Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સમકાલીન રાજ્ય
[ ૧૪૭ પ્રદેશમાં ન જવું અને રાણાએ ઘેડના પ્રદેશમાં ન જવું એવું ઠર્યું. વીકિઝ ઈ. સ. ૧૨૦૬માં અવસાન પામતાં એની પછી એને પુત્ર વિજયસિંહ–સીહ (સિયો) રાણે થશે. એણે કરારને ભંગ કરી આક્રમણ કર્યું, પણ રા'એ એને ફરી સજજડ હાર આપી મોટો દંડ વસૂલ કર્યો.
રાણા વિજયસિંહ પછી ઈ. સ. ૧૨૪૫ માં રાણે ભોજરાજ ૧ લે ગાદીએ આવ્યો. એના સમયને પોરબંદરમાં સચવાયેલે વીસલદેવ વાઘેલાના સુરાષ્ટ્રમંડળના પ્રતિનિધિ મહામાત્ય નાગડને અભિલેખ વિ. સં. ૧૩૧૫(ઈ. સ. ૧૨૫૯)ને મળે છે, જેમાં મૂઝિા ઉલિખિત થયેલ છે. લેખ ખંડિત હેઈએમાંથી એટલું જ તારવી શકાય છે કે સુરાષ્ટ્રમંડલ વાઘેલાઓની સાર્વભૌમ સત્તામાં હતું અને જેઠવા પણ સામંત દરજજે હશે.પર પોણા પાંચ વર્ષ પછીનો કાંટેલા ગામના રેવતીકંડ ઉપરના મહાદેવના મંદિરમાંને અભિલેખ અર્જુનદેવ વાઘેલાના સમયને વિ. સં. ૧૩૨૦(ઈ. સ. ૧૧૬૪)ને મળે છે, જેમાં સુરાષ્ટ્ર ઉપર સામંતસિંહ નામને વાઘેલાઓને પ્રતિનિધિ સત્તા ઉપર હતો. આ પણ જેઠવાઓ સામંત હોવાની વાતને ટેકે આપે છે. ૫૩ સામંતસિંહને સંભવિત નામોલ્લેખ ખુદ ઘૂમલીના વિ. સં. ૧૩૧૮(ઈ. સ. ૧૨૬૨)ના એક અભિલેખમાં પણ “મહામંડલેશ્વર” તરીકે મળે છે.૫૪ સામંતસિંહને બીજા શ્રીપાહુ સાથે થયેલ ઉલ્લેખ પોરબંદરની ખારવાવાડમાંની પવિણીમાતાના મંદિરના વિ. સં. ૧૩૩૪(ઈ. સ. ૧૨૭૭)ના સમયના અભિલેખમાં થયેલો છે,પપ આમાંના પાલ્યને ઉલેખ માંગરોળ પાસે લાઠોદરામાંથી મળેલા વિ. સં. ૧૩૨૩(ઈ. સ. ૧૨૬૬)ના એક અભિલેખમાં પણ થયેલ છે. એ ધ્યાનમાં રહે કે ભોજરાજ ૧ લા પછી રામદેવ ૧ લો ઘૂમલીની સત્તા ઉપર ઈ. સ. ૧૨૭૦ માં આવ્યો હતો, એટલે કાંટેલાને અભિલેખ ઉદંકિત થયે ત્યારે એ પ્રદેશ ઉપર સ્થાનિક સત્તા રાણું રામદેવ ૧ લાની હતી.
આ રામદેવ ૧ લા પછી “મકરધ્વજવંશી મહીપમાળામાં ૧૫૮ મો રાણજી ઈ. સ. ૧૨૮૧( વિ. સં. ૧૩૪૭)માં સત્તા ઉપર આવ્યો કહ્યો છે, પરંતુ ઘૂમલીની પશ્ચિમે આશાપુરાના નાના શિખરની પાછળ કંસારીના તળાવને ઉત્તરકાંઠે આવેલાં સોનકંસારીનાં કહેવાતાં દેરાઓના સમૂહમાં પ્રવેશ કરતાં સામે ઊભેલા વિ. સં. ૧૩૪૮(ઈ. સ. ૧૨૯૨)ના પાળિયામાં “રાણકશ્રી ભાણુરાજે' જોવા મળે છે, વળી સારંગદેવ વાઘેલાના સમયમાં ઈ. સ. ૧૨૯૦ના વંથળીના અભિલેખમાં સારંગદેવને પ્રતિનિધિ વિજયાનંદ “ભાનુ” (ભાણ) જેઠવાની સામે યુદ્ધ કરવાની ઈચ્છાએ ભૂભતૃપલ્લી (ભૂતાંબિલી, ભૂમલી, ઘૂમલી) જઈ પહોંચ્યાનું લખ્યું છે,૫૭ એટલે રણેજીને થોડો વહેલે મૂવો પડે; એમ