Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ મું] સમકાલીન રાજ્ય
[ ૧૫૭ કરેલ વેથી હરપાલદેવે ભાલનાં ગામ રણને પસલીમાં પાછાં વાળ્યાં.
હરપાલદેવને લગતી અનુશ્રુતિ “રાસમાલા'માં નોંધાયેલી છે, પણ એને. કઈ જૂના પ્રબંધોમાં અણસાર મળતો નથી. સંભવ છે કે હરપાલદેવ આશ્રમ ખેળ અણહિલપુરમાં આવ્યો હોય અને એને કર્ણદેવે સૌરાષ્ટ્ર-ગુજરાતના સંધિ—પ્રદેશમાં ઉત્તર બાજુ પાટડી( હાલ તા. દસાડા, જિ. સુરેંદ્રનગર)માં. મૂક્યો હોય. હરપાલદેવની સત્તા પાટડીમાં ઈસ. ૧૦૯૦ થી ૧૧૩૦ સુધી હતી. એને બાર પુત્રો હતા તેમાંના બીજા મંગુજીને વંશ લીંબડીમાં આવ્યો, ત્રીજા શેખરાજજીને વંશ છોર(અજ્ઞાત) અને સચાણા(અજ્ઞાત) માં સ્થિર થયા. અને ખાવડછ કાઠીમાં ભળતાં એના વંશજ “ખાવડા કાઠી” કહેવાયા.
ઝાલા” અવટંક મકવાણા વંશને કેમ મળી એ વિશે અનુશ્રુતિ છે તે શ્રદ્ધેય નથી, કારણ કે એમાં પાટડીમાં એક હાથી મસ્તીએ ચડતાં સોલંકી રાણીએ કુમારોના હાથ ઝાલી બચાવી લીધા માટે “ઝાલા” કહેવાયા એમ કહ્યું છે. જેમ
ઝાલા એ ઉપરથી ઉત્તરપૂર્વ સૌરાષ્ટ્રને પ્રદેશ “ઝાલાવાડ” કહેવાય છે તેમ રાજસ્થાનમાં રતલામ પાસેને પ્રદેશ “ઝાલાવાડ” કહેવાય છે. રાજસ્થાનના ઝાલાઓ સૌરાષ્ટ્રમાંથી ગયેલા છે કે સ્વતંત્ર રાજકુલ છે એ વિશે નક્કી કરવું મુશ્કેલ છે. “a” કોઈ દેશ્ય શબ્દ છે.
હરપાલદેવ પછી એક પછી એક નીચેના વંશજ સત્તા ઉપર આવ્યા.૯૨ ૨. સોઢોજી ઈ. સ. ૧૧૩૦ ૩. દુર્જનસાલજી ઈ. સ. ૧૧૬૦ ૪. જાલકદેવજી ઈ. સ. ૧૧૮૫ ૫. અર્જુનસિંહજી ઈ. સ. ૧૨૧૦ ૬. દેવરાજ ઈ. સ. ૧૨૪૦ ૭. દૂદાજી ઈ. સ. ૧૨૬૫ ૮. સૂરસિંહજી ઈ. સ. ૧૨૮૦ ૯. સાંતલજી ઈ. સ. ૧૩૦૫
આ રાજવીએ સાંતલપુર (જિ. બનાસકાંઠા) વસાવ્યું અને પોતાના સૌથી નાના કુમાર સૂરજમલજીને જાગીરમાં આપ્યું. (૨) લીંબડી શાખા
હરપાલના બીજા પુત્ર માંગુજીને પિતા તરફથી જાંબુ(તા. લીંબડી, જિ. સુરેંદ્રનગર) અને કુંડ (તા. ધ્રાંગધ્રા, જિ. સુરેંદ્રનગર)ની ચેરાસીઓ જાગીરમાં