, પરંતુ જગત નામના ગામમાંથી મળેલા વિ. સં. ૧૩૦૬(ઈ. સ. ૧૨૫૦) ના લેખમાં સીહડદેવના પિતાનું નામ જયતસિંહ આપવામાં આવ્યું છે, એટલે કે અમૃતપાલ પાસેથી જયંતસિંહે વાગડનાં સત્તાસૂત્ર ધારણ કર્યા હોય. આમ જગતસિંહનો સબંધ નથી પકડાતે સામંતસિંહ સાથે કે નથી પકડાતે અમૃતપાલ સાથે, છતાં એ ગૃહિલવશી છે એમાં સંશય નથી.
જયતસિંહ યા એના પુત્ર સીહડદેવે ઈ. સ. ૧૨૨ પૂર્વે વાગડ ઉપર સંપૂર્ણ આધિપત્ય જમાવ્યું, અર્થાત ગુજરાતની ભીમદેવ ૨ જાની સત્તા વાગડમાંથી સર્વથા ઉચ્છિન્ન થઈ ગઈ
સહદેવના અવસાનયો એને પુત્ર વિજયસિંહદેવ કે જયસિંહદેવ સત્તા ઉપર આવે, જેના વિ. સં. ૧૩૦૬ (ઈ.સ. ૧૨૫૦) અને વિ.સં. ૧૩૦૮ (ઈ.સ. ૧૨૫)ના એમ બે લેખ મળ્યા છે. આણે મેવાડને છપ્પનને પ્રદેશ અને અધૂણાનું પરમાર રાજ્ય હટાવી, અધૂણા અને ગલિયાકેટને પ્રદેશ પણ હસ્તગત કરી, રાજ્યને વિસ્તાર વધારી લીધો હતો. એના પુત્ર મહારાવ વીરસિંહ