Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રાજ્ય
[ ૧૫
સેજકજી પોતાના કુટુંબ અને રસાલા સાથે છેક સૌરાષ્ટ્રમાં પંચાળમાં આવ્યો હતો અને ત્યાં મુકામ કર્યા પછી જૂનાગઢના રા' મહીપાલદેના દરબારમાં મહેમાન થયો હતો. રા'એ એક રાજવીને છાજે તેવા પ્રકારનું માન સેજકજીને આપી પંચાળના શાહપુર અને ફરતાં બાર ગામની જાગીર આપી. સેજકજીએ પિતાની કુંવરી મહીપાલદેના કુમાર ખેંગારને આપી હતી, જે ઈ. સ. ૧૨૫૩ માં પિતાની પાછળ જુનાગઢની સત્તા ઉપર આવ્યો હતો.૮ સેજકજીના શાહજી અને સારંગજીને રાની સેવાના ફળ તરીકે માંડવી (તા. ગારિયાધાર, જિ. ભાવનગર)ની ચોર્યાસી અને અથલાની ચોવીસી જાગીરમાં મળી હતી. આ માંડવી બનતાં સુધી શેત્રુજા ડુંગર નજીક અને અર્થલા તો એ પછી જાણીતું ચયેલું લાઠી.૭૯
એમ કહેવાય છે કે વંથળી રાઠોડના કબજામાં હતું એનું જોર તોડવા સેજકજી દ્વારા “શાહપર” વસાવવામાં આવ્યું, જે નામ તો સેજકજીના પુત્ર શાહજી પરથી પડ્યું. ગેઝેટિયર શાહપુર નવું વસાવ્યાનું કહેતાં પંચાળના શાહપુરની જાગીર સેજકજીને આપવામાં આવ્યાનું કહે છે. પરંતુ “શાહપર’ એવાં બેઉ . સ્થળોનાં નામ અને શાહજી એવું સેજકજીના નવી રાણીના મોટા પુત્રનું નામ બંને કાલ્પનિક લાગે છે, કારણ કે “શાહ” નામ તો સુલતાનની જેમ બહુ મોડું આવેલું છે. હકીકત તો એ લાગે છે કે પંચાળમાં રાએ સેજકજીને બાર ગામોની જાગીર આપી ત્યારે એની રાજધાની તરીકે જ સેજકપર (તા. સાયલા, જિ. સુરેદ્રનગર) વસાવવામાં આવ્યું.
સેજકજી પછી એની પહેલી રાણીને પુત્ર રાણોજી ઈ. સ. ૧૨૯૦ માં ગાદી ઉપર આવતાં એણે રાણપર વસાવ્યું અને ત્યાં રાજધાની લઈ ગયે. રાણજી એક શરીર અને પરાક્રમી રાજવી હતે. એ ધીમે ધીમે પિતાના પ્રદેશની આસપાસ પિતાની સત્તા વિસ્તાર્યો જતો હતો. એના રાજ્યકાળ દરમ્યાન અણહિલપુર પાટણ અલાઉદ્દીન ખલજીની સત્તા નીચે આવી ગયું હતું, અને અલપખાન પછી ઝફર ખાન પાટણના સૂબા તરીકે આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં રાણાજી ન્યૂ હિલ માથા ભારે છે એવું જાણતાં ઝફરખાને એના ઉપર ચડાઈ કરી. એ સમયે મામાની મદદ રા' ખેંગારને પૌત્ર રા” નેંધણ પણ આવ્યો હતો. આ યુદ્ધમાં રાજપૂતોએ ભારે પ્રબળ સામને કર્યો, પરંતુ અંતે તેઓ હારી ગયા. રાણજી ગૃહિલ અને રે” નોંધણ બંને માર્યા ગયા અને રાણપુર મુસ્લિમોની સત્તા નીચે જઈ પડવું (ઈ.સ. ૧૩૦૮).