Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૦ ] * સોલંકી કાલ
[પ્ર. ખુશ કરવા અમીર ખુસરેએ આ કાવ્ય રચ્યું એમ કહેવું એ બરાબર નથી. જે રણથંભેરની દેવલદેવીને પ્રશ્ન હોત તો કવિ એ જ દેવલદેવીને કાવ્યની નાયિકા તરીકે કપીને પિતાનું કાવ્ય રચી શકો હોત. એને બદલે કર્ણદેવની દીકરી દેવલદેવીને શા માટે વચમાં લાવવી પડે ?
સંભવ છે કે કર્ણની રાણી કમલાદેવીને મુસલમાનોના હાથે કેદ પકડાતાં અલાઉદ્દીનના જમાનામાં પ્રવેશ કરવાની ફરજ પડી હોય, ને એવી રીતે કર્ણની પુત્રી દેવલદેવીને પણ મુસલમાનોના હાથે કેદ પકડાતાં બાદશાહના પુત્ર ખિઝરખાન સાથે લગ્ન કરવાની ફરજ પડી હોય, પણ કમલાદેવીએ પિતે પાછળથી દેવલદેવીને તેડાવીને એનું શાહજાદા સાથે લગ્ન કરાવી આપ્યું એ વાત ભાગ્યે જ માની શકાય. ફરિસ્તા, બદાઊની વગેરે મુસ્લિમ ઇતિહાસકારે પણ આ વિગત સ્વીકારવા નથી. ફરિસ્તા તે કર્ણ દેવલદેવીને મોકલવા તૈયાર હતો એ વાત પણ સ્વીકારતા નથી.
દેવલદેવીની ઉમર વિશે વિચારતાં લાગે છે કે હિજરી ૭૦૪(ઈસ. ૧૩૦૪-૦૫)માં એ પકડાઈ દિલ્હી ગઈ ત્યારે નવ વર્ષની અને લગ્ન વખતે ૧૪ વર્ષની હતી.૪૬ એ પાંચ વર્ષના વચગાળાના ઉત્તરાર્ધ દરમ્યાન એને શાહજાદા સાથે પ્રણય થયો હોય એ અસંભવિત ન ગણાય. 1 ખિઝરખાનના મૃત્યુ બાદ દેવલદેવીનું શું થયું એ વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. ઇલિયટ અને ડાઉસન પિતાના ગ્રંથમાં અમીર ખુસરોના કાવ્ય “અશીકારની વિગત આપતાં જણાવે છે કે “ખિઝરખાનના મૃત્યુ બાદ દેવલદેવી ખિઝરખાનને વળગી રહી ત્યારે એના હાથ કાપી નાખવામાં આવ્યા.” પરંતુ શ્રી હઠીવાલા મૂળ પાઠ તપાસીને જણાવે છે કે મૂળ કાવ્યમાં આવે કે ઉલ્લેખ આવતો નથી.૪૮
ફરિસ્તા આવી કોઈ વાત કરતો નથી, પણ એ દેવલદેવીને ખિઝરખાનના મૃત્યુ બાદ કુબુદ્દીનના જનાનખાનામાં જવું પડ્યું હોવાનું જણાવે છે.૪૯
હાજી-ઉદ્-દબીર પિતાના “ઝફલુવાલિત બ-મુઝફફર વ આલિહ' ગ્રંથમાં લખે છે કે “મુબારકના મૃત્યુ બાદ દેવલદેવી ખુસરખાન નામના માણસના કબજામાં આવી.૫૦ આ ખુસરોખાનને કેટલાક ઈતિહાસકારો હલકી જાતિનો માને છે.પ૧
આ કથનમાં કંઈક વજૂદ હોય તો એનો અર્થ એ નીકળે કે દેવલદેવીને જેમ એક વાર ખિઝરખાનના મૃત્યુ બાદ કુબુદીનના જમાનામાં જવાની ફરજ પડી હતી, તેમ ખુસરેખાનના પનારે પડવાની ફરજ પડી હશે. દેવલદેવી કદાચ