Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સાલક કાલ
૯. વાળા રાજવંશ
વંથળી( હાલ જિ. જૂનાગઢ )ની ગાદીએ ચૂડાસમા વંશના સંસ્થાપક ચંદ્રચૂડ કે ચૂડાચદ્ર એના મામા વાળા રામના વારસ તરીકે આવ્યા તે વાળા રામ વાળા વંશને જાણવામાં આવેલા પેલા ઐતિહાસિક પુરુષ કહી શકાય. એવું રાજ્ય વથળીમાં કેવી રીતે હતું અને એ કે એના પૂર્વજો વંથળીમાં કથાંથી આવ્યા એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ચૂડાસમા વંશ સાથે સંકળાયેલા વાળા વંશને ખીજો એક રાજવી ઉગા વાળેા જાણવામાં આવ્યા છે, જે દક્ષિણપૂર્વ સૌરાષ્ટ્રના તળાજા ( હાલ જિ. ભાવનગર ) માં રાજ્ય કરતા હતેા અને વંથળીના ચૂડાસમા રા' કવાત ૧ લા( ઈ.સ. ૯૮૨−૧૦૦૩ )ના મામે। થતે હતા. જ્યારે રા'ને શિયાળમેટ( તા. જાફરાબાદ મહાલ, જિ. અમરેલી )ના અનંતસેન ચાવડાએ દગાથી પકડી લઈ શિયાળબેટમાં કેદ કર્યાં હતા ત્યારે ભાણેજને દગાથી કેદ કરેલા જાણી ઉગા વાળા અનંતસેન ચાવડા ઉપર ચડાઈ લઈ ગયે હતા અને અનતસેનને યુદ્ધમાં ખતમ કરી એણે ભાણેજને છેડાવ્યા હતા. એ વખતે ઉગા વાળાથી અકસ્માત રીતે ભાણેજને લાત મરાઈ જતાં આને રાષ રાખી રા વાત પાછળથી તળાજા ઉપર ચડી ગયા હતા અને એણે બાબરિયાવાડમાં ચિત્રાસર (ચિત્રાવાવ, તા. ઉમરાળા, જિ. ભાવનગર) પાસે હરાવી યુદ્ધમાં ઉગા વાળાને બાત કર્યાં હતા.૮૧ રા' કવાતે આખુ ઉપર જ્યારે પૂર્વે ચડાઈ કરવા વિચાયુ હતું ત્યારે ઉગા વાળાને માકલ્યા હતા, જેણે આમુરાજને દસ વાર હરાવ્યાની અનુશ્રુતિ છે.૮૨ આ કારણે રા' વાતના દરબારમાં ઉગા વાળાનુ માન ઘણું હતું. એના અંજામ તેા છેવટ ઉગા વાળાના મૃત્યુમાં આવ્યા.
વાળાઓનુ રાજ્ય તળાજામાં કેવી રીતે અને કારે થયું એ વિશે કાઈ પ્રામાણિક વિગતા મળતી નથી. વાળાએની વંશાવળી પણ જુદી જુદી રીતે બારેાટાના ચોપડામાં પડી છે, જેમાંની કઈ શ્રદ્ધેય માનવી એ એક પ્રશ્ન છે. તળાજાના પહાડ ઉપર ઉત્તર બાજુ એક વિશાળ બૌદ્ધ ગુફા છે તેને‘એભલ વાળાના મંડપ' કહેવામાં આવે છે, પરંતુ એ એભલ વાળા કયા અને કત્યારે થયે એ નક્કી કરવું મુશ્કેલ છે.
૧૫૪ ]
[ 31.
શ્રી. શ.... હ. દેશાઈ એ સિદ્ધ કરી આપેલી વંશાવળીમાં સં. ૧૦૫૫–ઈ. સ. ૯૯૯ માં ઉગ્નસિંહ(ઉગા વાળા)ને શીલાદિત્ય ૭ માથી ચેાથે। પુરુષ કર્યો છે. શીલાદિત્ય ૭ મે ઈ. સ. ૭૮૮ માં ખતમ થાય છે. એ અને ઉગા વાળા વચ્ચે ખાસાં ૨૨૧ વર્ષાનું અંતર છે તેથી નવ દસ વંશધરા ખૂટે છે. વંશાવળી ઉપરથી તે એવુ લાગે છે કે ઉગા વાળા પણ તળાજામાં નથી, કારણ કે એના પુત્ર એભલ ૧લે