Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ
[ ૧૦૫ કર્યાનો ઉલ્લેખ કરે છે. પ્રથમ વારની ચડાઈમાં ઉલુઘખાને ગુજરાત લૂંટયું, મંદિર ભાંગ્યું અને કવલાદી(કમલાદેવી)ને પકડી, જે પછી અલાઉદ્દીનને પરણી. આઠ વર્ષ પછી કમલાદેવીએ કર્ણદેવ પાસેથી પિતાની પુત્રી દેવલદેવીને મંગાવી આપવાની વિનંતિ કરતાં અલાઉદ્દીને ઉલુઘખાન અને પંજમીનની સરદારી હેઠળ કર્ણદેવ સામે સૈન્ય મેકવ્યું. કણ દેવગિરિ તરફ પલાયન થયે, પણ દેવલદેવી પંજમીનના હાથમાં આવી ગઈને એણે એને બાદશાહ પાસે મેકલી આપી.૧૮ - ઈસામી “કુતૂહુલ-સલાતીન (ઈ. સ. ૧૩૫૦ )માં જણાવે છે કે અલાઉદીને ગુજરાત પર બે વાર ચડાઈ કરી. પ્રથમ ચડાઈ વખતે કર્ણ નાસી ગયો, પણ મુસલમાન સૈન્ય પાછું વળતાં એણે પાછા આવી પોતાની રાજધાની પાછી મેળવી. અલાઉદ્દીને ફરીથી મલીક ક્રિતમ અને પાંચામીની સરદારી હેઠળ બીજી વાર સત્ય કહ્યું (ઈ. સ. ૧૩૦૪-૫). આ વખતે કર્ણ સંપૂર્ણ રીતે હારીને દક્ષિણ તરફ નાસી ગયે. ઝિમ દિલ્હી ગયે ને બાદશાહે ગુજરાતનો વહીવટ અલપખાનને સ.૧૯
ઝિયાઉદ્દીન બરની પિતાના “તારીખે ફિરોઝશાહી ( ઈ. સ. ૧૩૫૯)માં એક ચડાઈને ઉલેખ કરે છે. એમાં એ જણાવે છે કે અલાઉદ્દીને પોતે સત્તા પર આવ્યા પછી ત્રીજા વર્ષે અર્થાત ઈ. સ. ૧૨૯૯ માં ગુજરાત પર આક્રમણ કર્યું. ૨૦,
પછીના તવારીખકારોમાં નિઝામુદ્દીન (ઈ. સ. ૧૫૯૫) અને બંદાની (ઈ. સ. ૧૫૯૫) બનીને અનુસરે છે. ૨૧
ફરિતા (લગભગ ઈ. સ. ૧૬૦૬-૧૧) “તારીખે ફરિત માં જણાવે છે કે પ્રથમ ચડાઈ વખતે મુસલમાનોએ કૌલાદેવીને કબજે કરી ને કણે બાગલાણમાં આશ્રય લીધો, ત્યારબાદ જ્યારે અલાઉદ્દીન ઈ. સ. ૧૩૦૮ માં દખણમાં સૈન્ય મોકલતો હતો ત્યારે એણે કૌલાદેવીની વિનંતીને માન આપીને દેવલદેવીને પકડી લાવવાની મલેક કાફૂરને સૂચના આપી. મલેક કાફૂરે દખ્ખણમાં જઈ બાગલાણ ઉપર મેલે કર્યો. કણે બે મહિના સામનો કર્યો. મલેક કાફૂર એ કામ અલપખાનને સેંપી દેવગિરિ ગયો. દેવગિરિ મોકલાતી દેવલદેવી રસ્તામાં ઓચિંતી પકડાઈ ગઈ ને એને અલપખાને દિલ્હી મોકલી આપી. ૨૨
આ સર્વ પરથી જણાય છે કે અલાઉદીનની ફોજે ગુજરાત ઉપર એક વાર નહિ, પણ બે વખત ચડાઈ કરી હતી. એમાંની પહેલી ચડાઈ ઈ. સ. ૧૨૯૯ માં થઈ હતી. એને સરદાર ઉલુઘખાન એ પછી બે વરસે રણથંભેરની લડાઈમાં