Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રાજ્ય
[ ૧૪૫
૧૫૧ ભાણજી (૩) ૧૧૭૨ ૧૫ર મેહજી
૧૧૭૯ ૧૫૩ નાગજી (૩) ૧૧૮૦
૧૫૪ વીકિઝ (૨) ૧૧૯૩ રાણા રાણોજીની રાજ્યનો વિસ્તાર કરવાની આકાંક્ષા હતી, પરંતુ એનું અચાનક અવસાન થયું અને એની પછી રાણે નાગ ૨ જે સત્તા પર આવ્યું. એણે ધૂમલીની સરહદ ખૂબ વધારી દીધી અને જૂનાગઢ હસ્તગત કરવાની ઈચ્છાએ સૈન્ય સુસજિજત કર્યા. રા' જયસિંહ આ સમયે ઉત્તર ભારતમાં હતા. સમાચાર સાંભળી એ તાબડતોબ સોરઠમાં આવી પહોંચ્યો. યુદ્ધમાં રાણો નાગજી મરાઈ ગયે (ઈ. સ. ૧૧૫૫) અને રા' જયસિંહ રાણુ ભારમલને ઘૂમલીની ગાદીએ બેસાડ્યો અને મોટે દંડ વસૂલ કર્યો. ઈ. સ. ૧૧૭ર માં એ ગુજરી જતાં રાણ ભાણજી ઘૂમલીને શાસક બન્યો. અનુશ્રુતિ પ્રમાણે રાણા ભાણજીએ માનીતી રાણીને ક્રોધાવેશમાં ત્યાગ કરી લગ્નવિચ્છેદ કરી નાખે, પરંતુ પછીથી પશ્ચાત્તાપ થતાં પ્રાયશ્ચિત્તરૂપે બ્રાહ્મણની સલાહથી ૧૮૦૦ કન્યાઓનું દાન કરી રાણીને ફરી સ્વીકાર કર્યો. કન્યાદાન એણે માંગરોળમાં એક વિશાળ મંડપવાળા નવા મકાનમાં કર્યો, જ્યાં પાછળથી શક્યુદ્દીન અન્વરે જુમા મસ્જિદમાં એ સ્થળનું પરિવર્તન કરી નાખ્યું. સં. ૧૩પ(છેલે અંક તૂટેલો છે)ને સારંગદેવ વાઘેલાના સમયને અભિલેખ આ મસ્જિદને આંગણેથી મળ્યો હતો.
ભાણજી ઈ. સ. ૧૧૭૯ માં અવસાન પામતાં એને પુત્ર રાણે મેહ સત્તા ઉપર આવ્યો. એના સમયમાં રા” મહીપાલ ૨ જાના મદોન્મત્ત સેનાપતિ ચડામણિએ મેહ જેઠવાને પરાજય આપી માંગરોળ અને ચોરવાડને પ્રદેશ કબજે કરી લીધે, પણ પછી ચૂડામણિને વત્સરાજના સેનાપતિના સાળાઓ સાથેના મહાબાનાના યુદ્ધમાં પરાજય થતાં એ તકનો લાભ લઈ મેહ રાણાએ પોરબંદર-બળેજમાધવપુર તથા વર્તમાન કુતિયાણાને પ્રદેશ ફરીથી હાથ કરી લીધાં.
મકરધ્વજવંશી મહીપમાળામાં ૧૪૦ થી ૧૫૩ સુધીના રાણાઓને મેરબીમાં રાજ્ય કરતા કહ્યા છે, જ્યારે વીકિયાજી (૨) ઈ. સ. ૧૧૯૩ માં ઘૂમલીમાં આવી સ્થિર રહ્યાનું કહ્યું છે.૪૮ નવદુરાણામંડwાંત:વાતિ કચેહુલ દેશમાં બાષ્કલદેવ–અબુજી મતવિટ્ટી માં રહી રાજ્ય કરતો હતો એ નિશ્ચિત હોઈ મેરખીને સંબંધ હોવાની સંભાવના સર્વથા ટકી શકે એમ નથી.
વિસાવાડા( જિ. પોરબંદર)ના સિદ્ધેશ્વર મંદિરમાં પશ્ચિમની અંદરની સે. ૧૦