Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
વાઘેલા સેલંકી રાજ્ય
[
૯
ત્રણ વર્ષને દુકાળ
વિસલદેવના સમયમાં સં. ૧૩૧૨ થી ૧૩૧૫ સુધીને ત્રણ વર્ષને લાંબા દુકાળ પડ્યો. આ સમયે ભદ્રેશ્વરના જગડુશાહે લેકેને ઘણી મદદ કરી હતી. પુરાતનપ્રબંધસંગ્રહમાંથી જાણવા મળે છે કે જગડૂશાહે પાટણ આવી, ત્યાંના રાજાની વિનંતીને માન આપી પિતાના સંગ્રહમાંથી ગરીબને છૂટે હાથે અનાજ આપ્યું હતું.૩૭ વિસલદેવને ઉત્તરાધિકાર
વીસલદેવને નાગલદેવી નામે પત્ની હતી. વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની દેવપટ્ટન-પ્રશસ્તિ તથા વિ. સં. ૧૩૫૪(ઈ. સ. ૧૨૯૭)ની મુરલીધર મંદિરની પ્રશસ્તિ પરથી જણાય છે કે વીસલદેવ પિતાના સ્વર્ગસ્થ ભાઈ પ્રતાપમધના પુત્ર અર્જુનદેવને રાજ્યાભિષેક કરી મૃત્યુ પામે ૩૮
આ ઉપરથી ફલિત થાય છે કે વિસલદેવ પિતે અપુત્ર હતો અને તેથી એણે મિતાની હયાતી દરમ્યાન પિતાના ભાઈના પુત્ર અર્જુનદેવને ગાદી સંપી હશે.
૨. અર્જુનદેવ - વીસલદેવ પછી વિ. સં. ૧૩૧૮(ઈ. સ. ૧૨૬૨)માં અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો.
એના સમયના કેટલાક લેખ મળ્યા છે તે ઉપરથી જણાય છે કે એની સત્તા સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ સુધી, ઉત્તર પશ્ચિમે કચ્છ સુધી અને ઉત્તરમાં છેક ઈડર સુધી ચાલતી હતી.૩૯ એના સમયમાં મહામાત્ય માલદેવે મહત્ત્વનું સ્થાન ધરાવતે હતો.૪૦ એ અર્જુનદેવના રાજ્યકાલની શરૂઆતથી તે અંત સુધી સત્તા પર રહ્યો એમ જણાય છે. સૌરાષ્ટ્રના અધિકારી તરીકે વીસલદેવના સમયનો મંત્રી ઉદયનને વંશજ સામંતસિંહ ચાલુ હતો (સં. ૧૩૨૦).૪૧ વિ. સં. ૧૩ર૭ માં પાલ્ડ અને સામંતસિંહ સાથે વહીવટ કરતા.૪૨ વિ. સં. ૧૩૩૦ માં એકલે શ્રી પાહ એ અધિકાર સંભાળ.૪૩ યુદ્ધો
ઉપલબ્ધ લેખો પરથી અજુનદેવનાં પરાક્રમો વિશે કંઈ માહિતી મળતી નથી. યાદવ રાજા રામચંદ્રને શક સં. ૧૧૯૪(ઈ. સ. ૧૨૭૨)ના દાનપત્રમાં
ગુર્જર-દલન-કંઠીરવ” (ગુર્જર રાજને પીડવામાં સિંહ) કહ્યો છે,૪૪ જ્યારે ત્રિપુરાંતક-પ્રશસ્તિમાં સારંગદેવે યાદવેશ્વરને હરાવ્યાનું જણાવ્યું છે.૪૫ રામચંદ્રનું પરાક્રમ ઈ. સ. ૧૨૭૨ સુધીમાં થયું હોઈ અજુનદેવના રાજ્યકાલ દરમ્યાન થયું