Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ મું]. સમકાલીન રાજ્ય
[૧૫૫. સં. ૧૧૦૦(ઈ.સ. ૧૦૪૪)માં તળાજામાં જઈ ગાદી સ્થાપે છે.૮૩ આના મૂળમાં તાલવ દૈત્યને મારી એભલ વાળાએ તળાજા જીત્યું ને ત્યાં ગાદી સ્થાપી એવી પ્રચલિત અનુશ્રુતિ કારણભૂત લાગે છે, જેમાં અનુશ્રુતિ સિવાય બીજું કોઈ તથ્ય નહિ હોય. એભલ ૧ લા પછી સં. ૧૧૨૨(ઈ. સ. ૧૦૬૬)માં સૂરછ અને સં. ૧૧૬૫(ઈ. સ. ૧૧૦૯)માં એને પુત્ર એભલ ૨ જે સત્તા ઉપર આવે છે. એભલ. ૨ જાને પુત્ર અણા વાળા(અણસિંહ) સં. ૧૨૦૫(ઈ. સ. ૧૧૪૯)માં અને એને પુત્ર એભલ કે જે એના પછી (સમય નિશ્ચિત નથી.) સત્તા ઉપર આવ્યું. આ એભલ ૩ જાએ તળાજામાં વાલમ ગેરેના લેભથી ત્રાસેલા કાયસ્થોની સંખ્યાબંધ કન્યાઓનું દાન દીધાનું જાણવા મળે છે. તળાજામાં એભલ ૩ જે સત્તા ઉપર હતા ત્યારે રાણજી ગૃહિલ ચડી આવ્યો અને એણે તળાજા અને વળા કબજે કરી લીધાં, જેને કારણે એભલ ૩ જે ઢાંક(હાલ તા. ઉપલેટા, જિ. રાજકોટ)માં ચાલ્યો ગયે, વચલો ભાઈ સાના વાળો ભાદ્રોડ(તા. મહુવા, જિ. ભાવનગર) જઈ વસ્યા અને નાનો ભાઈ ચાંપરાજ ત્રાપજ(તા. તળાજા-દાંતા, જિ. ભાવનગર)માં ગયો.
એભલ ૩ જાને પુત્ર અર્જુનસિંહ (ઉફે ઉગા વાળે) એના પિતા જેવો પરાક્રમી હતું કે જેણે તળાજાથી હાર ખાધા પછી ઢાંક કબજે કરી ત્યાં રાજધાની ફેરવી. અર્જુનસિંહને રા'ખેંગાર ૩ જા સાથે મૈત્રી હતી. સંભવતઃ આશ્રિત પ્રકારની. કાઠીઓને પરાજય કરવામાં રાઈને અજુનસિંહની સહાય મળી હતી.૮૫ એ સં. ૧૨૬ (ઈ. સ. ૧૨૦૪)માં એક યુદ્ધમાં માર્યો ગયો અને બીજો ભાઈ" હાથી વાળે ગુજરાતમાં ઈડર જઈ ત્યાંના રાજા અમરસિંહને સરદાર બન્યો અને સં. ૧૨૩૦(ઈ. સ. ૧૧૭૪)માં ઈડરનો રાજા થઈ પડ્યો. એના પછી એના પુત્ર સામળા પાસે એના સત્તાકાલના બીજા વર્ષે સં. ૧૨૫૫(ઈ. સ. ૧૧૯૯)માં સેનિંગ નામના રાઠોડ સરદારે એને ઘાત કરી ઈડરનું રાજ્ય હસ્તગત કર્યું, સામળાને પુત્ર દેખાસિંહ ઉર્ફે સરવણુ મેવાડ ગયો અને સરવણ(મેવાડ)નો રાજવંશ એનાથી આગળ ચાલ્યા.૦૬
અર્જુનસિંહ પછી વંશાવળીમાં સં. ૧૩૨૪(ઈ. સ. ૧૨૬૮)માં એભલ ૪ થે કહ્યો છે. આમ વચ્ચે ૬૪ વર્ષેને ગાળો પડે છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ રાજા હોઈ શકે એભલ ૪ ચા પછી ધાન વાળા નં. ૧૪૦૦(ઈ. સ. ૧૩૪૪)માં કહ્યો હોઈ એ બંને વચ્ચેને ગાળો પણ ૭૬ વર્ષનો છે.૮૭ આમ ઢાંકના વાળા એની વંશાવળી પણ તૂટક જ મળે છે.
તળાજા ઉપરની ઉત્તર તરફની ગુફાઓમાંની સૌથી મોટી ગુફા અંદાજે ઈ.